Tiger 3 : શું ઇમરાન હાશ્મી સલમાનને હરાવવા માટે તૈયાર છે ? જીમમાં ઇમરાનનો દેખાયો ફિટ અવતાર

Emraan Hashmi Body Building Video : ઇમરાન હાશ્મીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર ટાઇગર 3 ની તૈયારીઓનો વીડિયો પોસ્ટ કર્યો છે. જેને જોઈને લાગે છે કે તે સલમાનને પછાડવાની તૈયારી કરી રહ્યા છે.

Tiger 3 : શું ઇમરાન હાશ્મી સલમાનને હરાવવા માટે તૈયાર છે ? જીમમાં ઇમરાનનો દેખાયો ફિટ અવતાર
Emraan Hashmi

ઇમરાન હાશ્મી (Emraan Hashmi) છેલ્લા કેટલાક મહિનાઓથી જીમમાં ઘણો પરસેવો પાડી રહ્યા છે. તેમની તસ્વીર ઇન્ટરનેટ પર હંગામો મચાવી રહી છે અને હવે ફરી એક વખત ઇમરાને જીમમાંથી કસરત કરતી વખતે એક તસ્વીર શેર કરી છે. તે સ્પષ્ટ છે કે ઈમરાન તૈયાર થઈ રહ્યા છે સલમાનને ટક્કર દેવા માટે.

ટાઈગર 3 માટે બનાવવી રહ્યા છે બોડી

તમને જણાવી દઈએ કે ઈમરાન ટૂંક સમયમાં ફિલ્મ ટાઈગર 3 માં જોવા મળશે. આ ફિલ્મમાં તે વિલન બનીને સલમાન સાથે બે બે હાથ કરશે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ માટે ઈમરાન પોતાને સુપર ફિટ બનાવવા માટે જીમમાં સખત મહેનત કરી રહ્યા છે. તેમણે બ્લેક હૂડીમાં એક તસ્વીર શેર કરતા કેપ્શન લખ્યું ‘ડિયર ફેટ, મરવા માટે તૈયાર થઈ જાવ !! થોડાક દિવસો પહેલા પણ તેમણે ઇન્સ્ટાગ્રામ પર એબ્સ દેખાડતા શર્ટલેસ ફોટો શેર કર્યો હતો.

ફોટો શેર કરતા તેણે લખ્યું – આ તો માત્ર શરૂઆત છે !! સામે આવેલા ફોટામાં તેમનું જબરદસ્ત શરીર દેખાઈ રહ્યું હતું. જેને જોઈને સ્પષ્ટ છે કે ઈમરાન થોડા મહિનાઓથી ખૂબ મહેનત કરી રહ્યા છે. ઇમરાનની આ મહેનત અને જબરદસ્ત ટ્રાંસફોર્મેશન પર, તેમના ચાહકો તેમની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે.

ટાઇગર 3 માં ઇમરાન પર કરવામાં આવશે કરોડોનો ખર્ચ

સલમાન ખાનની ટાઇગર ફ્રેન્ચાઇઝીની ત્રીજી ફિલ્મ ટાઇગર 3 આ દિવસોમાં હેડલાઇન્સમાં રહી છે. આ વખતે ઇમરાન હાશ્મી ફિલ્મમાં વિલનની ભૂમિકા ભજવતા જોવા મળશે. એવા અહેવાલો છે કે મેકર્સ ફિલ્મને ભવ્ય બનાવવા માટે કોઈ કસર છોડવા માંગતા નથી અને આ જ કારણ છે કે તેમણે ફિલ્મમાં ઈમરાનના એન્ટ્રી સીન માટે જ કરોડો રૂપિયા ખર્ચવાનું આયોજન કર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Emraan Hashmi (@therealemraan)


ફિલ્મ સાથે સંકળાયેલા એક સૂત્રએ જણાવ્યું હતું કે, સલમાનની દરેક ફિલ્મમાં હીરોની એન્ટ્રી માટે ખાસ દ્રશ્યો શૂટ કરવામાં આવે છે. ટાઇગર 3 ના નિર્માતાઓએ આ વખતે વિલન માટે સમાન દ્રશ્ય શૂટ કરવાની યોજના બનાવી છે. મનીષ શર્મા, આદિત્ય ચોપરા અને સ્ટંટ ટીમે ઇમરાનની ભવ્ય એન્ટ્રી બતાવવા માટે એક એક્શન સિક્વન્સ તૈયાર કર્યો છે, જેની કિંમત લગભગ 10 કરોડ રૂપિયા હશે.

સલમાનથી ઓછો નહીં હોય ઈમરાનનો જલવો

તમને જણાવી દઈએ કે સલમાન ખાન અને કેટરીના કૈફ સ્ટારર ફિલ્મ ટાઈગર 3 નું શૂટિંગ શરૂ થઈ ગયું છે. ટાઇગરના ત્રીજા ભાગમાં રોમેન્ટિક અભિનેતા ઇમરાન હાશ્મી આઇએસઆઇ એજન્ટની નકારાત્મક ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મના મજબૂત કાસ્ટિંગ સિવાય, પણ મેકર્સ આ ફિલ્મને જબરદસ્ત બનાવવા માટે કોઈ કસર છોડી રહ્યા નથી, અહેવાલો અનુસાર, ઈમરાનનું પાત્ર સંપૂર્ણપણે નવું છે. એટલા માટે મેકર્સ તેની એન્ટ્રીને ચમકાવવા માંગે છે અને તેને સલમાનની જેમ બતાવવા માંગે છે. ઈમરાનના એન્ટ્રી સીનમાં તેમના અને સલમાન વચ્ચે જોરદાર એક્શન જોવા મળશે.

 

આ પણ વાંચો :- Nusrat Jahan Baby’s Father: અભિનેત્રી નુસરત જહાંના બાળકના પિતાનું નામ થયું જાહેર, જાણો બર્થ સર્ટિફિકેટમાં કોનું છે નામ?

આ પણ વાંચો :- T-Seriesની ઓફિસના ગણપતિના દર્શન કરવા પહોંચ્યા રોહિત શેટ્ટી સહિત ઘણા સ્ટાર્સ, જુઓ તસ્વીરો

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati