AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અંધેરી મેજિસ્ટ્રેટ કોર્ટે અભિનેતા સલમાન ખાનને પાઠવ્યુ સમન્સ, જાણો શું છે મામલો ?

ફરિયાદી અશોક શ્યામલ પાંડેએ સલમાન ખાન અને તેના બોડી ગાર્ડ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 324, 392, 426, 506 (II) r/w 34 હેઠળ ફરિયાદ નોંધાવી હતી.

અંધેરી મેજિસ્ટ્રેટ કોર્ટે અભિનેતા સલમાન ખાનને પાઠવ્યુ સમન્સ, જાણો શું છે મામલો ?
Actor Salman Khan (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 23, 2022 | 6:52 AM
Share

Mumbai : બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું (Salman Khan) નામ વિવાદોમાં આવવું કોઈ નવી વાત નથી. ‘દબંગ’ અભિનેતા છેલ્લા ઘણા સમયથી ‘અદાલત’માં (Andheri Court) તેની કાનૂની લડાઈ લડી રહ્યો છે. પરંતુ તેમની મુશ્કેલીઓ વધી રહી છે. સમાચાર એજન્સી ANI અનુસાર, અંધેરી મેટ્રોપોલિટન કોર્ટે મંગળવારે એક પત્રકાર દ્વારા દાખલ કરવામાં આવેલા હુમલાના કેસમાં બોલિવૂડ (Bollywood) અભિનેતા સલમાન ખાન અને તેના બોડી ગાર્ડ સામે સમન્સ જાહેર કર્યું છે.

તમને જણાવી દઈએ કે, ફરિયાદી અશોક શ્યામલ પાંડેએ સલમાન ખાન અને તેના બોડી ગાર્ડ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 324, 392, 426, 506 (II) r/w 34 હેઠળ ફરિયાદ નોંધાવી હતી.

જુઓ કોર્ટનો આદેશ

court order

તપાસ અધિકારીએ કેસ નોંધ્યો

કોર્ટના આ આદેશ મુજબ, ફરિયાદીએ આરોપી વિરુદ્ધ CrPC ની કલમ 156(3) હેઠળ નિર્દેશો જારી કરવાની વિનંતી કરી છે. એક અહેવાલ મુજબ, આ ઘટના 4 સપ્ટેમ્બર, 2019 ના રોજ બની હતી, જેમાં ફરિયાદી અને સૂચિત આરોપી સલમાન ખાન વચ્ચે વિવાદ થયો હતો. તપાસ અધિકારીએ આરોપીઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 504, 506 હેઠળ ગુનો નોંધ્યો છે.

જાણો શું છે કલમોમાં સજાની જોગવાઈ?

ભારતીય દંડ સંહિતાની કલમ 504 જણાવે છે કે જે કોઈ પણ વ્યક્તિ જાણીજોઈને અપમાન કરે છે અને તેના દ્વારા જાહેર શાંતિનો ભંગ કરવા અથવા અન્ય કોઈ અપરાધ કરવાના ઈરાદા સાથે કોઈ પણ વ્યક્તિ ઉશ્કેરણી કરે છે, તો તે બંનેના દોષિતો માટે જવાબદાર રહેશે.ઉપરાંત તે સજાને પાત્ર છે. કલમ 506 જણાવે છે કે, જે કોઈ ધાકધમકીનો ગુનો કરે છે, તેને બે વર્ષ સુધીની મુદત માટે કેદની સજા કરવામાં આવશે અથવા દંડ અને બંને સાથે સજા પણ થઈ શકે છે.

આ પણ વાંચો  :  રણબીર કપૂરના ફોનનો ફોટો વાયરલ થયો, ફોનમાં આલિયા ભટ્ટનું નહીં પરંતુ આ વ્યક્તિનું વોલ પેપર છે

આ પણ વાંચો  : The Kashmir Files માં બાળ કલાકારે કડકડતી ઠંડીમાં બે મહિના સુધી શૂટિંગ કર્યું, દમદાર એક્ટિંગથી દર્શકોના દિલ જીતી લીધા

Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">