બોયફ્રેન્ડ રોહમન શોલ સાથે Sushmita Senએ કર્યું બ્રેકઅપ? પોસ્ટ જોઈને ફેન્સ થયા હેરાન

બોયફ્રેન્ડ રોહમન શોલ સાથે Sushmita Senએ કર્યું બ્રેકઅપ? પોસ્ટ જોઈને ફેન્સ થયા હેરાન

બોલિવૂડ એક્ટ્રેસ સુષ્મિતા સેને(Sushmita sen) તાજેતરમાં એક પોસ્ટ શેર કરીને ફેન્સને મૂંઝવણમાં મૂકી દીધા છે. ખરેખર, બુધવારે સુષ્મિતાએ તેના ઈન્સ્ટાગ્રામ અને ટ્વીટર હેન્ડલ પરથી એક પોસ્ટ શેર કરી છે.

Charmi Katira

| Edited By: Kunjan Shukal

Feb 12, 2021 | 7:02 PM

બોલિવૂડ એક્ટ્રેસ સુષ્મિતા સેને(Sushmita sen) તાજેતરમાં એક પોસ્ટ શેર કરીને ફેન્સને મૂંઝવણમાં મૂકી દીધા છે. ખરેખર, બુધવારે સુષ્મિતાએ તેના ઈન્સ્ટાગ્રામ અને ટ્વીટર હેન્ડલ પરથી એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટ જોયા પછી ફેન્સ મૂંઝવણમાં છે કે શું સુષ્મિતાએ આ બાબતો તેમના બોયફ્રેન્ડ રોહમન શાલ વિશે વિચારીને લખી છે. જણાવી દઈએ કે, સુષ્મિતા અને રોહમન ઘણા લાંબા સમયથી રિલેશનશિપમાં છે અને આ બંનેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે.

https://twitter.com/thesushmitasen/status/1359424647133945857?s=20

સુષ્મિતાએ લખ્યું, ‘સમસ્યા એ છે કે મહિલાઓ વિચારે છે કે તે બદલાશે, તે બદલાશે નહીં. પુરુષો કરેલી ભૂલ એ છે કે તેઓને લાગે છે કે તે ક્યારેય નહીં છોડે, પરંતુ છોડીને ચાલી જાય છે. “સુષ્મિતાની આ થોડીક લાઈનથી અંદાજ નથી આવતો કે તે શેના વિશે કહી રહી છે અને તેને શું વિચારીને આ વાત લખી છે. આ સાથે જ તેને આ પોસ્ટના કેપ્શનમાં લખ્યું હતું કે, ‘વાર્તાનો સાર એ છે કે તે બદલાશે નહીં અને તે દૂર થઈ જશે.’ સુષ્મિતાએ આ પોસ્ટ શેર કરતાની સાથે જ ફેન્સ અને ફોલોવર્સ કમેન્ટ બોક્સમાં તસ્વીરને લાઈક અને શેર કરવાનું શરૂ કરી દીધું હતું.

આ પોસ્ટ જોયા બાદ ફેન્સે સુષ્મિતા અને રોહમન શોલ વચ્ચેના સંબંધો વિશે અટકળો શરૂ કરી દીધી છે. ઘણા ફેન્સએ સુષ્મિતાજી આ વાત પર સહમતી દર્શાવી હતી. જણાવી દઈએ કે, સુષ્મિતા અને રોહમનના લગ્નને લઈને ઘણા સમયથી અટકળો ચાલી રહી છે. તાજેતરમાં જ રોહમેને કહ્યું હતું કે જ્યારે પણ તે લગ્ન કરે છે ત્યારે તે આ વિશે દરેકને જાણ કરશે.

જણાવી દઈએ કે, રોહમન શોલે મોડેલિંગની દુનિયામાં એક સારું સ્થાન મેળવ્યું છે. ઈન્ડસ્ટ્રીમાં મોટાભાગના લોકો તેને સુષ્મિતા સેનના બોયફ્રેન્ડ તરીકે ઓળખે છે. રોહમન ચર્ચામાં ત્યારે જ આવ્યો હતો, જ્યારે 2018માં શિલ્પા શેટ્ટીની દિવાળી પાર્ટીમાં રોહમન શોલ અને સુષ્મિતા સેન સ્પોટ થયા હતા. ફેન્સે ત્યારથી અંદાજ આવ્યો હતો કે, બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે.

આ પણ વાંચો: UTTARAKHAND: પુરના કારણે બનેલા તળાવથી રાહત અને બચાવકાર્યમાં અડચણો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati