પુલવામા આતંકી હુમલાને લઈને બૉલીવુડ અભિનેત્રી કંગના રણૌટ બહુ જ દુઃખી છે અને તેણે CRPF જવાનો પર થયેલા આ હુમલાની ઘોર નિંદા કરી છે. TV9 Gujarati Web Stories View more જો આ 3 જગ્યાએ ઘર બનાવશો તો મુશ્કેલી ક્યારેય નહીં છોડે તમારો સાથ સવારે ખાલી પેટ તજનું પાણી પીવાથી જાણો શું થાય છે? દિવાળી પર […]
Follow Us:
પુલવામા આતંકી હુમલાને લઈને બૉલીવુડ અભિનેત્રી કંગના રણૌટ બહુ જ દુઃખી છે અને તેણે CRPF જવાનો પર થયેલા આ હુમલાની ઘોર નિંદા કરી છે.
તાજેતરમાં જ મણિકર્ણિકા ફિલ્મમાં ઝાંસીની રાણીનો રોલ કરનાર કંગનાએ પહેલા તો આ આતંકી હુમલા સામે પિંકવિલાને આપેલા ઇંટર્વ્યૂમાં ભારે આક્રોશ ઠાલવ્યો હતો. હવે કંગનાએ MANIKARNIKA ફિલ્મની સક્સેસ પાર્ટી રદ કરી દીધી છે.
કંગના 100 કરોડ ક્લબમાં મણિકર્ણિકા ફિલ્મ સામેલ થતાં આ સક્સેસ પાર્ટીનું આયોજન કર્યુ હતું, પરંતુ સીઆરપીએફ પર થયેલા આતંકી હુમલાથી કંગનાએ સક્સેસ પાર્ટી કૅંસલ કરી દીધી છે.
આ પહેલા કંગનાએ પિંકવિલાને આપેલા એક ઇંટરવ્યૂમાં આકરા અને કડક શબ્દોમાં આતંકી હુમલાની ટીકા કરી હતી. કંગનાએ આ ઇંટર્વ્યૂમાં કહ્યુ હતું, ‘પાકિસ્તાને ન માત્ર આપણા દેશની સલામતી પર હુમલો કર્યો છે, બલ્કે આ હુમલા વડે તેણે આપણને ખુલ્લેઆમ પડકાર્યો છે, આપણા આત્મ-સન્માનને ઊંડો ઘા પહોંચાડ્યો છે અને આપણું અપમાન કર્યું છે. આવામાં હવે આપણે એક નિર્ણાયક પગલું ભરવું પડશે, નહિંતર આપણા મૌનને આપણી કાયરતા સમજી લેવામાં આવશે. આજે ભારત લોહીલુહાણ છે. એવામાં જે પણ અહિંસા અને શાંતિની વાત કરશે, તેને રોડ પર સરાજાહેર તમાચો મારવો જોઇએ. સૌના મોઢાને કાળું કરી દેવું જોઇએ, પછી તેમને ગધેડા પર બેસાડી સરાજાહેર સડક પર ફરાવવા જોઇએ અને તેમને તમાચાઓ વરસાવવા જોઇએ.’