સાઉથના સ્ટાર અલ્લુ અર્જૂનની ફિલ્મ ‘પુષ્પા’ કમાણી મામલે અટકવાનું નથી રહી લઈ નામ, વર્લ્ડવાઈડ કરી આટલા કરોડની કમાણી
14 જાન્યુઆરીથી અલ્લૂ અર્જૂનની પુષ્પા ફિલ્મ એમેઝોન પ્રાઈમ (Amazon Prime) વીડિયો પર પણ સ્ટ્રીમ થવાની છે. જે લોકો ફિલ્મને થિયેટરમાં નથી જોઈ શક્યા, તે ફિલ્મને ઓનલાઈન જોઈ શકે છે.
Pushpa box office collection: સાઉથ સુપરસ્ટાર અલ્લૂ અર્જૂન (Allu Arjun) સ્ટારર ફિલ્મ ‘પુષ્પા’ (Pushpa)ને દર્શકોનો જોરદાર રિસ્પોન્સ મળી રહ્યો છે. 25 દિવસમાં જ આ ફિલ્મે હિન્દી બેલ્ટમાં 100 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. અર્જૂનની ફિલ્મને દરેક ભાષાના દર્શકો જોવાની પસંદ કરી રહ્યા છે. અહેવાલ મુજબ અત્યાર સુધી ફિલ્મની વર્લ્ડ વાઈડ કમાણી 326 કરોડ રૂપિયા થઈ ચૂકી છે.
જણાવી દઈએ કે 14 જાન્યુઆરીથી અલ્લૂ અર્જૂનની પુષ્પા ફિલ્મ એમેઝોન પ્રાઈમ (Amazon Prime) વીડિયો પર પણ સ્ટ્રીમ થવાની છે. જે લોકો ફિલ્મને થિયેટરમાં નથી જોઈ શક્યા, તે ફિલ્મને ઓનલાઈન જોઈ શકે છે. એમેઝોન પર પણ આ ફિલ્મ 5 ભાષાઓમાં જોવા મળશે. હિન્દી સિવાય ફિલ્મ તમિલ, તેલુગૂ, મલયાલમ અને કન્નડ ભાષામાં જોઈ શકાશે. આ ફિલ્મ ઓટીટી પર પણ નવો રેકોર્ડ સ્થાપિત કરશે.
17 ડિસેમ્બરે રિલીઝ થયેલી પુષ્પા ફિલ્મે સિનેમાઘરોમાં આવતાની સાથે જ ધમાલ મચાવી દીધી હતી. ત્યારે રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મ 83 રિલિઝ થઈ હતી. તે સમયે લાગી રહ્યું હતું કે મોટા બજેટની બોલિવુડ ફિલ્મની સાથે સાઉથની આ ફિલ્મની બોક્સ ઓફિસ કમાણી પર અસર પડી શકે છે પણ ચિત્ર ઉલ્ટુ પડ્યું, રણબીર સિંહની 83ને એટલા દર્શકો ના મળી શક્યા જેટલા મળવાની આશા હતી.
એક અહેવાલ મુજબ ફિલ્મ પુષ્પાએ વર્લ્ડવાઈડ 326 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. ભારતભરમાં ફિલ્મે 250.3 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ફિલ્મને મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પણ ખુબપસંદ કરવામાં આવી રહી છે. ફિલ્મને આ રાજ્યોમાં થિયેટરની બેઠક ક્ષમતાની 50 ટકા કેપેસિટીની સાથે ચલાવવામાં આવી.
અહેવાલ મુજબ સુકુમાર દ્વારા નિર્દેશિત ફિલ્મનો બીજો ભાગ ‘પુષ્પા ધ રૂલ’ પણ આ વર્ષના અંત સુધી દર્શકોની સામે આવી જશે. જણાવવામાં આવી રહ્યું છે કે અલ્લુ અર્જૂન ફિલ્મની શુટિંગ પર ઝડપી જ પરત ફરશે. ફેબ્રુઆરીમાં ફિલ્મનો ફર્સ્ટ શેડ્યૂલ પુરૂ કરવાનો પ્રયત્ન કરવામાં આવશે.
આ પણ વાંચો: સુપ્રસિદ્ધ ગાયિકા લતા મંગેશકર કોરોના પોઝિટીવ, મુંબઈની બ્રીચકેન્ડી હોસ્પિટલમાં ચાલી રહી છે સારવાર