વૃદ્ધ દંપતીને ટ્રેનમાં નીચલો બર્થ ન આપવા પર રેલ્વેને મોટી ફટકાર, હવે ચૂકવવું પડશે આટલા લાખનું વળતર

ગયા વર્ષના સપ્ટેમ્બરમાં ચાલુ મુસાફરીએ એક વૃદ્ધ દંપતીની વિનંતીઓ સામે રેલ્વે વિભાગના કર્મચારીએ આંખ આડા કાન કરી દીધા હતા. જેણે લઈને હવે ખુબ મોટો ચુકાદો આવ્યો છે.

  • tv9 webdesk37
  • Published On - 15:22 PM, 2 Apr 2021
વૃદ્ધ દંપતીને ટ્રેનમાં નીચલો બર્થ ન આપવા પર રેલ્વેને મોટી ફટકાર, હવે ચૂકવવું પડશે આટલા લાખનું વળતર
પ્રતિકાત્મક તસ્વીર

રેલ્વેની માર્ગદર્શિકા દિવ્યાંગ, વૃદ્ધ મુસાફરોની વિશેષ કાળજી લેવાની વાત કરે છે. તેમજ આરક્ષિત કોચમાં, રાત્રે મુસાફરોને સુરક્ષિત સ્થાન પર ઉતારવા અને સ્ટેશન આવતા પહેલા તેમને માહિતી આપવાની વાત કરવામાં આવે છે. પરંતુ ઘણી વખત પાવરના મદમાં રેલ્વે કર્મચારીઓ આ નિયમોની અવગણના કરે છે. આવા જ એક કિસ્સામાં વૃદ્ધ અને દિવ્યાંગ દંપતીને નીચલો બર્થ ન આપવામાં આવ્યો. તેમજ સો કિલોમીટર પહેલા જ ઉતારી દેવાના કેસમાં રેલ્વેને મોટી ફટકાર પડી છે. રેલ્વેને તેમણે ત્રણ લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે. રાષ્ટ્રીય ગ્રાહક વિવાદ નિવારણ આયોગે રેલવેની અરજીને નકારી અને વળતર આપવા માટે જિલ્લા ગ્રાહક મંચ અને રાજ્ય ગ્રાહક મંચના આદેશને સમર્થન આપ્યું છે.

રાષ્ટ્રીય પંચે કહ્યું કે ફોરમે દરેક પાસા પર વિગતવાર વિચારણા કરી છે અને તેનો નિર્ણય પુરાવાના આધારે છે. રાજ્ય પંચે ફોરમના નિર્ણયની તપાસ કર્યા બાદ તેને સમર્થન પણ આપ્યું છે. ચુકાદામાં કોઈ કાનૂની ખામી નથી. રાષ્ટ્રીય પંચે આ અરજીને પાયાવિહોણા ગણાવી હતી. ચાલો તમને જણાવીએ સમગ્ર ઘટના.

આગ્રહ કરવા છતાં નીચેનો બર્થના આપ્યો

રેલ્વેની બેદરકારીનો આ મામલો કર્ણાટકનો છે. 4 સપ્ટેમ્બર, 2010 ના રોજ, સોલાપુરથી બિરુર જતા વૃદ્ધ દંપતીએ દિવ્યાંગ ક્વોટાથી થર્ડ એસીમાં સીટ આરક્ષિત કરાવી હતી. કારણ કે આ દંપતી એક અપંગ વ્યક્તિ હતું. તેમને રેલ્વે દ્વારા નીચલો બર્થ ફાળવવામાં આવ્યો ના હતો. આ દંપતીએ ટીટીઇને નીચલો બર્થ આપવા વિનંતી પણ કરી હતી પરંતુ ટીટીઇએ નકારી કાઢી. લાંબા સમય સુધી પરેશાન થયા બાદ એક મુસાફરે તેમને પોતાનો નીચલો બર્થ આપ્યો હતો. પરંતુ સીટ ન મળી ત્યાં સુધી તે ખુબ હેરાન થયા અને થોડા સમય માટે તેમને ટ્રેનમાં સીટ પાસે બેસીને મુસાફરી કરવી પડી.

તેમના નક્કી સ્ટેશનથી 100 કિમી પહેલા ઉતારી દેવાયા

આ સિવાય તેણે કોચ એટેન્ડન્ટ અને ટીટીઇને કહ્યું હતું કે તેઓ બિરુર સ્ટેશન આવે ત્યારે તેમણે જાણ કરે. જેથી તેઓ ત્યાં પહોંચી શકે કારણ કે ટિકિટ મુજબ વહેલી સવારે ટ્રેન આવવાની હતી. આ દંપતી દ્વારા રેલ્વે સામેની ફરિયાદમાં કહેવામાં આવ્યું હતું કે, ટ્રેન દોડતી વખતે કોચમાં છ નીચલા બર્થ ખાલી હોવા છતાં ટીટીઇએ તેમને નીચા બર્થ આપ્યા ન હતા. આ ઉપરાંત, તેઓને ગંતવ્ય સ્ટેશન બિરુરથી આશરે સો કિલોમીટર પહેલા ચિકજાજુર ખાતે ઉતારી દેવામાં આવ્યા હતા. જેના કારણે તેઓને ભારે અસુવિધા થઈ હતી.

ઠંડીમાં બેસી રહેવું પડ્યું સ્ટેશન પર

ત્યાર બાદ વૃદ્ધ દંપતીનો દીકરો તેને ચિકજાજુર સ્ટેશન લેવા આવ્યો. ત્યાં સુધીમાં તેમણે શિયાળામાં સમય પસાર કરવો પડ્યો હતો. તેમણે રેલવે પર બેદરકારી અને સેવાનો અભાવ હોવાનો આરોપ લગાવીને વળતર માંગ્યું હતું. ઘોર બેદરકારી અને સેવાના અભાવ માટે રેલ્વેને જવાબદાર ઠેરવતાં ડિસ્ટ્રિક્ટ કન્ઝ્યુમર ફોરમે 2500 રૂપિયાનો મુકદ્દમાનો ખર્ચ ચૂકવવાનો પણ આદેશ આપ્યો હતો.

રેલ્વેએ રાજ્ય આયોગમાં પડકારી હતી અરજી

ફોરમાંના નિર્ણયને રેલ્વેએ રાજ્ય આયોગમાં પડકાર્યો હતો. તેમણે કહ્યું હતું કે, મંચનો નિર્ણય યોગ્ય નથી. બેઠકો કોમ્પ્યુટરાઇઝ્ડ આરક્ષિત હોય છે અને સ્થાન પ્રમાણેનો ક્વોટા છે. ટીટીઇ સીટ આપી શકશે નહીં. રાજ્ય કમિશને અપીલને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે ટીટીઈની મુસાફરો, ખાસ કરીને વરિષ્ઠ મુસાફરો ફરજ છે. પરંતુ ટીટીઈએ રાતના સમયે કોણ ટ્રેનમાંથી ઉતરી રહ્યું છે તેના પર ધ્યાન આપ્યું ન હતું, તે ઘોર બેદરકારી છે. આવા લોકોના એમ્પ્લોયર હોવાથી રેલ્વે તેના કર્મચારીઓના આ વર્તન માટે જવાબદાર છે. રાષ્ટ્રીય કમિશને હુકમમાં બંને નિર્ણયો ટાંકીને, રેલવેની તમામ દલીલોને નકારી કાઢતા અરજીને ફગાવી દીધી હતી.