James Poster: Puneeth Rajkumarની છેલ્લી ફિલ્મ ‘જેમ્સ’નું પોસ્ટર રિલીઝ, સૈનિકના દમદાર રૂપમાં જોવા મળ્યો અભિનેતા

દિવંગત અભિનેતા પુનીત રાજકુમારનું ગયા વર્ષે નિધન થયું હતું. આજે પુનીતની છેલ્લી ફિલ્મ જેમ્સનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. આ પોસ્ટર પ્રજાસત્તાક દિવસના અવસર પર ખાસ રિલીઝ કરવામાં આવ્યું છે

James Poster: Puneeth Rajkumarની છેલ્લી ફિલ્મ 'જેમ્સ'નું પોસ્ટર રિલીઝ, સૈનિકના દમદાર રૂપમાં જોવા મળ્યો અભિનેતા
Puneeth Rajkumar in James (Image- Instagram)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 26, 2022 | 7:32 PM

સુપરસ્ટાર પુનીત રાજકુમારનું (Puneeth Rajkumar) ગયા વર્ષે નિધન થયું હતું. અભિનેતાના નિધનથી માત્ર સાઉથ જ નહીં પરંતુ આખી બોલિવૂડ ઈન્ડસ્ટ્રી પણ આઘાતમાં છે. અભિનેતાના મૃત્યુ બાદ હવે તેની છેલ્લી ફિલ્મ જેમ્સ (James) આવવાની છે. 26મી જાન્યુઆરી એટલે કે ગણતંત્ર દિવસના (Republic Day 2022) અવસર પર ફિલ્મમાં પુનીતનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે, જેને જોઈને ચાહકો જેટલા ખુશ છે તેટલા જ ભાવુક પણ છે. આજે તમામ ચાહકો તેમના અપ્પુ (Appu) એટલે કે પુનીતને યાદ કરી રહ્યા છે. ફિલ્મનું આ પોસ્ટર પુનિતના ભાઈ એક્ટર શિવ રાજકુમાર (Shiva Rajkumar) દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ (Instagram) પર શેર કરવામાં આવ્યું છે.

પોસ્ટર શેર કરતા શિવ રાજકુમારે લખ્યું, જેમ્સ તરીકે અપ્પુ. સૌને પ્રજાસત્તાક દિવસની શુભકામનાઓ.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

ફિલ્મની વાત કરીએ તો તેનું નિર્દેશન ચેતન કુમારે કર્યું છે. ચેતને અગાઉ પુનીત સાથે બ્લોકબસ્ટર કન્નડ ફિલ્મ રાજકુમાર આપી હતી. જેમ્સ ફિલ્મમાં પ્રિયા આનંદ મુખ્ય અભિનેત્રી તરીકે જોવા મળશે. તમને જણાવી દઈએ કે પુનીતે આ ફિલ્મનું લગભગ આખું શૂટિંગ કર્યું હતું. એક જ એક્શન સિક્વન્સ રહ્યો હતો. ઉપરાંત, પુનીત ફિલ્મને ડબ કરી શક્યો ન હતો, તેમ છતાં મેકર્સ આ ફિલ્મ રિલીઝ કરવા માંગે છે.

તમને જણાવી દઈએ કે પુનીત છેલ્લે કન્નડ ફિલ્મ યુવારત્નમાં જોવા મળ્યો હતો જેણે બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કર્યું હતું. પુનીત કન્નડ સિનેમાનો મોટો સ્ટાર હતો. તેણે બાળ કલાકાર તરીકે 1985માં ફિલ્મ બેટ્ટાડુ હુવીથી તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ ફિલ્મ માટે તેને બેસ્ટ ચાઈલ્ડ આર્ટિસ્ટનો નેશનલ ફિલ્મ એવોર્ડ પણ મળ્યો હતો. આ પછી પુનીત વર્ષ 2002માં કન્નડ ફિલ્મ અપ્પુમાં મુખ્ય અભિનેતા તરીકે જોવા મળ્યો હતો. આ ફિલ્મથી તેને ચાહકો અપ્પુ કહે છે. પુનીતની કેટલીક લોકપ્રિય ફિલ્મોમાં અભિ, વીરા કન્નડીગા, રામ અને અંજની પુત્રનો સમાવેશ થાય છે.

પુનીતે તેની કારકિર્દીમાં એકથી એક હિટ ફિલ્મો આપીને દર્શકોના દિલ જીતી લીધા હતા, પરંતુ પછી 29 ઓક્ટોબર 2021ના રોજ તેણે તેના ચાહકો અને પરિવારને છોડી દીધો. પુનીતનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. પુનીતના મૃત્યુના સમાચાર સાંભળીને ચાહકો ચોંકી ગયા હતા અને અભિનેતાને શ્રદ્ધાંજલિ આપવા માટે મોટી ભીડ ઉમટી હતી. એટલું જ નહીં, આ સમયે પોલીસે ખાસ સુરક્ષા પણ રાખી હતી.

આ સિવાય સાઉથના તમામ મોટા સેલેબ્સ પણ અભિનેતાને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. પુનીતના પાર્થિવ દેહને જોઈને સેલેબ્સ પણ પોતાના આંસુ રોકી શક્યા ન હતા. હવે સુપરસ્ટાર પુનીતના અવસાન બાદ,તેના ચાહકો આખરી વખત પુનીતને મોટા પડદા પર જોવાની રાહ દેખી રહ્યા છે.

આ પણ વાંચો:

Ghulam Nabi Azadને પદ્મ ભૂષણ બાદ ફરી સામે આવી Congressમાં તકરાર, જાણો આસામના સીએમ હિમંતા બિસ્વા સરમાની પ્રતિક્રિયા

આ પણ વાંચો:

Shivangi Singh: Rafale ફાઈટર પ્લેન ઉડાવનાર ભારતની એકમાત્ર મહિલા પાઈલટે Republic Day પરેડમાં ભાગ લીધો

g clip-path="url(#clip0_868_265)">