પોતાની દોઢ વર્ષની પુત્રી સમીશાને Shilpa Shetty કરાવે છે યોગા ! ગીતા કપૂરનો ખુલાસો

દરેક નાના બાળકને ક્યારેક તેમના માતા-પિતા દ્વારા ઘરે આવતા મહેમાનોનું મનોરંજન કરવાનું કહેવામાં આવે છે. બોલિવૂડ સેલિબ્રિટીઝ પણ તેમાં પાછળ નથી.

પોતાની દોઢ વર્ષની પુત્રી સમીશાને Shilpa Shetty કરાવે છે યોગા ! ગીતા કપૂરનો ખુલાસો
Shilpa Shetty

સોની ટીવી (Sony Tv) નો ડાન્સિંગ રિયાલિટી શો ‘સુપર ડાન્સર ચેપ્ટર 4’ (Super Dancer Chapter 4) માં, જ્યારે સ્પર્ધક અંશિકા રાજપૂત (Anshika Rajput) ની મમ્મીએ શોમાં મહેમાન તરીકે આવેલા પદ્મિની કોલ્હાપુરી (Padmini Kolhapure) અને પૂનમ ધિલ્લોન (Poonam Dhillon)ને પ્રશ્ન પૂછ્યો હતો કે, જે રીતે સામાન્ય માણસના ઘરમાં લોકો તેમના નાના બાળકોને મહેમાનોની સામે નૃત્ય કરવું અથવા તેમની પ્રતિભા બતાવવાનું કહે છે, તે જ રીતે તેઓ પણ તેમના બાળકો પાસે આવું કરાવે છે ? ભલે આ પ્રશ્ન મહેમાન જજો માટે હતો, પરંતુ ગીતા કપૂરે (Geeta Kapoor) શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) વિશે ચોંકાવનારો ખુલાસો કરીને મોટી પોલ ખોલી દિધી હતી.

ગીતા કપૂરે કહ્યું કે આ તો શિલ્પા શેટ્ટી પણ તેની નાની છોકરી પાસે કરાવે છે. તેણે વધુમાં જણાવ્યું કે શિલ્પાની પુત્રી સમીશા (Samisha) માત્ર દોઢ વર્ષની છે. પરંતુ તેમ છતાં, શિલ્પા, પ્રેમથી બેસીને, તેની પુત્રીને બધાની સામે યોગા કરાવે છે. તે સમીશાને કહે છે કે સમીશા યોગ કરો અને તેની પુત્રી પણ તેની માતાનો અવાજ સાંભળ્યા બાદ તેના હાથ ઉપર ઉઠાવીને પોતાનાથી કરી શકે તે રીતે ‘યોગા’ કરે છે. આ સાંભળીને શિલ્પા શેટ્ટી હસવા લાગી.

શિલ્પા પણ મહેમાનોની સામે કરતી હતી ડાન્સ

લાગે છે, શિલ્પા શેટ્ટીને આ ટેવ તેના માતા -પિતા પાસેથી મળી છે. તેમણે ગીતા કપૂરની વાત સાંભળ્યા બાદ કહ્યું કે, મારા માતા -પિતા પણ મને ડાન્સ કરાવતા હતા. જોકે મારે કોઈને કહેવાની જરૂર નહોતી. ડાન્સનો ‘ડી’ સાંભળતા જ હું શરૂ થઈ જતી હતી અને મહેમાનોની સામે ડાન્સ કરવા લાગતી હતી. તેની વાતો સાંભળીને બધા ખુબ હસી પડ્યા. તો અનુરાગ બાસુ (Anurag Basu) એ મજાકમાં કહ્યું કે, મારા પિતા મહેમાનો આવે ત્યારે મને ઘરની અંદરના રૂમમાં મોકલતા હતા.

પદ્મિનીએ લીધો આ નિર્ણય

પદ્મિની કોલ્હાપુરેએ આ પ્રશ્નનો જવાબ આપતાં કહ્યું કે, તેમની માતા નહીં પણ તેમની દાદી તેમને ખૂબ ડાન્સ કરાવતી હતી. ખાસ કરીને તેના ફઈની સામે. તમને જણાવી દઈએ કે, આશા ભોંસલે (Asha Bhosale) પદ્મિનીના ફઈ છે. પદ્મિનીએ વધુમાં કહ્યું કે જ્યારે પણ તેમની ફઈ આવતા ત્યારે પદ્મિનીની દાદી તેમને આશા ભોંસલેની સામે ડાન્સ કરવાનું કહેતી.

 

આ પણ વાંચો :- ‘Gadar’ ફિલ્મના ચાહકો માટે આવ્યા સારા સમાચાર, ટૂંક સમયમાં શરૂ થશે સિક્વલનું શૂટિંગ

આ પણ વાંચો :- Fraud Case : છેતરપિંડીના કેસમાં દિલીપ છાબરિયાના પુત્રની પણ ધરપકડ, કપિલ શર્માએ નોંધાવી હતી FIR

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati