AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું રિલેશનશિપમાં છે અમિતાભની દોહિત્રી ? આ કારણે નવ્યા નંદા અને સિદ્ધાંત ચતુર્વેદીના ડેટિંગની અફવાઓએ વેગ પકડ્યો

સિદ્ધાંત ચતુર્વેદી (Siddhant Chaturvedi) છેલ્લે દીપિકા પાદુકોણ અને અનન્યા પાંડે સાથે ફિલ્મ 'ગહેરાઈયાં'માં જોવા મળ્યો હતો. આગામી સમયમાં તે કેટરિના કૈફ અને ઈશાન ખટ્ટર સાથે 'ફોન ભૂત'માં અને અનન્યા પાંડે અને આદર્શ ગૌરવ સાથે 'ખો ગયે હમ કહાં'માં જોવા મળશે.

શું રિલેશનશિપમાં છે અમિતાભની દોહિત્રી ? આ કારણે નવ્યા નંદા અને સિદ્ધાંત ચતુર્વેદીના ડેટિંગની અફવાઓએ વેગ પકડ્યો
Navya Nanda And Siddhant Chaturvedi Affair
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 22, 2022 | 1:43 PM
Share

નવ્યા નવેલી નંદાએ  (Navya Naveli Nanda) તેની તાજેતરની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ બદલી છે, અફવાઓ વચ્ચે આ પોસ્ટ બદલતા અફવાઓને વેગ મળ્યો છે.એટલુ જ નહીં નવ્યાએ સિદ્ધાંતના એક તસવીર પર કરેલી કમેન્ટને પણ કાઢી નાખી, જેનાથી તેઓ સાથે હોઈ શકે તેવી અટકળોને વધુ વેગ મળ્યો. ઘણા ઇન્સ્ટાગ્રામ યુઝર્સે કમેન્ટ કરી કે તેઓ બંને એક કપલ છે. જોકે, થોડા સમય પહેલા એક ઈન્ટરવ્યુમાં સિદ્ધાંતે  (Siddhant Chaturvedi) પણ કબૂલ્યું હતું કે તે તેના જીવનમાં કોઈ છે, તે સિંગલ નથી. હા, એ બીજી વાત છે કે તેણે નવ્યાનું નામ નથી લીધું.

આ કારણે અફવાઓને વેગ મળ્યો

નવ્યા અને સિદ્ધાંત ઘણીવાર એકબીજાની પોસ્ટ પર હિડેન ઇમોજી શેર કરે છે. ઇમોજી ઘણીવાર સૂર્ય અને ચંદ્ર સાથે રિલેટેડ હોય છે. કેટલાક ચાહકોને શંકા છે કે તેઓ કેટલાક સમયથી ડેટિંગ કરી રહ્યા છે, ત્યારે અન્ય ઘણા લોકોએ પણ નવ્યા અને સિદ્ધાંતની તાજેતરની પોસ્ટ પછી સમાન ધારણાઓ વ્યક્તકરી હતી. નવ્યાએ સોમવારે પોતાની બે તસવીરો પોસ્ટ કરી હતી, જેમાં તેણીને એક હિલ સ્ટેશનની ટેરેસ પર દેખાતી હતી, અને તેને કેપ્શન આપ્યું હતું, “ચંદ્રમાં દ્વારા ફોટો પડાવ્યો”, એક ચંદ્રમા, અર્ધચંદ્રાકાર અને સાથે સ્ટારના ઇમોજીસ પણ શેર કર્યા હતા.

નવ્યાએ કોમેન્ટ ડિલીટ કરી

આ દરમિયાન સિદ્ધાંતે પહાડો પરથી એક તસવીર પણ પોસ્ટ કરી હતી, જેમાં લખ્યું હતું, “ક્યાંક પહાડીની ટોચ પર એક બેંચ છે, અમારી વૃદ્ધાવસ્થાની વાતચીતની રાહ જોઈ રહી છે…” નવ્યાએ તેની તસવીર પર હસતા સૂર્યની ઈમોજી કમેન્ટ કરી. . સિદ્ધાંતે ઋષિકેશમાં તેના એડવેન્ચર્સનો વીડિયો મોન્ટેજ પણ શેર કર્યો હતો અને ક્લિપ્સમાંથી એક ટેરેસ પરથી નવ્યા જેવી છોકરી જોવા મળી હતી. તેથી અટકળોને વધુ વેગ આપવા માટે, તેણે તેને કેપ્શન આપ્યું, “આપણુ મન અને ચંદ્ર બંને ક્લિયર !” આ ઉપરાંત, અમિતાભ બચ્ચને પણ તાજેતરમાં જ તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઋષિકેશની એક તસવીર પોસ્ટ કરી હતી જેમાં જણાવાયું હતું કે તે નવ્યા દ્વારા ક્લિક કરવામાં આવી હતી.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો- 

આ પણ વાંચો:  TRP રિપોર્ટ 15 : TRPના મામલામાં ‘અનુપમા’ ફરી એકવાર નંબર 1 પર, ‘નાગિન 6’ ફેંકાઈ રેસમાંથી બહાર

આ પણ વાંચો:  Jersey : YouTube પર પહેલાથી જ અપલોડ છે તેલુગુમાં બનેલી હિન્દી ડબ ફિલ્મ, જાણીને પણ ગભરાયા નહીં શાહિદ કપૂર, જાણો કારણ

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">