સલમાન ખાન ‘Bigg Boss 15’ માટે લઈ રહ્યા છે અધધ……રકમ, જાણીને તમે પણ ચોંકી જશો

બિગ બોસ 15 માં આ વખતે ઘણા ટ્વિસ્ટ (Twist)એન્ડ ટર્ન્સ આવવાના છે. આ વખતે પરિવારના તમામ સભ્યોએ ઘરમાં પ્રવેશતા પહેલા ઘણા પડાવોમાંથી પસાર થવાનું રહેશે.

સલમાન ખાન ‘Bigg Boss 15’ માટે લઈ રહ્યા છે અધધ......રકમ, જાણીને તમે પણ ચોંકી જશો
Salman Khan (File Photo)

Bigg Boss 15: બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન બિગ બોસ 15 ની નવી સીઝન શરૂ કરવા માટે તૈયાર છે. બિગ બોસ ઓટીટી (Bigg Boss OTT)શો શનિવારે પુરો થયો છે. ત્યારે ઓક્ટોબરના પહેલા સપ્તાહમાં બોલીવુડના દબંગ સુપરસ્ટાર તેના રિયાલિટી શો સાથે ટીવીના નાના પડદા પર દસ્તક આપશે. નવા સિઝન સાથે સલમાન ખાનની(Salman Khan)  ફીની ચર્ચાએ પણ વેગ પકડ્યો છે.જો અહેવાલોનું માનીએ તો સલમાન ખાન 14 અઠવાડિયાના આ શોને હોસ્ટ કરવા માટે મસ્ત મોટી રકમ વસૂલી રહ્યા છે.

Bigg Boss 15 શોને હોસ્ટ કરવા માટે  સલમાન ખાન લઈ રહ્યા છે મસ્ત મોટી રકમ

મળતી માહિતી અનુસાર, સલમાન ખાનને બિગ બોસ 15 માટે 350 કરોડની ફી ચૂકવવામાં આવી રહી છે. જો કે, સલમાન તરફથી, અથવા શો તરફથી આ વિશે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. પરંતુ તે નિશ્ચિત છે કે આ વખતે પણ સલમાન ખાન ખૂબ ઉંચી ફી વસૂલ (High Charges) કરશે. અહેવાલો અનુસાર, અભિનેતાએ તેની ફીમાં 15 ટકા વધારો કરવાની માંગ કરી હતી.જો કે પ્રેસ કોન્ફરન્સ (Press Conference) દરમિયાન તેણે જણાવ્યુ હતું કે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને તેણે ઓછી ફી વસુલ કરશે.

બિગ બોસ 15 શો ટૂંક સમયમાં શરૂ થશે

તમને જણાવી દઈએ કે, બિગ બોસ 15 શો ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહ્યો છે. કલર્સ ટીવી પર 2 ઓક્ટોબરે આ શોનું ભવ્ય પ્રીમિયર(Grand Premier) થશે. રોહિત શેટ્ટીના શો ખતરોં કે ખિલાડી સિઝન 11 પુર્ણ થયા બાદ બિગ બોસ 15 શો શરૂ થશે. ખતરોં કે ખિલાડીની ગ્રાન્ડ ફિનાલે 25 અને 26 સપ્ટેમ્બરે યોજાશે. સ્પર્ધકોની વાત કરવામાં આવે તો દિવ્યાંકા ત્રિપાઠી, રાહુલ વૈદ્ય, વરુણ સૂદ, અર્જુન બિજલાની અને વિશાલ આદિત્ય સિંહ આ સિઝનની ટ્રોફી જીતવા જઈ રહ્યા છે. આ શોની સમાપ્તિ બાદ સલમાન ખાનનો રિયાલિટી શો આવતા સપ્તાહના શનિવારથી શરૂ થશે. આ વખતે સલમાનની સાથે બોલિવૂડ અભિનેત્રી રેખા(Actress Rekha) પણ શરૂઆતના દિવસોમાં જોવા મળશે.

આ પણ વાંચો: Break Point : મહેશ ભૂપતિ અને લિએન્ડર પેસની સીરિઝનું ટ્રેલર રિલીઝ, ખેલાડીઓના જીવન સાથે જોડાયેલા ઘણા રહસ્યો ખુલશે

આ પણ વાંચો:  Tiger 3 : શું ઇમરાન હાશ્મી સલમાનને હરાવવા માટે તૈયાર છે ? જીમમાં ઇમરાનનો દેખાયો ફિટ અવતાર

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati