AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

The Mother Movie Review: ‘ધ મધર’ ફિલ્મમાં ફાઈટર માતા તરીકે જોવા મળી જેનિફર લોપેઝ, જાણો દર્શકોને કેવી લાગી આ ફિલ્મ

The Mother Movie Review in Gujarati : 14 મેના રોજ આખી દુનિયામાં મધર્સ ડેની ઊજવણી કરવામાં આવશે. આ ખાસ દિવસ પહેલા જેનિફર લોપેઝની 'ધ મધર' ફિલ્મની ભારે ચર્ચા થઈ રહી છે. ચાલો જાણીએ એક ફાઈટર માતા પર બનેલી આ ફિલ્મનો રિવ્યૂ.

The Mother Movie Review: 'ધ મધર' ફિલ્મમાં ફાઈટર માતા તરીકે જોવા મળી જેનિફર લોપેઝ, જાણો દર્શકોને કેવી લાગી આ ફિલ્મ
The Mother Movie Review
TV9 Gujarati
| Edited By: | Updated on: May 13, 2023 | 7:17 PM
Share

દુનિયાની દરેક માતા એક ફાઈટર હોય છે. તે હાઉસ વાઈફ હોય કે વર્કિંગ વુમન, તેના સંતાન માટે તે અશક્ય કામને પણ શક્ય બનાવી દેતી હોય છે. મ્યૂઝિક આર્ટિસ્ટ , પ્રોડયૂસર અને અભિનેત્રી જેનિફર લોપેઝ આવી જ ફાઈટર માતાની વાર્તા લઈને ઓટીટી પ્લેફોર્મ નેટફિલ્કસ પર આવી છે. ચાલો જાણીએ નિકી કારોના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મનો રિવ્યૂ.

જણાવી દઈએ કે જેનિફર લોપેઝની આ ફિલ્મ ખાસ કમાલ કરી શકી નથી. મનોરંજનની દ્રષ્ટિએ આ ફિલ્મમાં કઈ અલગ જોવા મળ્યું નથી. આ ફિલ્મમાં કોઈ સસ્પેન્સ પણ નથી, તેની તમે કોઈ અન્ય કામ કરતા કરતા આ ફિલ્મ સમય પસાર કરવા જોઈ શકો છો. ફિલ્મમાં કેટલાક રમૂજી સીન અને ભરપૂર એક્શન સીન જોવા મળશે. પણ ફેન્સને આ ફિલ્મ વધારે ગમી નથી. જેના કારણે ફિલ્મનું રેટિંગ સતત નીચું જોવા મળી રહ્યું છે. મોટા ભાગના દર્શકોએ આ ફિલ્મને 10માંથી 5 રેટિંગ આપ્યું છે.

આ પણ વાંચો : આપના નેતા રાઘવ ચઢ્ઢાની ખુશી થઈ ડબલ, ટ્વિટ કરીને કહ્યું- દિવસ બની ગયો છે ખાસ, જાણો સગાઈ સિવાય બીજું શું છે કારણ?

ધ મધર ફિલ્મની વાર્તા ટૂંકમાં જાણો

  • ‘ધ મધર’ એક એક્શન-થ્રિલર ફિલ્મ છે, જેમા જેનિફર લોપેઝ માતાના રોલમાં જોવા મળશે.
  • એડલ્ટ ભાષા અને લડાઈના ખતરનાક સીનને કારણે આ ફિલ્મ બાળકો સાથે ન જોવા જોઈએ.
  • એક્શન લવર અને જેનિફર લોપેઝના ફેન્સે આ ફિલ્મ જરુરથી જોવી જોઈ પણ મગજ ચલાવ્યા વગર.
  • જેનિફર લોપેઝ આ ફિલ્મમાં એફબીઆઈ એજન્ટ તરીકે પણ જોવા મળશે.
  • એક મિશન દરમિયાન તે ગર્ભવતી બને છે. પોતાની નવજાત બાળકીને બચવવા તેણે તેનાથી દૂર થવું પડે છે.
  • 12 વર્ષ બાદ તેની દીકરીને કેટલાક લોકો કીદનેપ કરે છે. તેને બચાવવા માટે જેનિફર લોપેઝનો સંઘર્ષ શરુ થાય છે.

