Laal Singh Chaddha Release Date : આમિર ખાનના ચાહકોએ જોવી પડશે થોડી વધુ રાહ, ક્રિસમસ પર નહીં આ દિવસે રિલીઝ થશે ફિલ્મ

બોલિવૂડ અભિનેતા આમિર ખાનના ચાહકો માટે એક ખરાબ સમાચાર છે. હવે તેમની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા નાતાલના અવસરે થિયેટરોમાં રિલીઝ થશે નહીં.

Laal Singh Chaddha Release Date : આમિર ખાનના ચાહકોએ જોવી પડશે થોડી વધુ રાહ, ક્રિસમસ પર નહીં આ દિવસે રિલીઝ થશે ફિલ્મ
Aamir Khan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 26, 2021 | 7:03 PM

આમિર ખાન (Aamir Khan) ની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા (Laal Singh Chaddha) ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મનું શૂટિંગ હજુ પૂરું થયું નથી. અહેવાલો અનુસાર, આ ફિલ્મ ક્રિસમસ નિમિત્તે થિયેટરોમાં રિલીઝ થવાની હતી, પરંતુ હવે ચાહકોએ થોડી વધુ રાહ જોવી પડશે. આ ફિલ્મ વર્ષ 2022 માં રિલીઝ થશે.

મહારાષ્ટ્રમાં થિયેટરો ખોલવાની પરવાનગી મળ્યા બાદ નિર્માતાઓએ ફિલ્મની રિલીઝ તારીખ જાહેર કરવાનું શરૂ કરી દીધું છે. આજે ઘણી ફિલ્મોની રિલીઝ તારીખોની ઘોષણાઓ થઈ છે. જેમાં આમિર ખાનની લાલ સિંહ ચઢ્ઢાનો સમાવેશ થાય છે.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

વેલેન્ટાઇન ડે પર થશે રિલીઝ

આમિર ખાન પ્રોડક્શન્સ અને વાયાકોમ 18 સ્ટુડિયોએ તેમની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાની નવી રિલીઝ તારીખની સત્તાવાર જાહેરાત કરી છે. સોશિયલ મીડિયા પર તેમની ફિલ્મની નવી રિલીઝ તારીખની જાહેરાત કરતા આમિર ખાન પ્રોડક્શન્સે કહ્યું કે, અમે 22 ઓક્ટોબરથી સિનેમાઘરો ફરી ખોલવાની મંજૂરી આપવાના વહીવટીતંત્રના નિર્ણયને આવકારીએ છીએ. રોગચાળાના લીધે થતા વિલંબને કારણે, અમારી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા આ ક્રિસમસ પર રિલીઝ કરી શકશે નહીં. હવે અમે લાલ સિંહ ચઢ્ઢાને વેલેન્ટાઇન ડે, 2022 ના રોજ રિલીઝ કરીશું.

લાલ સિંહ ચઢ્ઢામાં આમિર અને કરીના કપૂર ખાન (Kareena Kapoor) ફરી એક સાથે જોવા મળશે, જેમણે છેલ્લે 3 ઇડિયટ્સમાં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મમાં આમિર અને કરીના સાથે, નાગા ચૈતન્ય, મોના સિંહ અને માનવ વીજે આ ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવતા જોવા મળશે. સાઉથનો સ્ટાર નાગા ચૈતન્ય આ ફિલ્મથી બોલિવૂડમાં પગ મૂકવા જઈ રહ્યા છે. નાગાએ આમિર ખાન સાથે ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. લાલ સિંહ ચઢ્ઢા પર ધ્યાન કેન્દ્રિત કરનાર સુપરસ્ટાર પોસ્ટ-પ્રોડક્શનના એક ઈન્ટેન્સ તબક્કામાં છે.

તમને જણાવી દઈએ કે લાલ સિંહ ચઢ્ઢા હોલિવૂડ ફિલ્મ ફોરેસ્ટ ગમ્પનું અનુરૂપ છે. ટોમ હેન્ક આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ ફિલ્મનું શૂટિંગ ગયા વર્ષે શરૂ થયું હતું. અત્યાર સુધી તેનું શૂટિંગ દેશના 100 સ્થળોએ કરવામાં આવ્યું છે. ફિલ્મનો મોટો ભાગ પંજાબ અને લદ્દાખમાં શૂટ કરવામાં આવ્યો છે.

આ પણ વાંયો :- Akshay Kumar અને ટ્વિંકલ ખન્નાએ પુત્રી નિતારાના જન્મદિવસ પર શેર કરી ખાસ પોસ્ટ, એકએ લગાવી ગળે બીજાએ કપાળ પર કર્યું કિસ

આ પણ વાંયો :- પોતાની દોઢ વર્ષની પુત્રી સમીશાને Shilpa Shetty કરાવે છે યોગા ! ગીતા કપૂરનો ખુલાસો

g clip-path="url(#clip0_868_265)">