AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : નાના પાટેકરે રાત્રે 2:30 વાગ્યે કોને કર્યો હતો છેલ્લો મેસેજ? હોસ્પિટ પહોંચે તે પહેલા જ અટક્યા શ્વાસ

વરિષ્ઠ અભિનેતા નાના પાટેકરને સવારે લગભગ 4:20 વાગ્યે હોસ્પિટલમાં મૃત હાલતમાં (બ્રોટ ડેડ) લાવવામાં આવ્યા હતા. હોસ્પિટલના ડોક્ટરોએ CPR આપીને તેમને બચાવવાના તમામ પ્રયાસો કર્યા હતા, પરંતુ તેમને બચાવી શકાયા ન હતા અને સવારે 5:20 વાગ્યે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

Breaking News : નાના પાટેકરે રાત્રે 2:30 વાગ્યે કોને કર્યો હતો છેલ્લો મેસેજ? હોસ્પિટ પહોંચે તે પહેલા જ અટક્યા શ્વાસ
na na patekar last message
| Updated on: Oct 08, 2026 | 9:55 AM
Share

મણિપાલ હોસ્પિટલના ઓન્કોલોજી વિભાગના વડા ડૉ. શેખર સાલકરે મીડિયાને જણાવ્યું હતું કે વરિષ્ઠ અભિનેતા નાના પાટેકરને સવારે લગભગ 4:20 વાગ્યે હોસ્પિટલમાં મૃત હાલતમાં (બ્રોટ ડેડ) લાવવામાં આવ્યા હતા. હોસ્પિટલના ડોક્ટરોએ CPR આપીને તેમને બચાવવાના તમામ પ્રયાસો કર્યા હતા, પરંતુ તેમને બચાવી શકાયા ન હતા અને સવારે 5:20 વાગ્યે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

રાતે 2:30 વાગ્યે મિત્રને મોકલ્યો મેસેજ

ડૉ. સાલકરના જણાવ્યા અનુસાર, નાના પાટેકરે રાત્રે લગભગ 2:30 વાગ્યે એક મિત્રને મેસેજ મોકલીને જણાવ્યું હતું કે તેમની તબિયત સારી નથી અને તેમને શરીરની ડાબી બાજુએ દુખાવો થઈ રહ્યો છે. મોડી રાત હોવાને કારણે મિત્રએ મેસેજ સમયસર જોયો ન હતો. જ્યારે મિત્ર સવારે લગભગ 4:00 વાગ્યે તેમના નિવાસસ્થાને પહોંચ્યા, ત્યારે નાના પાટેકરને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી અને તેઓ પરસેવાથી રેબઝેબ હતા.

ત્યારબાદ, તેમના સંભાળ રાખનાર વ્યક્તિ હોસ્પિટલમાંથી એમ્બ્યુલન્સ લઈને ત્યાં પહોંચ્યા. એમ્બ્યુલન્સ પહોંચે તે પહેલાં જ તેઓ સંપૂર્ણપણે બેભાન થઈ ગયા હતા; તેમને ઘરેથી હોસ્પિટલ લઈ જતી વખતે CPR આપવામાં આવ્યું હતું, પરંતુ ઘણું મોડું થઈ ચૂક્યું હતું.

પોસ્ટમોર્ટમ માટે મૃતદેહ ગોવા મેડિકલ કોલેજ મોકલાયો

ડૉ. સાલકરે સ્પષ્ટ કર્યું કે હોસ્પિટલ લાવવામાં આવ્યા ત્યાં સુધીમાં તેમનું અવસાન થઈ ચૂક્યું હતું અને મૃત્યુનું ચોક્કસ કારણ અસ્પષ્ટ હોવાથી, નિયમો અનુસાર મેડિકો-લીગલ કેસ (MLC) નોંધવામાં આવ્યો છે. પોલીસની હાજરીમાં પોસ્ટમોર્ટમ તપાસ માટે મૃતદેહને ગોવા મેડિકલ કોલેજ (GMC) ખાતે ખસેડવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસ બાદ જ સમગ્ર સ્થિતિ સ્પષ્ટ થશે.

પરિવારને આ ઘટના વિશે જાણ કરવામાં આવી

તેમણે એ પણ જણાવ્યું હતું કે નાના પાટેકર અગાઉ ક્યારેય દર્દી તરીકે આ હોસ્પિટલમાં દાખલ થયા ન હતા; તેથી, હોસ્પિટલ પાસે તેમના ભૂતકાળના તબીબી ઇતિહાસ અંગે કોઈ માહિતી નથી. તેમના પરિવારને આ ઘટના વિશે જાણ કરવામાં આવી છે.

Follow Us
g clip-path="url(#clip0_868_265)">