Kabhi Eid Kabhi Diwali: સલમાન ખાનની ફિલ્મનો ફર્સ્ટ લૂક સામે આવ્યો, ભાઈજાને પૂજા હેગડે સાથે શરૂ કર્યું શૂટિંગ

સલમાન ખાને તેની આગામી ફિલ્મ કભી ઈદ કભી દિવાલીનો (Kabhi Eid Kabhi Diwali) ફર્સ્ટ લૂક તેના ચાહકો સાથે શેર કર્યો છે. પોસ્ટ કરેલા ફોટામાં સલમાન એકદમ અલગ દેખાઈ રહ્યો છે.

Kabhi Eid Kabhi Diwali: સલમાન ખાનની ફિલ્મનો ફર્સ્ટ લૂક સામે આવ્યો, ભાઈજાને પૂજા હેગડે સાથે શરૂ કર્યું શૂટિંગ
Salman KhanImage Credit source: Instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 14, 2022 | 4:48 PM

આ દિવસોમાં સલમાન ખાન તેની આગામી ફિલ્મ ‘કભી ઈદ કભી દિવાલી’ને (Kabhi Eid Kapbhi Diwali) લઈને ખૂબ જ ચર્ચામાં છે. આવી સ્થિતિમાં હવે આ ફિલ્મમાંથી સલમાન ખાનનો (Salman Khan) ફર્સ્ટ લુક સામે આવ્યો છે. ભાઈજાને પોતે આ ફિલ્મનો ફર્સ્ટ લૂક પોતાના ફેન્સ સાથે શેર કર્યો છે. સલમાને પોતાના ઓફિશિયલ ઈન્સ્ટા પરથી એક ફોટો શેર કર્યો છે જેમાં સલમાન પોતાનો અડધો ચહેરો બતાવી રહ્યો છે. આ લુક તેની અન્ય ફિલ્મોના લુક કરતા એકદમ અલગ છે. આ ફોટામાં સલમાન ખાનના વાળ ઘણા મોટા દેખાઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે, રાધે શ્યામ અભિનેત્રી પૂજા હેગડે (Pooja Hegde) આ ફિલ્મમાં સલમાન ખાનની સામે છે. સલમાન ખાને પૂજા સાથે આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે.

આવો છે સલમાન ખાનની ‘કભી ઈદ કભી દિવાલી’ના અભિનેતાનો ફર્સ્ટ લુક

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
View this post on Instagram

A post shared by Salman Khan (@beingsalmankhan)

આ પોસ્ટ શેર કરતા સલમાન ખાને કેપ્શનમાં ફેન્સ માટે આ માહિતી આપી હતી કે તેણે આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે. ધીમે ધીમે ફિલ્મની કાસ્ટ વિશેના સમાચારો સામે આવી રહ્યા છે. આ ફિલ્મમાં શહેનાઝ ગિલ પણ દેખાશે એવી માહિતી પણ મળી હતી. તમને જણાવી દઈએ કે, સલમાન ખાન અને શહેનાઝનું બોન્ડ થોડા દિવસો પહેલા એક ઈદ પાર્ટીમાં જોવા મળ્યો હતો. ખાન પરિવારની પાર્ટીમાં શહેનાઝ ગિલને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. જ્યાં તે બ્લેક આઉટફિટમાં જોવા મળી હતી. આ દરમિયાન સલમાન અને શહનાઝનો એક વીડિયો ઘણો વાયરલ થયો હતો.

શું હતું વીડિયોમાં..

આ વીડિયોમાં સલમાન ખાન અને શહેનાઝ એકબીજાની ખૂબ જ નજીક દેખાયા હતા. શહેનાઝ જે રીતે બિગ બોસમાં હતી તે જ રમતિયાળ અંદાજમાં જોવા મળી હતી, જ્યારે સલમાન ખાન પણ તેનો લગાવ દર્શાવતો કેમેરામાં કેદ થયો હતો. સોશિયલ મીડિયા પર ઘણા લોકોને સલમાનની આ હરકતો ખૂબ પસંદ આવી હતી, જ્યારે ઘણા લોકો શહેનાઝને તેના વર્તન માટે ટ્રોલ કરતા જોવા મળ્યા હતા.

ઘણા લોકોએ અટકાવ્યા અને અભિનેત્રી માટે કહ્યું કે તે કેવી રીતે કરી રહી છે. નોંધનીય છે કે, ઈદ પાર્ટીમાં આવેલી શહેનાઝ જ્યારે પરત ફરી રહી હતી ત્યારે તે સલમાનનો હાથ પકડીને જોવા મળી હતી. તે સલમાનને ક્યૂટ અંદાજમાં કહેતી જોવા મળી હતી કે મને કારમાં સુધી છોડી દો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">