AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT This Week: મહિનાનું છેલ્લું અઠવાડિયું કોમેડી અને સસ્પેન્સથી ભરપૂર રહેશે, આ ફિલ્મો અને સિરીઝ થશે રિલીઝ

અઠવાડિયાની શરૂઆત સાથે ચાહકો આખા અઠવાડિયા દરમિયાન સિરીઝ અને ફિલ્મો રિલીઝ થવાની આતુરતાથી રાહ જુએ છે. એપ્રિલના છેલ્લા અઠવાડિયામાં OTT પર દર્શકો માટે ખૂબ જ નવું અને ખાસ આવી રહ્યું છે.

OTT This Week: મહિનાનું છેલ્લું અઠવાડિયું કોમેડી અને સસ્પેન્સથી ભરપૂર રહેશે, આ ફિલ્મો અને સિરીઝ થશે રિલીઝ
last week of the month will be full of comedy and suspense moviesImage Credit source: web series
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 25, 2022 | 3:20 PM
Share

OTT This Week: અગાઉ, જ્યારે OTT પ્લેટફોર્મ (OTT platform) જોવા લોકો માટે કોઈ વિકલ્પ ન હતો, ત્યારે ચાહકોને તેમની મનપસંદ ફિલ્મ (Film) માટે લાંબા સમય સુધી રાહ જોવી પડતી હતી. પરંતુ ડિજિટલ પ્લેટફોર્મની ઉપલબ્ધતાએ દર્શકોને માત્ર મનોરંજન (Entertainment) જ નહીં પણ તેને ગમે ત્યારે, ગમે ત્યાં જોવાની તક પણ આપી છે. આવો જાણીએ આ અઠવાડિયે રિલીઝ થનારી ફિલ્મો અને સિરીઝ વિશે

Baked Season 3

OTT પ્લેટફોર્મ- Voot

લોકપ્રિય ભારતીય કોમેડી વેબ સિરીઝ બેકની ત્રીજી સીઝન 25 એપ્રિલે રિલીઝ થશે. આ સિરીઝના પહેલા બે ભાગ દર્શકોને ખૂબ જ પસંદ આવ્યા હતા. આ જ કારણ છે કે હવે દર્શકો તેની ત્રીજી સીઝનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ સીરિઝનો પ્રથમ ભાગ 20 મે, 2015ના રોજ રિલીઝ થયો હતો, જેણે માત્ર થોડા જ એપિસોડમાં જ ભારે લોકપ્રિયતા મેળવી હતી.

ગંગુબાઈ કાઠિયાવાડી

OTT પ્લેટફોર્મ- Netflix

હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી હવે ઓટીટી પર પણ અજાયબી કરવા માટે તૈયાર છે. સંજય લીલા ભણસાલી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ આલિયાના કરિયરની સૌથી મોટી હિટ ફિલ્મોમાંથી એક છે. આવી સ્થિતિમાં હવે સિનેમાઘરો બાદ આ ફિલ્મ નેટફ્લિક્સ પર 26 એપ્રિલે રિલીઝ થવા જઈ રહી છે.

Mishan Impossible

OTT પ્લેટફોર્મ- Netflix

તેલુગુ સિનેમાથી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરીને બોલિવૂડમાં પોતાની ઓળખ બનાવનાર તાપસી પન્નુ ફરી એકવાર તેલુગુ દુનિયામાં પાછી આવી છે. અભિનેત્રી આ અઠવાડિયે OTT પર રિલીઝ થનારી ફિલ્મ ‘મિશન ઈમ્પોસિબલ’માં જોવા મળશે. સસ્પેન્સ ડ્રામા ફિલ્મમાં તાપસી પન્નુ, હર્ષ રોશન, ભાનુ પ્રકાશન, જયતીર્થ મોલુગુ અને અન્ય મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ 29 એપ્રિલથી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે.

Mission Cindrella

OTT પ્લેટફોર્મ- ડિઝની પ્લસ હોટસ્ટાર

અક્ષય કુમાર અને રકુલપ્રીત અભિનીત આ ફિલ્મ આ અઠવાડિયે સીધી OTT પર રિલીઝ થશે. આ ફિલ્મના નિર્માતા વાશુ ભગનાની છે અને દિગ્દર્શક રણજીત એમ તિવારી છે.  OTT પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર 29 એપ્રિલથી દર્શકો આ ફિલ્મ જોઈ શકશે.

Never Kiss Your Best Friend Season 2

OTT પ્લેટફોર્મ- Zee5

નકુલ મહેતા, અન્યા સિંહ અને નિક્કી વાલિયા અભિનીત આ વેબ સિરીઝ બે મિત્રો, તની અને સુમેરની આસપાસ ફરે છે. સીરિઝની હૃદયસ્પર્શી વાર્તા મિત્રતાના નિયમોને ફરીથી વ્યાખ્યાયિત કરે છે. તેની પહેલી સીઝનને મળેલા પ્રેમ બાદ હવે મેકર્સ તેની બીજી સીઝન રિલીઝ કરવા માટે તૈયાર છે. આ સીરિઝ ZEE5 પર 29 એપ્રિલના રોજ સ્ટ્રીમ થશે.

આ પણ વાંચો :

નરેશ પટેલે રાજકારણમાં ના જવુ જોઈએ, ખોડલધામની પોલિટિક્લ સમિતિના આંતરિક સર્વેમાં વ્યકત થયો મત

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">