AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અલી અબ્બાસ ઝફરની ક્રાઈમ-થ્રિલર ફિલ્મમાં શાહિદ કપૂર સાથે કેટરીના કૈફ જોવા મળી શકે છે

શાહિદ કપૂરે થોડા દિવસો પહેલા એક પોસ્ટર રિલીઝ કર્યું હતું અને કહ્યું હતું કે તે પ્રખ્યાત નિર્દેશક અલી અબ્બાસ ઝફર સાથે નવી ફિલ્મ કરવાની તૈયારી કરી રહ્યો છે. આ બંને એક અલગ પ્રકારની ક્રાઈમ થ્રિલર ફિલ્મ લઈને આવી રહ્યા છે.

અલી અબ્બાસ ઝફરની ક્રાઈમ-થ્રિલર ફિલ્મમાં શાહિદ કપૂર સાથે કેટરીના કૈફ જોવા મળી શકે છે
Shahid and Katrina (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 18, 2021 | 11:49 AM
Share

કેટરીના કૈફની (Katrina Kaif) તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ સૂર્યવંશીએ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે. આ ફિલ્મમાં ‘ટિપ ટિપ બરસા પાની’ ગીત પર કેટરીનાના ડાન્સની ખૂબ ચર્ચા થઈ રહી છે. આ સિવાય કેટરીના જેના કારણે સૌથી વધુ હેડલાઇન્સમાં છે તે છે વિકી કૌશલ (Vicky Kaushal) સાથેના લગ્નના સમાચાર. દરમિયાન, સમાચાર આવી રહ્યા છે કે કેટરીના શાદીએ એક નવી ફિલ્મ સાઈન કરી છે જેમાં તે શાહિદ કપૂર (Shahid Kapoor) સાથે જોવા મળશે.

સમાચાર અનુસાર, અલી અબ્બાસ ઝફરની ફિલ્મના સેટ પર કેટરિના કૈફની બૉડી ડબલ સાઉથ આફ્રિકાના ક્રૂ સાથે પ્રેક્ટિસ કરતી જોવા મળી છે. એ એક એક્શન સીન છે જેને કસીનોમાં શૂટ  કરવામાં આવ્યો છે. આ ફિલ્મમાં ડ્રગ્સની હેરાફેરીની વાર્તા બતાવવામાં આવનાર છે. આ ફિલ્મમાં શાહિદ લીડ રોલમાં છે, તે પોલીસના રોલમાં છે. સૂત્રના જણાવ્યા અનુસાર જો કેટરીના શાહિદની પત્નીના રોલમાં હશે તો આ ફિલ્મમાં તેનો કેમિયો હશે.

શાહિદ કપૂરે થોડા દિવસો પહેલા એક પોસ્ટર રિલીઝ કર્યું હતું અને કહ્યું હતું કે તે પ્રખ્યાત નિર્દેશક અલી અબ્બાસ ઝફર સાથે નવી ફિલ્મ કરવાની તૈયારી કરી રહ્યો છે. આ બંને એક અલગ પ્રકારની ક્રાઈમ થ્રિલર ફિલ્મ લઈને આવી રહ્યા છે. શાહિદના ટ્વીટ પ્રમાણે આ ફિલ્મમાં ઘણા બધા એક્શન સીન્સ બતાવવામાં આવશે. આ ફિલ્મનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થવાનું છે. આ ફિલ્મમાં શાહિદની સામે કેટરીના કામ કરી રહી હોવાના અહેવાલ છે.

કેટરીના કૈફના લગ્નને લઈને મીડિયામાં ઘણા અહેવાલો આવી રહ્યા છે. ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે કેટરીના અને વિકીના લગ્નની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ડિસેમ્બરના પહેલા કે બીજા સપ્તાહમાં બંને લગ્ન કરી શકે છે. બંને ઘણી વખત સાથે જોવા મળ્યા છે. બંને એકબીજાના ઘરે જઈને એકબીજાના પરિવારને મળતાં પણ જોવા મળ્યા છે. જો કે, આ સમાચાર પર હજુ સુધી કોઈ સત્તાવાર મહોર નથી. આવનારા સમયમાં બંનેની ઘણી ફિલ્મો રિલીઝ થવાની છે. વિકી કૌશલની ‘ગોવિંદા નામ મેરા’ અને કેટરિના કૈફની ‘ટાઈગર 3’ લાઇનમાં વ્યસ્ત છે.

