AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kartik Aaryan 5 મહિના પછી કામ પર પાછા ફર્યા, મુંબઈના રસ્તાઓ પર બાઈક પર મારી સ્ટાઈલિશ એન્ટ્રી

દેશમાં કોરોના વાયરસની બીજી લહેર આવી અને શૂટિંગ માટે સરકાર દ્વારા લોકડાઉનના નિયમો હળવા કર્યા છે, કાર્તિક આર્યને કોઈ પ્રોજેક્ટ શરૂ કર્યો નથી, પરંતુ 5 મહિના પછી કામ પર પાછા ફર્યા છે.

Kartik Aaryan 5 મહિના પછી કામ પર પાછા ફર્યા, મુંબઈના રસ્તાઓ પર બાઈક પર મારી સ્ટાઈલિશ એન્ટ્રી
Kartik Aaryan
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 02, 2021 | 10:03 PM
Share

કાર્તિક આર્યને (Kartik Aaryan) પાંચ મહિનાની લાંબી રાહ બાદ ફરી તેમની આગામી ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું છે. લાંબી રાહ જોયા પછી કાર્તિક આર્યન તે સ્થળે પાછા ફર્યા છે, જેને તે સૌથી વધુ પસંદ કરે છે. તેમની આગામી ફિલ્મ ફ્રેડીના સેટ પર કાર્તિક આર્યન એકતા કપૂર દ્વારા નિર્મિત અને શશાંક ઘોષ દ્વારા નિર્દેશિત ફિલ્મ ફ્રેડીનો એક ભાગ છે.

કાર્તિકને મુંબઈમાં સ્પોટ કરવામાં આવ્યા હતા, પરંતુ આ વખતે તે ડાન્સ સ્ટુડિયોની બહાર અથવા મીટિંગ પછી અન્ય કોઈ મોટા બેનરની ઓફિસમાંથી બહાર નીકળતા સ્પોટ નહોતા થયા, પરંતુ તેઓ તેમની બાઈક લઈને શૂટિંગ માટે નીકળી પડ્યા હતા. કાર્તિકે વર્સોવા (મુંબઈ)થી જેટી જવા માટે તેમની બાઈકનો ઉપયોગ કર્યો હતો.

તેમણે જેટી સુધી પહોંચવા માટે બાઈક પર જબરદસ્ત અને સ્ટાઈલિશ એન્ટ્રી મારી હતી. જ્યારથી દેશમાં કોરોના વાયરસની બીજી લહેર આવી અને શૂટિંગ માટે સરકાર દ્વારા લોકડાઉનના નિયમો હળવા કર્યા છે, કાર્તિક આર્યને કોઈ પ્રોજેક્ટ શરૂ કર્યો નથી, પરંતુ 5 મહિના પછી કામ પર પાછા ફર્યા છે.

કાર્તિકે પોતાની લાગણીઓ શેર કરી

કાર્તિક આર્યને તેમના સોશિયલ મીડિયા પર એક તસ્વીર શેર કરી છે. આ તસ્વીર શેર કરતાં તેમણે પોતાની લાગણી વ્યક્ત કરી હતી, જેમાં લખ્યું હતું કે, “શૂટિંગ પર ચાલ્યા 5 મહિના પછી.. તે કરવાનો છું જે મને સૌથી વધુ પસંદ છે.”

તમને જણાવી દઈએ કે કોરોના મહામારીની બીજી લહેરને કારણે ભૂલ ભુલૈયા 2નું શૂટિંગ અટકી ગયું હતું, જે હવે ફરી શરૂ થવા જઈ રહ્યું છે. આ સિવાય કાર્તિક તેમના અન્ય પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત થવા જઈ રહ્યા છે. બેક ટુ બેક જાહેરાતો સાથે કાર્તિક આર્યન બેશક ફિલ્મ ઉદ્યોગના સ્ટાર તરીકે ઉભરી રહ્યા છે. હાલમાં તે ઘણા મોટા બેનરો સાથે ઘણી ફિલ્મો કરી રહ્યા છે.

સાજિદ નડિયાદવાલાની આગામી ભવ્ય મ્યુઝિકલ લવ સ્ટોરીની જાહેરાત સાથે ઉત્સાહ સર્જાયા બાદ પ્રેક્ષકો ફરી એક વખત રોમેન્ટિક શૈલીમાં અભિનેતાને જોવા માટે આતુર છે. કાર્તિક આર્યને હંસલ મહેતા દ્વારા કેપ્ટન ઈન્ડિયાની જાહેરાત સાથે દેશભક્ત મોડમાં પણ ઉતર્યા છે.

આવા બે મોટા અને વૈવિધ્યસભર પ્રોજેક્ટ્સ પછી તે રોમેન્ટિક થ્રિલર ડ્રામા ફ્રેડીમાં પણ જોવા મળશે. ફ્રેડી માટે કાર્તિક આર્યનનો નવો લૂક જાહેર થવા જઈ રહ્યો છે, પરંતુ અભિનેતાએ હજી સુધી કોઈ લુક શેર કર્યો નથી અને આનાથી જ તેમના ચાહકોને પહેલાથી ઉત્સુક બનાવી દીધા છે. હવે જોવાનું એ રહેશે કે અભિનેતા તેના માટે કોઈ નવું સરપ્રાઈઝ લાવવા જઈ રહ્યા છે?

આ પણ વાંચો :- Fear: કરણ જોહરે કહ્યુ, શું છે તેમના જીવનનો સૌથી મોટો ડર, શેના કારણે થાય છે તકલીફ

આ પણ વાંચો :- Tokyo Olympics: રણદીપ હુડ્ડા સહીત અનેક સ્ટાર્સની ભારતીય મહિલા હોકી ટીમ ઉપર અભિનંદન વર્ષા

અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 મજૂરો દબાયા
વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 મજૂરો દબાયા
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">