Anju Mahendru Birthday: અંજુ મહેન્દ્રુના સ્કર્ટ પહેરવાથી રાજેશ ખન્નાને હતી તકલીફ, આ રીતે તૂટ્યો હતો બંનેનો 6 વર્ષનો સંબંધ

અંજુ મહેન્દ્રુ (Anju Mahendru) અને રાજેશ ખન્ના (Rajesh Khanna) વર્ષ 1966માં એકબીજાની નજીક આવ્યા હતા. અંજુ અને રાજેશ ખન્નાની મિત્રતા પછી પ્રેમમાં બદલાઈ ગઈ અને ગર્લફ્રેન્ડ બન્યા પછી અંજુ રાજેશ ખન્નાની કોઈ વાતને ટાળતી ના હતી.

Anju Mahendru Birthday: અંજુ મહેન્દ્રુના સ્કર્ટ પહેરવાથી રાજેશ ખન્નાને હતી તકલીફ, આ રીતે તૂટ્યો હતો બંનેનો 6 વર્ષનો સંબંધ
Anju Mahendru (File photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 11, 2022 | 5:43 PM

80ના દાયકામાં સુપરસ્ટાર રાજેશ ખન્નાએ (Rajesh Khanna) પોતાની રોમેન્ટિક સ્ટાઈલથી છોકરીઓને દિવાના બનાવી દીધા હતા. પણ સ્ક્રીન પર જેટલા રોમેન્ટિક દેખાતા હતા, વાસ્તવિક જીવનમાં તેમનો સ્વભાવ જરા અલગ હતો. કહેવાય છે કે રાજેશ ખન્ના ખૂબ જ મૂડી સ્વભાવના હતા. અંજુ મહેન્દ્રુ (Anju Mahendru) રાજેશ ખન્નાની ખાસ મિત્ર હતી. અભિનેત્રી અંજુ સાથેના તેમના ગાઢ સંબંધ માનવામાં આવતા હતા. કહેવાય છે કે બંને એક સમયે રિલેશનશિપમાં હતા. આજે એટલે કે 11 જાન્યુઆરીએ અંજુ મહેન્દ્રુનો જન્મદિવસ છે. આ સાથે અંજુ 76 વર્ષની થઈ ગઈ છે.

અંજુની રાજેશ ખન્ના સાથે ઘણી સારી બનતી હતી. આવી સ્થિતિમાં બંને ઘણો સમય સાથે વિતાવતા હતા. એક ઈન્ટરવ્યુમાં અંજુ મહેન્દ્રુએ રાજેશ ખન્ના વિશે જણાવ્યું હતું કે તેઓ ખૂબ જ મૂડી અને રૂઢિચુસ્ત માનસિકતા ધરાવતા હતા.

જ્યારે સુપરસ્ટાર રાજેશ ખન્નાએ અંજુ મહેન્દ્રુને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું

આવી સ્થિતિમાં તેણે કાકાને લગ્નનો પ્રસ્તાવ પણ સ્વીકાર્યો નહીં. તેણે એમ પણ કહ્યું હતું કે રાજેશ ખન્ના સ્કર્ટ પહેરવા માટે અંજુ મહેન્દ્રુને અટકાવતા હતા. એક મીડિયા રીપોર્ટસ અનુસાર, અંજુએ કહ્યું હતું- ‘મેં તેના લગ્નનો પ્રસ્તાવ ઠુકરાવી દીધો હતો. તેઓ રૂઢિચુસ્ત વ્યક્તિત્વ હતા. જો કે તે આધુનિક છોકરીઓ તરફ પણ આકર્ષિત હતા. તે અમારા સંબંધમાં ખૂબ જ મૂંઝવણભર્યું હતું. હું સ્કર્ટ પહેરતી તો તે વચ્ચે પડીને કહેતા કે તું સાડી કેમ નથી પહેરી? જો હું સાડી પહેરતી તો કહેતી કે તું ભારતીય સ્ત્રીનો દેખાવ રજૂ કરો છો?’

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં અંજુ મહેન્દ્રુએ કહ્યું હતું કે, ‘રાજેશની સાથે રહેવું મુશ્કેલ થઈ રહ્યું હતું, જ્યારે તેણે આપેલી ફિલ્મો ફ્લોપ થઈ રહી હતી ત્યારે તે માનસિક રીતે પરેશાન થઈ ગયા હતા. તે મૂડી હતા અને ઝડપથી ચિડાઈ જતા હતા.

રાજેશ ખન્ના અને અંજુ ખૂબ નજીક આવ્યા

તમને જણાવી દઈએ કે, અંજુ મહેન્દ્રુ અને રાજેશ ખન્ના વર્ષ 1966માં એકબીજાની નજીક આવ્યા હતા. અંજુ અને રાજેશ ખન્નાની મિત્રતા પછી પ્રેમમાં પરિણમી હતી અને ગર્લફ્રેન્ડ બન્યા પછી અંજુ રાજેશ ખન્ના વિશે વાત કરવાનું ટાળતી હતી. સાથે જ રાજેશ ખન્ના પણ તેમને ખૂબ પ્રેમ કરતા હતા. આવી સ્થિતિમાં બંને 6 વર્ષ સુધી ઈવ ઇનમાં પણ રહ્યા. 1971 માં, જ્યારે રાજેશ ખન્નાએ તેને લગ્ન માટે પ્રસ્તાવ મૂક્યો ત્યારે અભિનેત્રીએ તેનો પ્રસ્તાવ ઠુકરાવી દીધો. જોકે, અંજુની માતા પણ રાજેશ ખન્નાને પોતાના જમાઈ તરીકે જોવા માગતી હતી.

પણ અંજુ આ ઈચ્છતી ન હતી. આવી સ્થિતિમાં રાજેશ ખન્નાએ ગુસ્સામાં અંજુ સાથેનો સંબંધ તોડી નાખ્યો. અંજુએ કહ્યું કે રિલેશનશિપમાં તેણે રાજેશની વાત માનવી પડતી હતી. રાજેશ ખન્ના તેમને કામ કરવા દેવા માંગતા ન હતા, તેથી તેમણે તે સમયે મોટા પ્રોજેક્ટ્સ છોડી દેવા પડ્યા હતા. આવી સ્થિતિમાં અંજુ આ સંબંધમાં એડજસ્ટ ન થઈ શકી. અંજુથી અલગ થયા બાદ રાજેશ ખન્નાએ વર્ષ 1973માં ડિમ્પલ કાપડિયા સાથે લગ્ન કર્યા હતા.

આ પણ વાંચો : કેટરીનાની આ વાતને લઈને વિક્કી કૌશલે ધનુષની ‘રાઉડી બેબી’ પર કર્યો ડાન્સ ફેન્સે આપ્યું કંઈક આવું રિએક્શન

આ પણ વાંચો : Anu aggarwal Birthday Special : પહેલી ફિલ્મથી જ લોકો બની ગયા હતા અનુ અગ્રવાલના દીવાના, એક અકસ્માતે બદલી નાખ્યું જીવન

g clip-path="url(#clip0_868_265)">