Gujarati NewsVideosJohn Abraham and Shilpa Shetty set fire to the stage of 'India's Got Talent', watch the viral video
જ્હોન અબ્રાહમ અને શિલ્પા શેટ્ટીએ ‘ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ’ના સ્ટેજ પર લગાવી આગ, જુઓ વાયરલ વીડિયો
અભિનેત્રી શિલ્પા શેટ્ટીનો શો 'ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ' એ હંમેશાથી બોલીવુડના કલાકારો માટે તેમના પ્રોજેક્ટસનું પ્રમોશન કરવા માટે પ્રથમ પસંદગી રહ્યો છે. તાજેતરમાં 'એટેક' ફિલ્મની સ્ટારકાસ્ટે આ શોના સ્ટેજ પર ખૂબ જ ધમાલ મસ્તી કરી હતી.
અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ (Shilpa Shetty) તેના ટ્વીટર એકાઉન્ટ પર ‘ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ સીઝન 9’ (India’s Got Talent) ના સેટ પરથી એક વીડિયો શેયર કર્યો છે. આ શેયર કરેલી ક્લિપમાં ‘એટેક’ (Attack) ફિલ્મના કલાકારો રકુલ પ્રીત સિંહ, જેકલીન ફર્નાન્ડીઝ અને જ્હોન અબ્રાહમ (John Abraham) શિલ્પાની બાજુમાં બેઠેલા જોવા મળે છે. આ ત્રણેય કલાકારો શુક્રવારે (01/04/2022)ના રોજ રીલિઝ થયેલી તેમની ફિલ્મ એટેકના પ્રચાર માટે આ રિયાલિટી શોમાં આવ્યા હતા. અત્યારે એટેક ફિલ્મના ટીઝર અને ટ્રેલર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.
આ વાયરલ થયેલી ક્લિપ શેયર કરતાં શિલ્પાએ લખ્યું કે, ”એક થપ્પડમાં તેણે આખો નકશો રજૂ કર્યો અને અમારા સુપર સૈનિકે આખા હુમલાની યોજના બનાવી. કૃપા કરીને તમારા નજીકના સિનેમા હોલમાં એટેક ફિલ્મ જુઓ.”
Ek slap mein poora map pesh kar diya 🗺
Humaare ‘Super Soldier’ ne poora #Attack plan kar diya 👨🎤
— SHILPA SHETTY KUNDRA (@TheShilpaShetty) April 1, 2022
આ વાયરલ વીડિયોમાં શિલ્પા શેટ્ટી અભિનેત્રી જેકલીન અને રકુલ પ્રીત સિંઘ સાથે વાત કરતી જોઈ શકાય છે, કે કેવી રીતે તેમના ગૂગલ મેપ્સ કામ નથી કરી રહ્યા. તે પછી તેઓ જ્હોન તરફ વળે છે અને તેને નકશા બતાવવાનું કહે છે, જેના પછી તે તેના ડાબા હાથને થપ્પડ મારે છે, જેમાં નસ તરત બહાર ઊભરી આવે છે. તેને જોઈને શિલ્પા બૂમો પાડે છે. જેકલીન અને રકુલને “ઓહ માય ગોડ” કહેતા સાંભળી શકાય છે. જ્હોન પછી તેના હાથ તરફ નિર્દેશ કરે છે અને તેમને પૂછે છે, “તમે ક્યાં જવા માંગો છો? બાંદ્રા?”
— SHILPA SHETTY KUNDRA (@TheShilpaShetty) March 31, 2022
જ્હોન, રકુલ પ્રીત સિંઘ અને જેકલીન હાલમાં તેમની ફિલ્મ ‘એટેક’નું શાનદાર પ્રમોશન કરી રહ્યા છે. આ ફિલ્મમાં જ્હોન અર્જુનની ભૂમિકા ભજવે છે, જે એક સુપર-સૈનિક “આતંકનો સામનો કરવા અને મોટા ત્રાસવાદી હુમલાઓને રોકવા માટે કામ કરે છે. આ ફિલ્મમાં પ્રકાશ રાજ અને રત્ના પાઠક શાહ પણ મુખ્ય ભૂમિકામાં છે. લક્ષ્ય રાજ આનંદ દ્વારા નિર્દેશિત, ફિલ્મનો પહેલો ભાગ શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થયો હતો.
ફિલ્મ નિર્દેશકોએ કરેલી આ ફિલ્મની સમીક્ષા અનુસાર, “જ્હોન તેના એક્શન હીરો અવતારમાં સીમલેસ લાગે છે. આ શૈલી, સ્પષ્ટ કારણોસર, તેની પાસે કુદરતી રીતે આવે છે. તે નબળાઈને શક્તિ સાથે સરળતાથી ભેળવે છે અને તેની શારીરિક તૈયારી પણ સમગ્ર ફિલ્મ દરમિયાન સ્ક્રીન પર દેખાય છે. જો કે, લાંબા સમયથી લકવાગ્રસ્ત હોવા છતાં જે રીતે તેનું પાત્ર અચાનક ઉભરી આવે છે અને પહેલા કરતા વધુ ફિટ દેખાય છે તે ખૂબ અદ્ભુત બાબત છે. રકુલ એક વિશ્વાસપાત્ર વ્યક્તિ તરીકેનું કાર્ય કરે છે અને સ્ક્રીન પર આત્મવિશ્વાસથી પૂર્ણ દેખાય છે. જેકલીન પણ એક વિસ્તૃત કેમિયોમાં સ્ક્રીન પર ગ્લેમર લાવે છે પરંતુ અચાનક આ પ્રેમ કથાનો અંત જોવા મળે છે.”