જાવેદ અખ્તર સોશિયલ મીડિયા પર થયા જોરદાર ટ્રોલ,જાણો શું છે કારણ

ઘણા બોલિવુડ સ્ટાર્સ સોશિયલ મિડીયા પર ટ્રોલ થતા રહે છે.ત્યારે હાલમાં જાવેદ અખ્તર સોશિયલ મિડીયા પર પોતાની પોસ્ટને કારણે ટ્રોલ થઈ રહ્યા છે.

જાવેદ અખ્તર સોશિયલ મીડિયા પર થયા જોરદાર ટ્રોલ,જાણો શું છે કારણ
Javed Akhtar is being trolled on Social Media

ટોક્યો ઓલમ્પિકમાં (Tokyo olympics) ભારતીય હોકીટીમની જીત બાદ, પ્રધાનમંત્રી મોદી સહિત દેશવાસીઓએ હોકી ટીમને શુભેચ્છા પાઠવી હતી.ત્યારે જાવેદ અખ્તરે પણ હોકી ટીમને શુભકામના આપવા માટે પોતાના ટ્વિટર એકાઉન્ટ (Twitter Account) પર પોસ્ટ કરી હતી.પરંતુ,પોસ્ટમાં થયેલી તેમની ભુલને કારણે હાલ,તેઓ સોશિયલ મિડીયા (Social Media) પર ટ્રોલ થયા છે.હવે સૌ જાવેદ અખ્તરને ટ્રોલ કરી રહ્યા છે, અને તેની મજાક ઉડાવી રહ્યા છે.

જુઓ આ પોસ્ટ

 

 

જુઓ શું છે લોકોના રિએક્શન

 

 

તો કેટલાકે જાવેદ અખ્તર પર ફિલ્મસ્ટરનો પ્રચાર કરવાનો આરોપ લગાવ્યો.જેમાં એક યુઝર્સ લખ્યું હતું કે, ભારતીય મહિલા હોકી ટીમ જીતી છે.અને અખ્તરજી વાસ્તવમાં  શાહરૂખ ખાનનાં “ચક દે ઈન્ડિયાનો” પ્રચાર કરી રહ્યા છે.

 

 

 

 

 

 

 થોડા દિવસ અગાઉ  પરિવાર પણ  ટ્રોલ થયો હતો

આપને જણાવવું રહ્યું કે, જાવેદ અખ્તર (Javed Akhtar) એક ભારતીય રાજકીય કાર્યકર, કવિ, ગીતકાર અને પટકથા લેખક છે. તેમણે દીવાર, જંજીર અને શોલે જેવી ફિલ્મો બનાવીઅને બાદમાં તેઓ ગીતકાર અને સામાજિક-રાજકીય કાર્યકર તરીકે કાર્ય કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો અગાઉ જ્યારે યુઝર્સ દ્વારા અખ્તર પરિવારને  સોશિયલ મિડીયા પર ટ્રોલ કરવામાં આવ્યો હતો,ત્યારે ફરહાન અખ્તર ટ્રોલર્સને વળતો જવાબ આપ્યો હતો અને જણાવ્યું હતું કે,ટ્રોલર્સથી કોઈ ફર્ક પડતો નથી.

આ પણ વાંચો: દુ:ખદ! જોધા અકબર અને CID ના આ અભિનેતાની સ્થિતિ કફોડી, બીમારીના કારણે કાપવો પડ્યો પગ

આ પણ વાંચો: OMG: આ મોટા કલાકાર હશે કપિલ શર્મા શોની નવી સિઝનના પહેલા મહેમાન, ધમાકેદાર હશે પહેલો એપિસોડ

Click on your DTH Provider to Add TV9 Gujarati