22 વર્ષની વિંક ગર્લ પ્રિયા પ્રકાશના બેડરૂમ લુકે મચાવી ધૂમ, જુઓ તસવીર

પ્રિયા પ્રકાશ વારિયર (Priya Prakash Varrier) આ દિવસોમાં પોતાના લુકના કારણે ફેન્સનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહી છે. આ વખતે એક્ટ્રેસે પોતાનો બેડરૂમ લુક શેર કર્યો છે, જેમાં પ્રિયાની સ્ટાઈલ જોઈને તેના ફેન્સ પણ હેરાન થઈ ગયા છે.

22 વર્ષની વિંક ગર્લ પ્રિયા પ્રકાશના બેડરૂમ લુકે મચાવી ધૂમ, જુઓ તસવીર
Priya Prakash Varrier
TV9 GUJARATI

| Edited By: Nancy Nayak

Jul 14, 2022 | 8:22 PM

વિંક ગર્લના (Wink Girl) નામે દેશભરમાં પોતાનું ઓળખ બનાવનાર એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ વારિયરને (Priya Prakash Varrier) આજે તેના ફેન્સને પોતાના દિવાના બનાવી દીધા છે. તે રાતોરાત સ્ટાર બની ગઈ. આજે લોકો તેની એક ઝલક માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે. એક્ટ્રેસ આ દિવસોમાં લોકો પર તેના સિઝલિંગ પરફોર્મન્સનો જાદુ ચલાવી રહી છે. આ વખતે પ્રિયાના નવા ફોટોશૂટે લોકોને હેરાન કરી દીધા છે. પ્રિયાએ ભલે તેની ફિલ્મોના આધારે ખાસ પોપ્યુલારિટી ના મેળવી હોય, પરંતુ તેની સિઝલિંગ સ્ટાઇલ હંમેશા ફેન્સના હોશ ઉડાવી દે છે. પ્રિયાના ફેન્સ આજે આખી દુનિયામાં છે. આવામાં, એક્ટ્રેસ પણ ક્યારેય તેના ફેન્સનું દિલ તોડતી નથી અને ઇન્સ્ટાગ્રામ પર તેનો નવો અવતાર શેર કરે છે. આ વખતે તેણે પોતાનો બેડરૂમ લુક શેર કર્યો છે.

પ્રિયાએ શેર કર્યો બેડરૂમ લુક

પ્રિયાએ ઈન્સ્ટાગ્રામ પર તેની 2 તસવીરો શેર કરી છે. તેમાં તે બેડ પર આરામથી બેઠેલી જોવા મળી રહી છે. એક્ટ્રેસ આ ફોટોમાં પિંક કલરનું ડીપ નેક ફુલ સ્લીવ ટોપ પહેર્યું છે, જેને તેણે બોલ્ડ લુક આપવા માટે માત્ર એક બટનની મદદથી આ ટોપ પહેર્યું છે. આ સાથે પ્રિયાએ બેબી પિંક કલરનું પોલ્કા ડોટ પેન્ટ પહેર્યું છે. પ્રિયા પ્રકાશ વારિયર આ દિવસોમાં પોતાના લુકના કારણે ફેન્સનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહી છે.

અહીં જુઓ તસવીરો

આ પણ વાંચો

ખૂબ જ હોટ લાગી રહી છે પ્રિયા પ્રકાશ

પ્રિયાએ પોતાનો આ લુક મિનિમલ મેકઅપ સાથે કમ્પ્લીટ કર્યો છે. આ દરમિયાન તેણે પોતાના વાળ ઓપન રાખ્યા છે અને કાનમાં ગોલ્ડ હૂપ ઈયરિંગ્સ પહેરી છે. આ સિમ્પલ લુકમાં પણ એક્ટ્રેસ ખૂબ જ હોટ લાગી રહી છે. હવે સોશિયલ મીડિયા યુઝર્સ આ લુકને સુપર હોટ ગણાવીને ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. પ્રિયાના આ ફોટા પર લાખો લાઇક્સ આવી ચૂકી છે. હવે તેના આ ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati