હત્યાની નિંદા : રવિના ટંડન અને ફિલ્મ નિર્માતા મનીષ મુંદ્રાએ બજરંગ દળના કાર્યકરની હત્યાની કરી આકરી નિંદા
બજરંગ દળના 23 વર્ષીય કાર્યકર હર્ષ પર રવિવારે બારથી કોલોનીમાં કેટલાક અજાણ્યા હુમલાખોરોએ હુમલો કર્યો હતો.આ હુમલા બાદ હર્ષનું મોત થયુ હતુ.
Condemned The Killing : દેશમાં ઘણા દિવસોથી એક અલગ જ માહોલ ચાલી રહ્યો છે. હિજાબના વિવાદને (Hijab Controversy) લઈને દરરોજ કોઈને કોઈ સમાચાર આવતા રહે છે. આ સમાચારથી આખો દેશ ચિંતિત છે. તાજેતરમાં કર્ણાટકમાં (Karnataka) જ બજરંગ દળના 23 વર્ષના કાર્યકરની હત્યાથી ખળભળાટ મચી ગયો છે.
ઘણા દિગ્ગજોએ સોશિયલ મીડિયા પર આ હત્યા અંગે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. જ્યારે ઘણા લોકો યુવાનની હત્યાને લઈને ન્યાયની માંગ કરી રહ્યા છે. હવે આ લિસ્ટમાં બોલિવૂડ એક્ટ્રેસ રવિના ટંડનનું (Raveena Tandon) નામ જોડાઈ ગયું છે. રવિના ટંડને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી બજરંગ દળના આ કાર્યકર માટે ન્યાયની માંગ કરી છે. સાથે જ મશહુર ફિલ્મ નિર્માતા મનીષ મુંદ્રાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે અને દોષિતો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ સાથે આ સેલિબ્રિટીઓએ આ હત્યાની આકરી નિંદા કરી છે.
બજરંગ દળના કાર્યકરની હત્યાથી મામલો ગરમાયો
કર્ણાટકની રાજધાનીમાં હિજાબ કેસને લઈને વિવાદ વધી રહ્યો છે. બેંગલુરુથી લગભગ 250 કિમી દૂર આવેલી કેટલીક કોલેજોમાં હિજાબના વિવાદને લઈને વિક્ષેપ સર્જાયો હતો. આ મામલાને આ વિવાદ સાથે જોડવામાં આવી રહ્યો છે. ત્યારે બજરંગ દળના 23 વર્ષીય કાર્યકર હર્ષ પર રવિવારે બારથી કોલોનીમાં કેટલાક અજાણ્યા હુમલાખોરોએ હુમલો કર્યો હતો. આ હુમલા બાદ હર્ષનું મોત થયું હતું. કાર્યકરના મોતથી સમગ્ર જિલ્લામાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.આ ઘટનાથી સર્જાયેલા તણાવના વાતાવરણને ધ્યાને રાખીને જિલ્લા વહીવટીતંત્રે સોમવારે શાળા-કોલેજો બંધ રાખવાની જાહેરાત કરી હતી.
રવિના ટંડન અને મનીષ મુન્દ્રાએ સોશિયલ મીડિયા પર હત્યાની નિંદા કરી
આ ઘટના પર રવિના ટંડને પણ ટ્વિટર પર ચાલતા જસ્ટિસના હેશટેગમાં પોતાની ભૂમિકા નોંધાવી છે, તેણે ટ્વિટર પર #JusticeForHarsha લખ્યું છે.
#JusticeForHarsha 🙏🏻🕉🙏🏻
— Raveena Tandon (@TandonRaveena) February 21, 2022
જ્યારે ફિલ્મ નિર્માતા મનીષ મુંદ્રાએ આ અંગે નારાજગી વ્યક્ત કરી છે. તેણે ટ્વીટ કરીને લખ્યું કે અમે #JusticeForHarsha ને ટ્રેન્ડ કરીશું અને સૂઈ જઈશું. પછી અમે કોઈ નવા મોબ લિંચિંગની રાહ જોઈશું,આ જાગવાનો સમય છે…
We will trend #JusticeForHarsha and sleep. Then will wait for another mob lynching for the new trend.
Time to wake up!!
— Manish Mundra (@ManMundra) February 21, 2022
આ પણ વાંચો: ભૂમિ પેડનેકરની ફિલ્મ ‘ભક્ષક’નું શૂટિંગ પૂર્ણ, શાહરૂખ ખાનના આ બેનર હેઠળ પ્રોડ્યુસ થઈ ફિલ્મ