જેકલીન ફર્નાન્ડીઝે હવામાં દેખાડ્યા કરતબ, સોશિયલ મીડિયા પર દિવાના થયા Fans

જેકલીન ફર્નાન્ડીઝે હવામાં દેખાડ્યા કરતબ, સોશિયલ મીડિયા પર દિવાના થયા Fans
Jacqueline Fernandez

સેલિબ્રિટીઝ તેમના ચાહકો માટે સોશિયલ મીડિયા પર હંમેશાં તેમના રૂટીન, ફેશનેબલ લૂક્સ, ડાયેટ ચાર્ટ્સ અને ફિટનેસ મંત્ર વિશે શેર કરે છે.

Hiren Buddhdev

| Edited By: Kunjan Shukal

Feb 12, 2021 | 8:59 PM

સેલિબ્રિટીઝ તેમના ચાહકો માટે સોશિયલ મીડિયા પર હંમેશાં તેમના રૂટીન, ફેશનેબલ લૂક્સ, ડાયેટ ચાર્ટ્સ અને ફિટનેસ મંત્ર વિશે શેર કરે છે. જેકલીન ફર્નાન્ડીઝ તેમાંની એક હસ્તી છે. તાજેતરના એક ઈન્ટરવ્યૂમાં તેણે જાહેર કર્યું કે તે 2021માં કાર્ડિયો ઉપરાંત ધ્યાન પર વધુ કેન્દ્રિત કરવા માંગે છે. આવી સ્થિતિમાં જેકલીન ફર્નાન્ડીઝે હવામાં ખતરનાક સ્ટંટ કરતી વખતે ફોટો શેર કરીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે.

બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીઝે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર પોસ્ટ કરી હતી, જેનાથી તેના પ્રશંસકોને આશ્ચર્ય થયું છે. ફોટામાં તે એક જ કપડાની મદદથી હવામાં લટકતી જોવા મળી રહી છે. આ ફોટાના કેપ્શનમાં તેમણે લખ્યું, “ઉપરથી નીચે.” આ તસવીરમાં તેમણે એક આઈવરી કરલની લિયોટાર્ડ પહેર્યો છે (સ્કિન ટાઈટ સિંગલ ડ્રેસ જે આખા શરીરને આવરી લે છે).

ફોટામાં જેક્લીનની ફિટનેસ અને સાનુકૂળતા જોઈને લોકોના શ્વાસ થમી ગયા હતા. થોડા દિવસો પહેલા 2021 માટે તેમની તંદુરસ્તી અને સુખાકારીના લક્ષ્યાંક વિશે વાત કરતાં, જેકલીન ફર્નાન્ડીઝે જાહેર કર્યું કે તે તેના રુટીનમાં વધુ મેડિટેશન ઉમેરશે અને કાર્ડિયોમાં વધારો કરશે. જેક્લીન પોતાને યોગા ગર્લ કહે છે અને વર્કઆઉટ્માં લોન્ગ વોકની શોખીન છે. જેક્લીન આગામી મહિનાઓમાં અક્ષય કુમાર સાથે બચ્ચન પાંડે, કિક 2, ભૂત પોલીસ અને સર્કસ ફિલ્મોમાં જોવા મળશે.

આ પણ વાંચો: બોયફ્રેન્ડ રોહમન શોલ સાથે Sushmita Senએ કર્યું બ્રેકઅપ? પોસ્ટ જોઈને ફેન્સ થયા હેરાન

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati