AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

યુક્રેન પર કબજો મેળવવાની ઘેલછામાં રશિયાએ તમામ હદ કરી પાર, NATO એ પહેલીવાર યુક્રેનને કરી મદદ

Russia-Ukraine War: ક્રેમલિને કહ્યું છે કે, મોસ્કો અને કિવ (Moscow and Kyiv) વચ્ચે શાંતિ મંત્રણા (Peace talks)આગળ વધી રહી નથી. બીજી તરફ રશિયન પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે જણાવ્યું હતું કે વાટાઘાટોના નવા રાઉન્ડ માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે, પરંતુ કોઈપણ સિદ્ધિઓ પ્રાપ્ત થાય તે પહેલાં હજી લાંબી મજલ કાપવાની બાકી છે.

યુક્રેન પર કબજો મેળવવાની ઘેલછામાં રશિયાએ તમામ હદ કરી પાર, NATO એ પહેલીવાર યુક્રેનને કરી મદદ
Russia Ukraine War (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 07, 2022 | 7:18 AM
Share

Russia Ukriane Crisis : રશિયાએ બુધવારે યુક્રેનિયન શહેરો મેરીયુપોલ (Mariupol)અને ખાર્કિવ(Kharkiv)  પર બોમ્બમારો કર્યો. એવું માનવામાં આવે છે કે યુરોપિયન યુનિયન દ્વારા નવા પ્રતિબંધોની જાહેરાત પર રશિયન સેનાએ યુક્રેનમાં (Ukriane) બોમ્બમારો સાથે વળતો જવાબ આપ્યો છે. આ બંને શહેરો પર પહેલા જ દિવસે રશિયન સેના દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને 42 દિવસના યુદ્ધમાં (Russia Ukraine War) બંને શહેરો આજે સ્મશાનમાં તબદીલ થયા હોય તેવુ લાગી રહ્યું છે. નિષ્ણાતોના મતે, રશિયન સેના મેરીયુપોલને તેના વિજયના ચંદ્રક તરીકે માની રહી છે અને કોઈ પણ સંજોગોમાં આ બે શહેરો ગુમાવવા માંગતી નથી. આ બંને શહેરો પર વિજય મેળવ્યા બાદ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું(President Vladimir Putin)  મિશન પૂર્ણ થઈ શકે છે, પરંતુ નાટો દેશોના હથિયારોના આધારે યુક્રેનની સેનાએ આ શહેરો પર રશિયાને કબજો કરતા રોકવાનો પ્રયાસ કરી રહ્યુ છે.

ક્રુરતાની દરેક હદ પાર

મીડિયા અનુસાર, લગભગ એક મહિનાના યુદ્ધમાં બચી ગયેલા લોકોએ અહેવાલ આપ્યો છે કે રશિયન સૈનિકોએ(Russian Army)  હુમલો કરતાની સાથે જ 50 વર્ષથી ઓછી ઉંમરના દરેક નાગરિકને મારી નાખ્યા અને વૃદ્ધ લોકોને 20 મિનિટની અંદર દફનાવવાનો આદેશ આપ્યો. માયકોલા નામના 53 વર્ષીય રહેવાસીએ જણાવ્યું કે તેના બે પરિચિતોને રશિયન સૈનિકોએ હેન્ડ ગ્રેનેડથી ઉડાવી દીધા હતા.

રશિયાએ યુક્રેન પર લગાવ્યો આ આરોપ

રશિયાના સંરક્ષણ મંત્રાલયે આક્ષેપ કર્યો છે કે યુક્રેનિયન સૈન્ય પશ્ચિમી મીડિયાની હેડલાઇન્સ મેળવવા માટે નરસંહારની કહાનીઓ ઘડી રહી છે. બુચા શહેરની (Bucha City) એવી તસવીરો તૈયાર કરવામાં આવી રહી છે, જેને જોઈને સહાનુભૂતિ ઊભી થઈ શકે છે અને રશિયાને વિલન તરીકે બતાવવાનું નેરેટિવ સેટ થઈ શકે છે. મોસ્કોએ તેના પુષ્ટિકૃત સ્ત્રોતોને ટાંકીને દાવો કર્યો છે કે યુક્રેનની સેનાએ સોમવારે કિવના ઉત્તર પશ્ચિમમાં 23 કિલોમીટર દૂર મોસ્ચુન નામના ગામમાં ગોળીબાર કર્યો હતો, જ્યાં હત્યાકાંડની નકલી કહાની ગોઠવવામાં આવી હતી. રશિયાના જણાવ્યા અનુસાર, સુમી પણ કિવની જેમ કોનોટોપમાં હત્યાકાંડ બતાવવા માટે પ્રયાસ કરી રહ્યુ છે. આ જ કારણ છે કે યુક્રેનની સેના જે જગ્યાએથી રશિયન સેના પાછી ખેંચી છે ત્યાં યુદ્ધ અપરાધોનો તેઓ કોઈ સીધો પુરાવો આપવામાં અસમર્થ છે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો : રોમાનિયામાં રશિયન એમ્બેસીના ગેટ સાથે કાર અથડાઈ, ભીષણ આગમાં ડ્રાઈવરનું મોત, જુઓ વીડિયો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">