Box Office Collection : RRR 1,000 કરોડની કમાણીથી થોડા જ પગલા દૂર, બોક્સ ઓફિસ પર ‘એટેક’નો પરસેવો છુટ્યો
RRR and Attack Box Office Collection : એક તરફ જ્યાં ફિલ્મ 'RRR'ની ટીમ સફળતાનો જશ્ન મનાવી રહી છે, તો બીજી તરફ જોન અબ્રાહમ બોક્સ ઓફિસ પર 'અટેક'ની નિષ્ફળતાથી દુ:ખી છે.
Box Office Collection : એક્શન સ્ટાર જોન અબ્રાહમ (John Abraham)ની ફિલ્મ ‘એટેક’ બોક્સ ઓફિસ પર સારો બિઝનેસ કરવામાં નિષ્ફળ રહી છે. વિવેક અગ્નિહોત્રી (Vivek Agnihotri) ની ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ અને એસએસ રાજામૌલીની ‘આરઆરઆર’, જ્હોનની ‘એટેક’ના બોક્સ ઓફિસ બિઝનેસને અસર કરી છે. 6 દિવસ પછી પણ ફિલ્મ ‘અટેક’ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી નથી. આ ફિલ્મમાં જ્હોન અબ્રાહમ ઉપરાંત જેકલીન ફર્નાન્ડીઝ અને રકુલ પ્રીત સિંહ પણ છે. ફિલ્મમાં જબરદસ્ત એક્શન અને હેન્ડસમ જ્હોન છે, પરંતુ તેમ છતાં આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે નિષ્ફળ રહી છે. ફિલ્મ ‘RRR’ રિલીઝ થયાને 13 દિવસ થઈ ગયા છે અને આ ફિલ્મના બિઝનેસની ગતિ અટકી રહી નથી.
જાણો ‘RRR’ અને ‘Atack’ની અત્યાર સુધીની કમાણી
આજે સૌથી પહેલા વાત કરીએ ફિલ્મ ‘એટેક’ વિશે. ઓનલાઈન મીડિયા રિપોર્ટ્સ અનુસાર, છઠ્ઠા દિવસે પણ ફિલ્મ એટેકની ગતિ ધીમી હતી. કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મ છઠ્ઠા દિવસે માત્ર 1 કરોડ રૂપિયાનો જ બિઝનેસ કરી શકી છે, ત્યારબાદ ફિલ્મની અત્યાર સુધીની કમાણી 13 કરોડ રૂપિયા થઈ ગઈ છે.
View this post on Instagram
હવે વાત કરીએ ફિલ્મ RRRની. આ ફિલ્મ 25 માર્ચે રિલીઝ થઈ હતી અને ત્યારથી ફિલ્મની કમાણીની ગતિ જબરદસ્ત રહી છે. ફિલ્મે 13માં દિવસે લગભગ 10 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે, ત્યારબાદ ફિલ્મની વર્લ્ડ વાઈડ કમાણી લગભગ 950 કરોડ રૂપિયા થઈ ગઈ છે. માનવામાં આવી રહ્યું છે કે આ વીકેન્ડ સુધીમાં ફિલ્મ 1000 કરોડનો આંકડો પાર કરી જશે. ફિલ્મને દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો છે. બુધવારે ફિલ્મની સક્સેસ પાર્ટીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ફિલ્મના કલાકારો સહિત અનેક પ્રતિષ્ઠિત હસ્તીઓએ હાજરી આપી હતી.
જ્હોન અબ્રાહમે ફિલ્મની નિષ્ફળતા સ્વીકારી
એક તરફ જ્યાં ફિલ્મ ‘RRR’ની ટીમ સફળતાનો જશ્ન મનાવી રહી છે, તો બીજી તરફ જોન અબ્રાહમ બોક્સ ઓફિસ પર અટેકની નિષ્ફળતાથી દુઃખી છે. જ્હોન અબ્રાહમે આજે તેના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેણે આ ફિલ્મની પ્રશંસા કરનારા તમામ લોકોનો આભાર માન્યો છે.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-
આ પણ વાંચો : યુક્રેન પર કબજો મેળવવાની ઘેલછામાં રશિયાએ તમામ હદ કરી પાર, NATO એ પહેલીવાર યુક્રેનને કરી મદદ