AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આપના નેતા રાઘવ ચઢ્ઢાની ખુશી થઈ ડબલ, ટ્વિટ કરીને કહ્યું- દિવસ બની ગયો છે ખાસ, જાણો સગાઈ સિવાય બીજું શું છે કારણ?

રાઘવ ચઢ્ઢા (Raghav Chadha) માટે શનિવાર બેવડી ખુશી લઈને આવ્યો. એક તરફ જ્યાં આજે તેમની સગાઈ થવા જઈ રહી છે તો બીજી તરફ આપ એ જલંધર લોકસભા પેટાચૂંટણીમાં જીત મેળવી છે. રાઘવ ચઢ્ઢાએ ટ્વીટ કરીને ખુશી વ્યક્ત કરી હતી.

આપના નેતા રાઘવ ચઢ્ઢાની ખુશી થઈ ડબલ, ટ્વિટ કરીને કહ્યું- દિવસ બની ગયો છે ખાસ, જાણો સગાઈ સિવાય બીજું શું છે કારણ?
Raghav Chadha
TV9 Gujarati
| Edited By: | Updated on: May 13, 2023 | 5:39 PM
Share

Parineeti-Raghav Engagement: રાઘવ ચઢ્ઢાએ ટ્વીટ કરીને ખુશી વ્યક્ત કરી હતી. રાઘવ ચઢ્ઢા માટે આજનો શનિવાર બેવડી ખુશી લઈને આવ્યો. એક તરફ જ્યાં આજે રાઘવ અને પરિણીતીની સગાઈ થવા જઈ રહી છે તો બીજી તરફ આપ પાર્ટીએ જલંધર લોકસભા પેટાચૂંટણીમાં જીત મેળવી છે.

સગાઈ પહેલા રાઘવ ચઢ્ઢાની ખુશી બમણી

આમ આદમી પાર્ટી (AAP)ના દિગ્ગજ નેતા રાઘવ ચઢ્ઢા અને બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી પરિણીતી ચોપરા આજે સગાઈ કરવા જઈ રહ્યા છે. છેલ્લા ઘણા અઠવાડિયાથી રાઘવ અને પરિણીતીના સમાચાર ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યા છે. આ સેરેમનીમાં લગભગ 150 લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. રાઘવ અને પરિણીતી માટે આ દિવસ ખૂબ જ ખાસ છે. પરંતુ સગાઈ પહેલા આપના નેતા રાઘવ ચઢ્ઢાએ એક ટ્વિટ કર્યું છે. ટ્વીટ પરથી સ્પષ્ટપણે જાણી શકાય છે કે સગાઈ પહેલા રાઘવની ખુશી બમણી થઈ ગઈ છે.

વાસ્તવમાં જલંધર લોકસભા પેટાચૂંટણીના પરિણામ આવ્યા છે. આપ એ આ બેઠક પર 57 હજારથી વધુ મતોથી જીત મેળવી છે. ઉલ્લેખનીય છે કે પંજાબમાં આપની સરકાર છે. આવી સ્થિતિમાં જલંધર પેટાચૂંટણીમાં જીત બાદ આપમાં ખુશીનો માહોલ છે. રાઘવ ચઢ્ઢાએ આ જીત અંગે ટ્વિટ કર્યું છે. રાઘવે ટ્વીટમાં લખ્યું, ‘મારા નાનક… જાલંધરે આ દિવસને મારા માટે વધુ ખાસ અને યાદગાર બનાવ્યો છે.’

સીએમ કેજરીવાલ અને ભગવંત માન આજે રાઘવ-પરિણીતીની સગાઈમાં પહોંચશે

જલંધર લોકસભા પેટાચૂંટણી માટે 10 મેના રોજ મતદાન થયું હતું. ચૂંટણીના પરિણામો 13 મેના રોજ આવ્યા હતા. આપએ 57 હજારથી વધુ મતોથી ચૂંટણી જીતી છે. આ જીત બાદ આપના સુપ્રિમો અરવિંદ કેસરી પંજાબના સીએમ ભગવંત માનને મળવા ગયા હતા. બંનેએ એકબીજાને ગળે લગાવીને અભિનંદન આપ્યા. બીજી તરફ સીએમ કેજરીવાલ અને ભગવંત માન આજે રાઘવ-પરિણીતીની સગાઈમાં પહોંચવાના છે.

આ પણ વાંચો: Parineeti-Raghav Engagement: કેટલા વાગે શરૂ થશે પરિણીતી-રાઘવની સગાઈનું ફંક્શન? આવવા લાગ્યા મહેમાનો

સગાઈમાં પરિણીતીની બહેન બોલિવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા પહોંચી

રાઘવ ચઢ્ઢા માટે શનિવાર બેવડી ખુશી લઈને આવ્યો. એક તરફ જ્યાં આજે તેમની સગાઈ થવા જઈ રહી છે તો બીજી તરફ એ જલંધર લોકસભા પેટાચૂંટણીમાં જીત મેળવી છે. ઉલ્લેખનીય છે કે, રાઘવ અને પરિણીતીની સગાઈમાં રાજકારણ અને સિનેમા જગતની અનેક હસ્તીઓ પહોંચવાની છે. આ સગાઈમાં પરિણીતીની બહેન બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા પણ પહોંચી રહી છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો
રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી
Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી
વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video
વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video
ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....
ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....
આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?
આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?
g clip-path="url(#clip0_868_265)">