AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુપ્રસિદ્ધ ગાયિકા લતા મંગેશકર કોરોના પોઝિટીવ, મુંબઈની બ્રીચકેન્ડી હોસ્પિટલમાં ચાલી રહી છે સારવાર

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 11, 2022 | 12:52 PM
Share

દેશના સુપ્રસિદ્ધ ગાયિકા લતા મંગેશકરજી (Lata Mangeshkar) હવે કોરોના વાયરસની ઝપેટમાં આવ્યા છે. તેમને સારવાર માટે મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

દેશભરમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. આ વાઈરસની ઝપેટમાં ઘણા બોલિવુડ સ્ટાર્સ આવી ચૂક્યા છે. જાણિતી ગાયિકા લતા મંગશકરજી (Lata Mangeshkar) કોરોના પોઝિટીવ થયા છે અને સારવાર માટે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં તેઓ આઈસીયુ યુનિટમાં દાખલ છે. તેમને કોરોનાના સામાન્ય લક્ષણ છે.

ઉલ્લેખનીય છે કે એકતા કપૂર (Ekta Kapoor) થોડા દિવસો પહેલા કોવિડનો શિકાર બની હતી. તેણે પોતે સોશિયલ મીડિયા (Social Media) દ્વારા માહિતી આપી હતી કે તેનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યારથી, એકતા ઘરે ક્વોરેન્ટાઈન છે. પરંતુ હજુ સુધી એકતા સ્વસ્થ થઈ નથી અને તે હજુ પણ કોવિડ પોઝિટિવ છે. જો કે આ સમય દરમિયાન તે પોતાનું મન સકારાત્મક રાખવાનો પ્રયાસ કરી રહી છે.

 

ત્યારે આ સિવાય સાઉથ એક્ટર વિષ્ણુ વિશાલનો (Actor Vishnu Vishal)  કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, છેલ્લા કેટલાક દિવસોમાં સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુ, સિંગર વિશાલ દદલાણી, અભિનેત્રી સ્વરા ભાસ્કર, મધુર ભંડારકર, પ્રતિક બબ્બર જેવા કલાકારો કોવિડ સંક્રમિત (Covid Positive) થયા છે.

 

ઉલ્લેખનીય છે કે, કોરોનાની બીજી લહેર બાદ ફરી એકવાર કોરોનાએ માથુ ઉંચક્યુ છે. સોમવારે એક દિવસમાં 1.68 લાખથી વધુ કોરોના કેસ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. ત્યારે વધતા કોરોના સંક્રમણને જોતા ત્રીજી લહેરની (Corona Third Wave)  આશંકા વર્તાઈ રહી છે.

આ પણ વાંચો: Bigg Boss 15: સલમાન ખાનની થપ્પડ પણ મંજુર હતી, ઘરની બહાર આવ્યા બાદ ઉમર રિયાસે કહ્યું, તે ફિનાલેથી એક ડગલું દૂર હતો

આ પણ વાંચો: Anu aggarwal Birthday Special : પહેલી ફિલ્મથી જ લોકો બની ગયા હતા અનુ અગ્રવાલના દીવાના, એક અકસ્માતે બદલી નાખ્યું જીવન

Published on: Jan 11, 2022 12:24 PM
g clip-path="url(#clip0_868_265)">