ટીવી ઇન્ડસ્ટ્રી અને બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના પ્રખ્યાત કોમેડિયન કૃષ્ણા અભિષેક હંમેશાં તેમની અને ગોવિંદા વચ્ચેના સંબંધોને લઈને હેડલાઇન્સમાં રહે છે. સૌને ખબર છે કે ગોવિંદા એ કૃષ્ણા અભિષેકના મામા થાય છે. કૃષ્ણા એ ફરી એક વખત આ વિષયને લઈને ચર્ચા ઉભી કરી છે. કૃષ્ણા અને ગોવિંદા વચ્ચે વિવાદના અહેવાલો આવ્યા હતા. પરંતુ હવે એક ઇન્ટરવ્યુ દરમિયાન કૃષ્ણા અભિષેકે કહ્યું કે, ‘તેઓ કંઈક કહેવા માગે છે અને તેનો અર્થ કંઈક બીજો જ કાઢી લેવામાં આવે છે.’
શું કહ્યું કૃષ્ણાએ મામા વિશે
કૃષ્ણા અભિષેક કહે છે, “મેં હંમેશા ગોવિંદા મામા વિશે ખુલ્લેઆમ વાત કરી છે. ઘણા પ્રસંગોએ હું કંઈક બીજું કહું છું અને તેનો અર્થ કંઈક બીજો કાઢી લેવામાં આવે છે. જ્યારે હું આ બધું જોઉં છું, ત્યારે મને ખૂબ જ ખરાબ લાગે છે. મારા હૃદયની જે પણ નજીક હોય છે. હું તે વસ્તુઓ મારા નજીકના લોકો સુધી લઈ જવામાં સમર્થ નથી. મને લાગે છે કે લોકોમાં ફક્ત ગેરસમજ છે. નાની નાની વસ્તુઓ પણ અતિશયોક્તિપૂર્ણ બતાવવામાં આવે છે. એવું ન થઇ જાય કે મારા મામા સાથે ના સંબંધ આ નેગેટીવ અહેવાલોના કારણે સાચે ખરાબ થઇ જાય.”
ગોવિંદાએ કહ્યું મને તો આવું કરતો તે જ દેખાય છે
બીજી તરફ ગોવિંદાએ પણ ફરી એકવાર કૃષ્ણા સાથેના તેમના સંબંધ વિશે વાત કરી હતી, ‘મને ખબર નહોતી કે તેની પાસે આ બધું કોણ કરાવી રહ્યું છે. ભાણો કૃષ્ણા ખૂબ જ સારો છોકરો છે. તેની પાછળ જે પણ છે, પણ અમને તો આવું કરતો એ જ દેખાઈ રહ્યો છે.’
તમને જણાવી દઈએ કે મામા-ભાણાની આ જોડી આમ ખુબ જ પ્રખ્યાત છે. કપિલ શર્માના સેટ પર અને અન્ય શોમાં પણ કૃષ્ણા વારંવાર મામા ગોવિંદાનો ઉલ્લેખ કરતો હોય છે. પરંતુ આ મીઠા સંબંધમાં પણ અવારનવાર તકરારના સમાચાર સામે આવતા રહેતા હોય છે. તેમના સંબંધોને લઈને આવતા સમાચાર હંમેશા ચર્ચાઓ પેદા કરતા હોય છે.
આ પણ વાંચો: વૃદ્ધ દંપતીને ટ્રેનમાં નીચલો બર્થ ન આપવા પર રેલ્વેને મોટી ફટકાર, હવે ચૂકવવું પડશે આટલા લાખનું વળતર
આ પણ વાંચો: Taarak Mehta Ka Ooltah Chashmahના જેઠાલાલે લીધી કોરોનાની વેક્સિન, જણાવ્યો અનુભવ