Paris Fashion Week: 47 વર્ષીય ઐશ્વર્યા રાય બચ્ચને સફેદ ડ્રેસમાં કર્યું રેમ્પ વોક, અભિનેત્રીની સુંદર શૈલીએ ઉડાવ્યા ચાહકોના હોશ

બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન આજે પણ પોતાની ખુબસુરત સ્ટાઈલનો જાદુ ચાહકો પર ચલાવતી રહે છે. આજકાલ અભિનેત્રીની ખાસ તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

Paris Fashion Week: 47 વર્ષીય ઐશ્વર્યા રાય બચ્ચને સફેદ ડ્રેસમાં કર્યું રેમ્પ વોક, અભિનેત્રીની સુંદર શૈલીએ ઉડાવ્યા ચાહકોના હોશ
Aishwarya rai
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 04, 2021 | 10:11 PM

બોલિવૂડની સુંદર અભિનેત્રી ઐશ્વર્યા રાય (aishwarya rai) તેમના ચાહકોના દિલ પર રાજ કરે છે. ઐશ્વર્યાની સુંદરતાના ચાહકો વિદેશમાં પણ દીવાના છે. તાજેતરમાં જ ઐશ્વર્યા રાય બચ્ચન પેરિસ ફેશન વીકમાં સફેદ ડ્રેસમાં રેમ્પ વોક કરતી જોવા મળી છે. પેરિસ ફેશન વીક (Paris Fashion Week)માં ઐશ્વર્યા રાયનો દેખાવ કોઈ પરીથી ઓછો લાગતો નથી. અભિનેત્રીની શૈલીએ ફરી એકવાર ચાહકોના દિલને ઘાયલ કર્યા છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

પરી જેવી લાગતી હતી ઐશ્વર્યા

ઐશ્વર્યાએ અહીં ખુલ્લા વાળ અને ન્યૂડ મેકઅપ સાથે પોતાનો લુક અલગ રીતે રજૂ કર્યો છે. આ જ કારણ છે કે ઐશ્વર્યાએ પોતાની સ્ટાઈલથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. તમને જણાવી દઈએ કે ઐશ્વર્યા રાય બચ્ચન હાલમાં પતિ અભિષેક બચ્ચન અને પુત્રી આરાધ્યા સાથે પેરિસમાં છે.

ઐશ્વર્યા પતિ અને પુત્રી સાથે પેરિસ ફેશન વીક 2021માં ભાગ લેવા માટે અહીં આવી છે. આ દરમિયાન અભિનેત્રીએ સફેદ રંગના ડ્રેસમાં રેમ્પ વોક કર્યું હતું, આ દરમિયાન અભિનેત્રીના ફોટા સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહ્યા છે. દરેક લોકો અભિનેત્રીની શૈલીની પ્રશંસા કરી રહ્યા છે ફોટો પરથી એવું લાગતું નથી કે તે 47 વર્ષની છે.

અભિષેકે શેર કરી આ તસવીર (Abhishek insta post)

એટલું જ નહીં, અભિષેક બચ્ચને (Abhishek Bachchan) ઈન્સ્ટા સ્ટોરી પર એક વીડિયો શેર કર્યો છે અને જેમાં એફિલ ટાવરનો સુંદર નજારો રાત્રે દેખાય છે. આ વીડિયો શેર કરતા અભિષેકે લખ્યું છે કે જ્યારે પેરિસ ચમકે છે.

ઐશ્વર્યા રાય ટૂંક સમયમાં ગુલાબ જામુનમાં જોવા મળશે

હવે જો આપણે ઐશ્વર્યા રાય બચ્ચન (aishwarya rai new films)ના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો આ દિવસોમાં અભિનેત્રી તેમની આગામી તમિલ ફિલ્મ વિશે ઘણી ચર્ચામાં છે. ઐશ્વર્યા રાય બચ્ચન ટૂંક સમયમાં પોન્નીયન સેલ્વન (Ponniyin Selvan)માં જોવા મળશે. દરેકની નજર આ ફિલ્મ પર છે. એવી અપેક્ષા છે કે ચાહકોને ફિલ્મમાં અભિનેત્રીનું વિશેષ રૂપ જોવા મળશે. આ સિવાય તે અનુરાગ કશ્યપની ફિલ્મ ગુલાબ જામુનમાં પણ જોવા મળશે. અભિનેત્રીને છેલ્લે ચાહકોએ ‘ફન્ને ખાન’માં જોઈ હતી. આ ફિલ્મ વધારે કોઈ કમાલ કરી શકી નથી.

આ પણ વાંચો:- Aryan Khan Drug Case: ડ્રગ્સ કેસ 7 ઓક્ટોબર સુધી લંબાવવામાં આવી આર્યન ખાન અને તેના મિત્રોની રિમાન્ડ, NCB કરશે પૂછપરછ

આ પણ વાંચો:- Cruise Party EXCLUSIVE Video: ડ્રગ્સ, ડીજે, ડાન્સ સાથે મચી રહી હતી ધૂમ, જુઓ જ્યાં આર્યન ખાન જોડાયો હતો તે પાર્ટીનો વીડિયો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">