દુ:ખદ! જોધા અકબર અને CID ના આ અભિનેતાની સ્થિતિ કફોડી, બીમારીના કારણે કાપવો પડ્યો પગ

જોધા અકબર ફેમ અભિનેતા લોકેન્દ્ર સિંહ (Lokendra Singh) ખુબ ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યા છે. સ્વાસ્થ્ય સમસ્યાઓ અને આર્થિક તંગીના કારણે એક પગ કાપવો પડ્યો.

દુ:ખદ! જોધા અકબર અને CID ના આ અભિનેતાની સ્થિતિ કફોડી, બીમારીના કારણે કાપવો પડ્યો પગ
Jodha Akbar actor Lokendra Singh had to amputate his leg due to stress and blood sugar
TV9 GUJARATI

| Edited By: Gautam Prajapati

Aug 03, 2021 | 11:22 AM

કોરોના મહામારીની અસર દરેક પર પડી છે. મહામારીના કારણે ઘણા કલાકારોને કામ મળવાનું બંધ થઇ ગયું છે. જેના કારણે નાના નાના અભિનેતાઓને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આવું જ કંઈક જોધા અકબર ફેમ અભિનેતા લોકેન્દ્ર સિંહ (Lokendra Singh) સાથે થયું છે. લોકેન્દ્રએ ડાયાબિટીસને કારણે એક પગ ગુમાવ્યો છે.

લોકેન્દ્ર કોરોના સમયગાળા દરમિયાન કામ ના મળવાના કારણે ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા. કામ અને તંગીના ટેન્શનમાં તણાવ તેમનું વધી ગયું જેને કારણે ડાયાબિટીસનું સ્તર એટલું વધી ગયું કે તેમને એક પગ ગુમાવવો પડ્યો. લોકેન્દ્રએ એક ઈન્ટરવ્યુમાં પોતાની સર્જરી અને નાણાકીય કટોકટી વિશે જણાવ્યું છે.

લોકેન્દ્રએ કહ્યું કે આ બધું ત્યારે શરૂ થયું જ્યારે મારા જમણા પગમાં કોર્ન થઇ ગઈ હતી ત્યાર મેં તેના પર ધ્યાન ન આપ્યું. આ ચેપ થઇ ગયું અને ખૂબ જ ટૂંકા સમયમાં તે અસ્થિ મજ્જા દ્વારા સમગ્ર શરીરમાં ફેલાઈ ગયું. મને બચાવવાનો એકમાત્ર રસ્તો એ હતો કે મારો જમણો પગ ઘૂંટણ સુધી કાપી નાખવો. અને છેવટે એ કરવું પડ્યું.

કોવિડ દરમિયાન કામ ના મળ્યું

લોકેન્દ્રએ કહ્યું કે રોગચાળાને કારણે તેમને કામ કરવાની બહુ ઓછી તક મળી રહી હતી અને આર્થિક તંગી પણ વધી ગઈ હતી. તેમણે કહ્યું કે હું કોવિડ પહેલા ખૂબ જ સારું કામ કરી રહ્યો હતો, પરંતુ રોગચાળામાં કામ બહુ ઓછું થઈ ગયું અને મને આર્થિક તંગીનો પણ સામનો કરવો પડી રહ્યો છે. મને સિન્ટા તરફથી પણ આર્થિક મદદ મળી. અભિનેતાઓ મને પ્રોત્સાહિત કરવા અને મારા સ્વાસ્થ્ય વિશે પૂછવા માટે ફોન કરતા હતા.

સ્વાસ્થ્ય પર તણાવની અસર

લોકેન્દ્રએ કહ્યું કે તણાવની તેના સારા સ્વાસ્થ્ય પર ખૂબ ખરાબ અસર પડી છે. ઓછું કામ અને નબળી દિનચર્યાએ તેના ડાયાબિટીસનું જોખમ વધારી દીધું છે.

તમને જણાવી દઈએ કે લોકેન્દ્ર જોધા અકબર સિવાય તે યે હૈ મોહબ્બતેં, સીઆઈડી અને ક્રાઈમ પેટ્રોલમાં દેખાયા છે. તેઓ રણબીર કપૂર સાથે ફિલ્મ જગ્ગા જાસૂસમાં પણ દેખાયા હતા તેમજ તેઓ સંજય લીલા ભણસાલીની ફિલ્મ મલાલમાં પણ જોવા મળ્યા હતા.

આ પણ વાંચો: OMG: આ મોટા કલાકાર હશે કપિલ શર્મા શોની નવી સિઝનના પહેલા મહેમાન, ધમાકેદાર હશે પહેલો એપિસોડ

આ પણ વાંચો: Birthday Special: જીવનની ઘણી ‘ગુથ્થી’ ઉકેલી આ મુકામે પહોંચ્યા છે સુનીલ ગ્રોવર, જાણો તેમના સંઘર્ષ વિશે

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati