રણબીર કપૂરના ફોનનો ફોટો વાયરલ થયો, ફોનમાં આલિયા ભટ્ટનું નહીં પરંતુ આ વ્યક્તિનું વોલ પેપર છે
રણબીર કપૂર અને આલિયા ભટ્ટ તાજેતરમાં એરપોર્ટ પર સાથે જોવા મળ્યા હતા. બંને કદાચ સાથે વેકેશન પર જઈ રહ્યા હતા, પરંતુ આ દરમિયાન બંને કરતા રણબીરના ફોન પર સૌનું વધુ ધ્યાન ગયું.

Ranbir Kapoor : સોમવારે સવારે રણબીર કપૂર (Ranbir Kapoor) અને આલિયા ભટ્ટ (Alia Bhatt) એરપોર્ટ પર જોવા મળ્યા હતા. બંને સાથે વેકેશન પર જઈ રહ્યા હતા. જો કે કેમેરા આ બંનેને કેદ કરી રહ્યો હતો, પરંતુ આ દરમિયાન એક બીજી વસ્તુ કેમેરામાં કેદ થઈ ગઈ અને તે છે રણબીરના ફોનનું વોલ પેપર. રણબીરે પોતાના ફોનમાં ઋષિ કપૂર (Rishi Kapoor)નો ફોટો વોલ પેપરમાં રાખ્યો છે. આ બધું જોઈને ચાહકો ખૂબ જ ખુશ અને ભાવુક થઈ ગયા. તમને જણાવી દઈએ કે, આ ફોટો ઋષિ કપૂરે વર્ષ 2018માં ટ્વિટર પર શેર કર્યો હતો. ચાહકો રણબીરના વખાણ કરી રહ્યા છે કે કેવી રીતે આજે પણ તે તેના પિતાને હંમેશા પોતાની નજીક રાખે છે.
View this post on Instagram
ઋષિ કપૂરના મૃત્યુ બાદ પરેશ રાવલે આ ફિલ્મ પૂરી કરી
તમને જણાવી દઈએ કે ટૂંક સમયમાં જ ઋષિ કપૂર (Rishi Kapoor)ની ફિલ્મ શર્માજી નમકીન રિલીઝ થવા જઈ રહી છે. ઋષિની આ છેલ્લી ફિલ્મ હતી. જો કે, આ ફિલ્મના શૂટિંગ દરમિયાન અભિનેતાનું મૃત્યુ થયું હતું. ઋષિના મૃત્યુ બાદ પરેશ રાવલે આ ફિલ્મ પૂરી કરી હતી.
આ ઋષિ કપૂરની છેલ્લી ફિલ્મ હતી
હિતેશે કહ્યું હતું કે, અગાઉ રણબીરને પ્રોસ્થેટિક અને વીએફએક્સ દ્વારા ફિલ્મમાં સામેલ કરવામાં આવી રહ્યો હતો. પરંતુ ત્યારબાદ પરેશ રાવલને આ માટે ફાઈનલ કરવામાં આવ્યા હતા. અમે જાણતા હતા કે અમારી પાસે એક મોટી જવાબદારી છે કારણ કે આ ઋષિ કપૂરની છેલ્લી ફિલ્મ હતી, તેથી અમારે તે તેમના માટે, તેમના પરિવાર અને ચાહકો માટે કરવાનું હતું. તે ખૂબ જ મુશ્કેલ કાર્ય હતું,
આ ફિલ્મમાં હવે પરેશ રાવલ, જુહી ચાવાલા, સુહેલ નાયર, તારુક રાયના, સતીશ કૌશિક, શીબા ચઢ્ઢા અને ઈશા તલવાર છે. રણબીર પણ તેના પિતાની છેલ્લી ફિલ્મ જોવા માટે ઉત્સાહિત છે. થોડા દિવસો પહેલા તેનો વીડિયો સામે આવ્યો હતો જેમાં તે કહે છે કે આ ફિલ્મ તેના માટે ખૂબ જ ખાસ છે. બીજી તરફ રણબીરની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો તે હવે ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં જોવા મળવાનો છે.
આ પણ વાંચો : Bihar: બિહારના પૂર્વ મુખ્યપ્રધાન લાલુ પ્રસાદ યાદવની તબિયત લથડી, AIIMSમાં રેફર કરવાની માંગ