ઓસ્કાર 2022: જાણો ભારતમાં ક્યારે અને ક્યાં 94મા એકેડેમી એવોર્ડ્સ લાઈવ જોઈ શકાશે
વિશ્વ સિનેમા જગતમાં સૌથી પ્રતિષ્ઠિત ગણાતો ઓસ્કાર એવોર્ડ્સ સમારોહ 2022 એ કોરોના મહામારીના 3 વર્ષ પછી આજે રાતે લાઈવ યોજવા જઈ રહ્યો છે. ત્યારે તમે પણ ઘરેબેઠા આ સમારંભનું પ્રસારણ નિહાળી શકો છો.
આપણે સૌ જાણીએ છીએ તેમ ઓસ્કાર એવોર્ડ્સ (Oscars Awards) એ હોલીવુડ (Hollywood) માટે સૌથી મહત્વપૂર્ણ અને સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ સેરેમની ગણાય છે. આજની રાત્રિથી શરુ થનારો ઓસ્કાર એવોર્ડ્સ 2022 એ હોલીવુડની હસ્તીઓ માટે ઉજવણીની રાત્રિ છે. આ વર્ષે ફિલ્મોને લગતી લગભગ 23 કેટેગરીમાં લોકોને એવોર્ડ આપવામાં આવશે. સમગ્ર દુનિયાની નજર અત્યારે ઓસ્કાર એવોર્ડ્સ પર ટકેલી છે. દર વર્ષે યોજાતા આ એવોર્ડ શોમાં આવતી સેલેબ્સની એક ઝલક કેદ કરવા માટે પાપારાઝીઓ (Paparazzi) ખુબ ઉત્સાહિત હોય છે. આજે રાત્રે આ સેરેમનીનું પ્રસારણ થશે.
આજે રાતે એટલે કે 27/03/2022ના રોજ આખી દુનિયાનો સૌથી મોટો ફિલ્મ એવોર્ડ શો પૂર્ણ થવાનો છે. અમેરિકાના લોસ એન્જલસમાં યોજાનારા 94મા એકેડેમી એવોર્ડ્સ એટલે કે ‘ઓસ્કર 2022’ને લઈને સમગ્ર વિશ્વ ખૂબ જ ઉત્સાહિત છે. કારણ કે કોરોના મહામારી બાદ હોલીવુડના ચાહકોની લગભગ 3 વર્ષથી જોવાતી રાહ હવે પૂરી થઈ ગઈ છે.
અમે તમને જણાવી દઈએ કે, આજે ફરી એકવાર વિશ્વના મનપસંદ કલાકારો માટે રેડ કાર્પેટ સજાવવામાં આવ્યું છે, અને આ એવોર્ડ શો ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યો છે. ફિલ્મોને લઇ કરતી આ સૌથી મોટી ઉજવણી લોસ એન્જલસના ડોલ્બી થિયેટરમાં યોજાવા જઈ રહી છે. તો ચાલો આપણે ભારતમાં આ એકેડેમી એવોર્ડ્સ લાઈવ સ્ટ્રીમ ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકીએ તેના પર એક નજર કરીએ.
તમે આ શો ટીવી અને ઓનલાઈન જોઈ શકો છો
ઓસ્કાર એવોર્ડ્સ આજથી એટલે કે 27 માર્ચથી શરૂ થવા જઈ રહ્યો છે, પરંતુ ભારતીય સમયના તફાવતને કારણે, આપણે 28/03/2022, સોમવારના રોજ ભારતમાં આ શો જોઈ શકીશું. યુએસમાં 27 માર્ચે લાઈવ થયેલો આ શો, ભારતમાં 28/03/2022ના રાત્રે 8 વાગ્યે ET (વેબસાઈટ) અને સાંજે 5 વાગ્યે PT (વેબસાઈટ) અને સવારે 5:30 વાગ્યે Hotstar પર જોઈ શકાશે. અમે તમને જણાવી દઈએ કે, આ શો હોટસ્ટાર ઉપરાંત અન્ય વેબસાઈટ તેમજ ટીવી ચેનલો પર જોઈ શકાશે. આ શો સ્ટાર વર્લ્ડ અને સ્ટાર મૂવીઝ પર આવતીકાલે સવારે 6.30 વાગ્યે પ્રસારિત થશે.
આ 3 સેલિબ્રિટી આ વખતે ઓસ્કાર હોસ્ટ હશે
લગભગ 3 વર્ષ પછી એકેડમી એવોર્ડ્સ ‘ઓન ગ્રાઉન્ડ’ યોજાવા જઈ રહ્યા છે, આ વખતે એક નહીં, બે નહીં, પરંતુ ત્રણ સેલિબ્રિટી આ શોને હોસ્ટ કરતી જોવા મળશે. કોમેડિયન એમી શૂમર તેમજ રેજીના હોલ અને વાન્ડા સાઈક્સ આ જવાબદારી નિભાવતા જોવા મળશે. અમે તમને જણાવી દઈએ કે, અમેરિકન ટીવીની પ્રખ્યાત હોસ્ટ એલેન પણ આ શોને ઘણી વખત હોસ્ટ કરી ચૂકી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ એવોર્ડ શો માટે હોલીવુડના જાણીતા કલાકારો તેમજ વિશ્વભરના ઘણા પ્રખ્યાત કલાકારો અને સેલિબ્રિટીઓને આમંત્રિત કરવામાં આવ્યા છે. તેમના ફેન્સ પણ એ જોવા માટે ખૂબ જ ઉત્સુક છે કે તેમના ફેવરિટ એક્ટર્સ રેડ કાર્પેટ પર કયા ડિઝાઇનરના કપડાં પહેરશે.
એક ભારતીય ડોક્યુમેન્ટ્રીને ઓસ્કાર નોમિનેશન મળ્યું છે
94મા એકેડેમી એવોર્ડ 2022માં ભલે ભારતની કોઈ ફિલ્મને ‘વિદેશી ફિલ્મોની કેટેગરી’માં નોમિનેશન મળ્યું ન હોય, પરંતુ ભારતમાંથી ડોક્યુમેન્ટરી કેટેગરીમાં ડોક્યુમેન્ટરીને નોમિનેશન મળ્યું છે. દિલ્હીના બે ફિલ્મ નિર્માતાઓ – રિન્ટુ થોમસ અને સુષ્મિત ઘોષે આ ડોક્યુમેન્ટરીનું નિર્માણ કર્યું છે. આ ડોક્યુમેન્ટ્રીનું નામ ‘રાઈટીંગ વિથ ફાયર’ છે.
આ પણ વાંચો –મિસ યુનિવર્સ હરનાઝ સંધુએ ‘ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ’ના મંચ પર કહી કંઈક આ વાત….