આ પણ વાંચો – જગતના તાતનું દુઃખ: અનિયમિત વરસાદી ઋતુ અને હવે માવઠું! ‘ટેકાના ભાવે ડાંગરની ખરીદી થઈ ગઈ હોત તો નુકસાન ન થાત’

આ પણ વાંચો – IND vs NZ: રોહિત શર્માએ ભારતની જીત બાદ પણ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓને ચેતવ્યા, કહ્યુ, માત્ર પાવર હિટીંગ જ સફળ નથી બનાવતી

આ પણ વાંચો – TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: પત્નીએ પતિ સાથે અબોલા લીધા….અને એવું માનતી હતી કે હું મારા પતિને સજા કરૂં છું….!!!

Follow Us
મહેસાણામાં વિરોધ: STP પ્લાન્ટ સામે સ્થાનિકોનો પાલિકામાં હલ્લાબોલ
મહેસાણામાં વિરોધ: STP પ્લાન્ટ સામે સ્થાનિકોનો પાલિકામાં હલ્લાબોલ
અમદાવાદમાં કંટ્રોલ્ડ બ્લાસ્ટથી સુભાષ બ્રિજના 3 સ્પાન થયા ધરાશાયી
અમદાવાદમાં કંટ્રોલ્ડ બ્લાસ્ટથી સુભાષ બ્રિજના 3 સ્પાન થયા ધરાશાયી
વડોદરામાં બસોની પૂરતી સુવિધા ન મળતા લોકો હાલાકીમાં
વડોદરામાં બસોની પૂરતી સુવિધા ન મળતા લોકો હાલાકીમાં
છત્રપતિ સંભાજીનગરમાં પૂર્વ વિદ્યાર્થીએ ટીચર પર કર્યો છરીથી હુમલો !
છત્રપતિ સંભાજીનગરમાં પૂર્વ વિદ્યાર્થીએ ટીચર પર કર્યો છરીથી હુમલો !
સાવરકુંડલામાં ધોધમાર વરસાદ વચ્ચે બાઈક ચાલક તણાયો, જુઓ રેસ્ક્યૂનો દિલધડ
સાવરકુંડલામાં ધોધમાર વરસાદ વચ્ચે બાઈક ચાલક તણાયો, જુઓ રેસ્ક્યૂનો દિલધડ
2027ની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! નબળી બેઠકો પર ભાજપનું ખાસ ફોકસ
2027ની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! નબળી બેઠકો પર ભાજપનું ખાસ ફોકસ
ઉધના ગામ પાસે રોડ પર ભુવો પડતા ST બસ ફસાઈ, જુઓ વીડિયો
ઉધના ગામ પાસે રોડ પર ભુવો પડતા ST બસ ફસાઈ, જુઓ વીડિયો
ગુજરાતમાં મેઘમહેર: 24 કલાકમાં 75 તાલુકામાં વરસાદ
ગુજરાતમાં મેઘમહેર: 24 કલાકમાં 75 તાલુકામાં વરસાદ
તમે રોમાંચક પરિસ્થિતિમાં રહેશો, પૈસાની ખૂબ જ જરૂર પડશે
તમે રોમાંચક પરિસ્થિતિમાં રહેશો, પૈસાની ખૂબ જ જરૂર પડશે
19 વર્ષ બાદ વૃદ્ધને પરત મળી મૂડી, અમરેલી પોલીસનું મોઢું મીઠું કરાવ્યું
19 વર્ષ બાદ વૃદ્ધને પરત મળી મૂડી, અમરેલી પોલીસનું મોઢું મીઠું કરાવ્યું
g clip-path="url(#clip0_868_265)">