RRR New Release Date: RRR આ દિવસે થિયેટરમાં રિલિઝ થવા જઈ રહી છે, નોટ કરી લે સ્ટાર્સના ફેન્સ તારીખ

આલિયા ભટ્ટે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટા હેન્ડલથી ફિલ્મ RRRનું પોસ્ટર શેર કરતા લખ્યું, '7 જાન્યુઆરી 2022ના રોજ સિનેમાઘરોમાં મળીશું.

RRR New Release Date: RRR આ દિવસે થિયેટરમાં રિલિઝ થવા જઈ રહી છે, નોટ કરી લે સ્ટાર્સના ફેન્સ તારીખ
RRR
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 02, 2021 | 11:45 PM

બહુપ્રતિક્ષિત ફિલ્મ RRRની રિલીઝ ડેટ સામે આવતા જ સિનેમા પ્રેમીઓ સોશિયલ મીડિયા પર ખુશી વ્યક્ત કરી રહ્યા છે, રિલીઝ ડેટ પર નજર રાખી રહેલ ચાહકો માટે આવ્યા છે આ ફિલ્મની રિલીઝ તારીખના સારા સમાચાર. જેની જાહેરાત બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટે પોતે કરી છે, જે ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

2022માં રિલીઝ થશે ‘RRR’

આલિયા ભટ્ટે ફિલ્મ RRRનું પોસ્ટર પોતાના ઓફિશિયલ ઈન્સ્ટા હેન્ડલ સાથે શેર કરતા લખ્યું ‘7 જાન્યુઆરી 2022 ના રોજ સિનેમાઘરોમાં મળીશું. તૈયાર રહો ભારતની સૌથી મોટી એક્શન ડ્રામા ફિલ્મનો અનુભવ કરવા માટે. ફિલ્મના પોસ્ટરમાં બોલિવૂડ સુપરસ્ટાર અજય દેવગણ (Ajay Devgn), સાઉથ સુપરસ્ટાર્સ જુનિયર એનટીઆર (N. T. Rama Rao Jr.) અને રામચરણ (Ram Charan) સિવાય બોલિવૂડની બ્યુટી આલિયા ભટ્ટ (Alia Bhatt) જોવા મળી રહી છે. ફિલ્મની રિલીઝ ડેટ સામે આવતા જ સિનેમા પ્રેમીઓ સોશિયલ મીડિયા પર ખુશી વ્યક્ત કરી રહ્યા છે.

ઘણી વખત મુલતવી રાખવામાં આવી છે ફિલ્મની રિલીઝ ડેટ

તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા RRRની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી હતી. તે પછી કહેવામાં આવ્યું હતું કે આ ફિલ્મ 13 ઓક્ટોબર, 2021ના ​​રોજ થિયેટરોમાં રિલીઝ થશે. પરંતુ RRRના સોશિયલ મીડિયા પેજ પરથી જાણ કરવામાં આવી હતી કે ફિલ્મ કોવિડને કારણે ઓક્ટોબરમાં રિલીઝ થશે નહીં.

પરંતુ હવે થિયેટરો બધે જ ખુલવા લાગ્યા છે. તેથી નિર્માતાઓએ તેને વિલંબ કર્યા વગર રિલીઝ કરવાનો નિર્ણય કર્યો છે. જોકે ચાહકો આ વર્ષે આ ફિલ્મ રિલીઝ થવાની અપેક્ષા રાખી રહ્યા હતા. પરંતુ 2022ની ઘોષણાએ ચોક્કસપણે ચાહકોને થોડા નિરાશ કર્યાં છે.

એક બીગ બજેટની ફિલ્મ છે RRR

ઉલ્લેખનીય છે કે RRRના ડિરેક્ટર RR રાજામૌલી છે. જેમણે અગાઉ બાહુબલી દ્વારા સમગ્ર વિશ્વમાં પોતાના દમદાર નિર્દેશનની શક્તિ બતાવી ચુક્યા છે. તમને જણાવી દઈએ કે ફિલ્મનું બજેટ આશરે 450 કરોડ રૂપિયા કહેવામાં આવી રહ્યું છે, જ્યારે પેન સ્ટુડિયોએ સમગ્ર ઉત્તર ભારતના થિયેટર અધિકારો હસ્તગત કર્યા છે.આ ફિલ્મ વિશ્વભરમાં રિલીઝ થશે.

ફિલ્મની વાર્તા

આ ફિલ્મમાં બે મહાન ભારતીય સ્વતંત્રતા સેનાનીઓ – અલ્લુરી સીતારામ રાજુ અને કોમારામ ભીમની વાર્તા પડદા પર દર્શાવવામાં આવશે. આ ફિલ્મમાં વિદ્રોહ અને સંઘર્ષના યુગની વિરુદ્ધ જઈને હીરોને એક અલગ સ્વરૂપે બતાવવામાં આવશે. ત્યાં જ આલિયા ભટ્ટ પણ એક શક્તિશાળી પાત્રમાં આ વાર્તાનો ભાગ બની રહી છે.

આ પણ વાંચો :- Naga Chaitanya Net Worth: કરોડોની સંપત્તિના માલિક છે નાગા ચૈતન્ય, લગ્ઝરી બાઈકનો છે શોખ

આ પણ વાંચો :- Big News: સામંથા અક્કીનેની અને નાગા ચૈતન્યે છુટાછેડા લેવાનો કર્યો નિર્ણય, સોશિયલ મીડિયા પર શેર કરી પોસ્ટ

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">