‘ધ મધર’ મૂવીનું શાનદાર ટ્રેલર

  • ફિલ્મનું નામ – ધ મધર
  • ફિલ્મ રીલીઝ – 12 મે ( નેટફ્લિક્સ)
  • સમય – 1 કલાક 55 મિનિટ
  • દિગ્દર્શક – નિકી કેરો
  • લેખકો – મીશા ગ્રીન (સ્ક્રીનપ્લે) (વાર્તા), એન્ડ્રીયા બર્લોફ (સ્ક્રીનપ્લે), પીટર ક્રેગ (સ્ક્રીનપ્લે )
  • મુખ્ય સ્ટાર કાસ્ટ- જેનિફર લોપેઝ (માતા), લ્યુસી પેઝ, ઓમરી હાર્ડવિક, જોસેફ ફિનેસ, ગેલ ગાર્સિયા બર્નલ

આ પણ વાંચો : West Bengal: મમતા બેનર્જીના ઘરે પહોંચ્યો સલમાન ખાન, CMની સાથે કરી મુલાકાત

ધ મધર ફિલ્મની રસપ્રદ વાતો

  1. જાન્યુઆરી 2022 માં ગ્રાન કેનેરિયા ટાપુ પર થોડા દિવસોના શૂટિંગ પછી, ફિલ્મ ક્રૂમાં કોવિડના ફેલાવાના કારણે શૂટિંગ અસ્થાયી રૂપે રદ કરવું પડ્યું હતુ.25મી ફેબ્રુઆરી, 2022ના રોજ શૂટિંગ ફરી શરૂ થયું હતું.
  2. Quezas Quezas Quezas સોન્ગ આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યુ છે. જેનિફર લોપેઝે 2013 માં એન્ડ્રીયા બોસેલી સાથે પોતે ગીતનું રેન્ડિશન રેકોર્ડ કર્યું હતું.
  3. આ ફિલ્મમાં માલુમાનું ગીત “માલા મિયા” દર્શાવવામાં આવ્યું હતું. માલુમાએ ફિલ્મ મેરી મીમાં જેનિફર લોપેઝ સાથે સહ-અભિનેતા અને સાઉન્ડટ્રેક આલ્બમ પણ બનાવ્યું હતું જેમાં તેણે લોપેઝના પાત્રના ભૂતપૂર્વ મંગેતર બાસ્ટિયનની ભૂમિકા ભજવી હતી.
  4. જેનિફર લોપેઝે અગાઉ મેઇડ ઇન મેનહટન (2002) માં જોસેફ ફિનેસના ભાઈ રાલ્ફ ફિનેસ સાથે કામ કર્યું હતું.
  5. જેનિફર લોપેઝના પતિ બેન એફ્લેકની ફિલ્મ “હિપ્નોટિક” આજ દિવસે રિલીઝ થઈ છે.
  6. આ મૂવીમાં ગેલ ગાર્સિયા બર્નલના પાત્રનું નામ હેક્ટર અલ્વેરેઝ છે. 2017માં આવેલી એનિમેટેડ ફિલ્મ કોકોમાં તેના પાત્રનું નામ પણ હેક્ટર છે.
  7. પુલ અપ સીન અને જેનિફર લોપેઝ નારંગી બેકલેસ ડ્રેસમાં સીડી પર ચાલી રહી છે તે દ્રશ્ય (ટ્રેલરમાં બતાવ્યા પ્રમાણે) ફિલ્મના અંતિમ કટમાં બાકાત રાખવામાં આવ્યું હતું.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
g clip-path="url(#clip0_868_265)">