The Kashmir Files:’ હવે આ એક ફિલ્મ નથી, પણ Emotion છે’,ફિલ્મને લઈને થઈ રહેલા રાજકારણ અંગે અનુપમ ખેરે વ્યક્ત કરી નારાજગી
આ ફિલ્મને લઈને કેટલાક લોકો રાજકારણ કરતા જોવા મળી રહ્યા છે,જેને લઈને અભિનેતા અનુપર ખેરે (Actor Anupam Kher) કટાક્ષ કર્યો છે. અભિનેતાએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યુ 'હવે આ ફિલ્મ નથી રહી, પણ એક ઉત્સાહ છે ! એક ભાવ એક Emotion છે,જય શિવ શંકર.'
The Kashmir Files:આ ફિલ્મે માત્ર આઠ દિવસમાં 100 કરોડનો આંકડો પાર કરી લીધો છે અને બોક્સ ઓફિસ ( Box Office) પર ધમાલ મચાવી દીધી છે. ત્યારે કેટલાક પક્ષો આ ફિલ્મને લઈને રાજકારણ કરતા જોવા મળી રહ્યા છે, જેને લઈને અભિનેતા અનુપર ખેરે (Actor Anupam Kher) કટાક્ષ કર્યો છે. અનુપમે ઈન્સ્ટાગ્રામ પર લખ્યુ ‘હવે આ ફિલ્મ નથી રહી, પણ એક ઉત્સાહ છે ! એક ભાવ એક Emotion છે,જય શિવ શંકર.’
જુઓ વાયરલ પોસ્ટ
કાશ્મીરી પંડિતોના નરસંહાર પર આધારિત આ ફિલ્મ (Film) માત્ર ભારતમાં જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય લેવલે પણ તેનો દબદબો જોવા મળી રહ્યો છે.આ ફિલ્મે પ્રથમ સપ્તાહમાં 11.4 કરોડનું કલેક્શન કર્યું છે. શરૂઆતમાં આ ફિલ્મ 9 દેશોમાં માત્ર 100 સ્ક્રીનમાં રિલીઝ થઈ હતી. જો કે વધતી માગને જોતા, ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ 25 દેશોમાં 350 સ્ક્રીન્સમાં રિલીઝ કરવામાં આવી.
ધ કાશ્મીર ફાઈલ્સ’એ અત્યાર સુધી કેટલી કમાણી કરી ?
તમને જણાવી દઈએ કે, તરણ આદર્શના (Taran Aadarsh)જણાવ્યા અનુસાર ફિલ્મે પહેલા અઠવાડિયામાં 116 કરોડથી વધુની કમાણી કરી લીધી છે. સાથે જ ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે અનુમાન લગાવ્યું છે કે એક જ દિવસમાં 19 કરોડથી વધુની કમાણી કરીને રેકોર્ડ બનાવનારી ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સ 150 કરોડથી વધુની કમાણી કરી શકે છે. તમને જણાવવુ રહ્યું કે,અત્યારે આ ફિલ્મ તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમમાં પણ ડબ થઈ રહી છે.
વિવેક અગ્નિહોત્રીને સરકારે Y શ્રેણીની સુરક્ષા આપી
ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સના (The Kashmir Files) દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રીને (Vivek Agnihotri) સરકારે Y શ્રેણીની સુરક્ષા પૂરી પાડી છે. વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ બોક્સ ઓફિસ પર સતત સારો બિઝનેસ કરી રહી છે. વિવેક અગ્નિહોત્રીએ પોતાની ફિલ્મમાં કાશ્મીરી પંડિતો (Kashmiri Pandit) પર થયેલા અત્યાચારની કહાની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’મા બતાવી છે. આ ફિલ્મ રજૂ થયા બાદ ફરી એકવાર સમગ્ર દુનિયાની સામે કાશ્મીરી પંડિતો પરના અત્યાચારની હકીકીત સામે આવી છે, કે કેવી રીતે આતંકવાદીઓએ ત્યાં સ્થાયી થયેલા કાશ્મીરી પંડિતોને બંદૂકની અણી પર રાતોરાત નિરાશ્રિત બનાવી દીધા હતા.