ખરેખર ! રણબીર કપૂરે આલિયા ભટ્ટના લહેંગાને મારી કિક, વીડિયો વાયરલ થતા યુઝર્સે આ એક્ટર સાથે કરી સરખામણી

આજકાલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટનો એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં રણબીર જે રીતે આલિયાના લહેંગાને હટાવી રહ્યો છે,તે જોઈને યુઝર્સ પણ દંગ રહી ગયા છે.

ખરેખર ! રણબીર કપૂરે આલિયા ભટ્ટના લહેંગાને મારી કિક, વીડિયો વાયરલ થતા યુઝર્સે આ એક્ટર સાથે કરી સરખામણી
Ranbir Kapoor And Alia Bhatt

Viral Video: લવ બર્ડસ રણબીર કપૂર (Ranbir Kapoor) અને આલિયા ભટ્ટ (Alia Bhatt)નો એક વીડિયો સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યો છે. વીડિયોની ખાસ વાત એ છે કે રણબીર કપૂર (Ranbir Kapoor) આલિયાના લહેંગાની સંભાળ રાખતો જોવા મળી રહ્યો છે. ‘બચના એ હસીનો’ ફિલ્મનો એક્ટર સતત એ સુનિશ્ચિત કરતો જોવા મળે છે કે તેની ગર્લફ્રેન્ડના લહેંગા પર કોઈ પગ ન મૂકે.

રણબીર કપૂરે આ રીતે લહેંગાને હટાવ્યો

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે જ્યારે આલિયા સ્ટેજ પરથી ઉતરી રહી છે, ત્યારે રણબીર તેના લહેંગાને સંભાળવા માટે લાત મારતો જોવા મળે છે.  આલિયા બ્લુ પોલ્કા-ડોટેડ બાંધણી લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. તમને જણાવી દઈએ કે રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નને (Wedding) લઈને ઘણા સમયથી અટકળો ચાલી રહી છે. જોકે આ કપલ તરફથી હજુ સુધી કોઈ સતાવાર જાહેરાત કરવામાં આવી નથી.

જુઓ વીડિયો

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. યુઝર્સ આ વીડિયોને એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. જેમાં એક યુઝરે કોમેન્ટ (Comments) કરતા લખ્યુ કે જો આ સ્થિતિમાં રણવીર સિંહ હોત તો તેણે તેની ગર્લ ફ્રેન્ડ માટે કંઈક અલગ કર્યુ હોત…જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ કે, આલિયાએ આરામદાયક કપડા પહેરવા જોઈએ, જેથી તેણે કોઈનો સહારો લેવો ન પડે. આ સિવાય અન્ય યુઝર્સ (Users) પણ પોતાની પ્રતિક્રિયા નોંધાવી રહ્યા છે.

આ પણ વાંચો : યામી ગૌતમનો જન્મદિવસ હતો ખાસ, લગ્ન બાદ પતિ સાથે આ રીતે કર્યુ સેલિબ્રેશન, જુઓ વાયરલ Photos

આ પણ વાંચો : The Big Picture માં ચમકી વડોદરાની મહિલા, રણવીર સિંહે આશિયાનાને આપી આ ભેટ

  • Follow us on Facebook

Published On - 4:53 pm, Mon, 29 November 21

Click on your DTH Provider to Add TV9 Gujarati