Allu Arjunને લાગ્યો મોટો ઝટકો, ‘આર્ય 3’ માટે વિજય દેવેરકોંડાને કરવામાં આવ્યા સાઈન!

અલ્લુ અર્જુન દક્ષિણ સિનેમાનો ચમકતો સ્ટાર છે. અભિનેતાની ફેન ફોલોઈંગ પણ મજબૂત છે. તેની ફિલ્મોના ચાહકો હંમેશા આતુરતાથી રાહ જોતા હોય છે.

Allu Arjunને લાગ્યો મોટો ઝટકો, 'આર્ય 3' માટે વિજય દેવેરકોંડાને કરવામાં આવ્યા સાઈન!
Allu Arjun, Vijay Deverakonda
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 20, 2021 | 11:45 PM

અગ્રણી તેલુગુ દિગ્દર્શક સુકુમાર (Director Sukumar) જે અલ્લુ અર્જુન (Allu Arjun) અને રશ્મિકા મંદાના (Rashmika Mandanna)ની આગામી ફિલ્મ ‘પુષ્પા’માં વ્યસ્ત છે તેમણે તેમની આગામી ફિલ્મ માટે અલ્લુ અર્જુનની જગ્યાએ વિજય દેવેરકોંડા (Vijay Deverakonda)ને સાઈન કર્યો છે. તાજેતરના અહેવાલો મુજબ ‘પુષ્પા’ સમાપ્ત થતાં જ સુકુમાર તેમની આગામી ફિલ્મની તૈયારી કરશે. સુકુમાર પોતાની આગામી ફિલ્મના પ્રી-પ્રોડક્શનનું કામ શરૂ કરવાના છે.

અલ્લુ અર્જુનના હાથમાંથી ગઈ ફિલ્મ

તેલુગુનો ‘આઈકોન સ્ટાર’ અલ્લુ અર્જુન ‘આર્ય’ અને ‘આર્ય 2’ બંનેમાં હીરો હતા. તેથી ‘આર્ય 3’ વિશેના અહેવાલો સામે આવતા જ દરેકને અલ્લુ અર્જુન અભિનીત હોવાની અપેક્ષા હતી, પરંતુ એવું લાગે છે કે સુકુમાર ‘અર્જુન રેડ્ડી’ અભિનેતા વિજય દેવેરકોંડાને ‘આર્ય 3’માં નાયક તરીકે લેવા માટે ઈચ્છુક છે. જોકે આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

જો ખરેખર વિજયને અર્જુનની જગ્યાએ લેવામાં આવે તો તે અભિનેતાના ચાહકો માટે મોટો ઝટકો હોઈ શકે છે. તે જ સમયે વિજયના ચાહકો માટે આ એક મોટી ખુશખબરી સાબિત થઈ શકે છે. સુકુમારે પહેલાથી વિજય દેવેરકોંડા સાથે તેમની આગામી ફિલ્મની જાહેરાત કરી દીધી છે, જે ફાલ્કન ક્રિએશન્સના બેનર હેઠળ બેન્કરોલ થવાની છે.

સમાચાર આવી રહ્યા છે કે વિજય દેવેરકોંડા અને સુકુમાર ‘આર્ય 3’ (Arya 3) માટે સાથે કામ કરશે. જોકે હજુ સુધી તેની સત્તાવાર પુષ્ટિ થવાની બાકી છે. ચાહકોની નજર એ વાત પર છે કે નિર્માતાઓ ખરેખર ફિલ્મ માટે કયા અભિનેતા સાઈન કરે છે.

તમને જણાવી દઈએ કે તેલુગુમાં બે સૌથી મોટી હિટ ફિલ્મો આપનાર અલ્લુ અર્જુન અને સુકુમાર – ‘આર્ય’ (Arya ) અને ‘આર્ય 2’ (Arya 2 film) તેમની ત્રીજી ફિલ્મ ‘પુષ્પા’ માટે સાથે આવ્યા છે. ‘પુષ્પા’ 17 ડિસેમ્બરે રિલીઝ થવાની છે. દરેકની નજર આ ફિલ્મ પર છે. બીજી બાજુ વિજય દેવેરકોંડા તેની આગામી ફિલ્મ ‘લાઈગર’ (Liger) માટે ટૂંક સમયમાં સ્ક્રીન પર આવવા માટે તૈયાર છે. પુરી જગન્નાથ દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં વિજયની હીરોઈન અનન્યા પાંડે (ananya pandey) છે. આ ફિલ્મનું પહેલું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો :- બોની કપૂરે ફોટો પડાવવા માટે દુર કર્યું માસ્ક, Janhvi Kapoorએ બધાની સામે આવી રીતે લગાવી ક્લાસ, જુઓ વીડિયો

આ પણ વાંચો :- Dhamaka Reactions: કાર્તિક આર્યનની ફિલ્મ ધમાકાનું ટ્રેલર ઈન્ટરનેટ પર થયું હિટ, ચાહકોએ વખાણથી ટ્વિટરને રંગ્યું

g clip-path="url(#clip0_868_265)">