Indian Idol 12: જાવેદ અલીએ રિયાલિટી શોની ખોલી પોલ, એક સ્પર્ધકની જીતને લઈને કર્યો ચોંકાવનારો ખુલાશો

પ્રખ્યાત સિંગર જાવેદ અલી ઘણી વાર Indian Idol જજ કરી ચૂક્યા છે. તેમને શોને લઈને હાલમાં ચાલી રહ્યા વિવાદ અંગે મોટું નિવેદન આપ્યું છે. સાથે તેમણે અન્ય શોની પણ વાત કરી છે.

Indian Idol 12: જાવેદ અલીએ રિયાલિટી શોની ખોલી પોલ, એક સ્પર્ધકની જીતને લઈને કર્યો ચોંકાવનારો ખુલાશો
Javed Ali's Statement on Indian Idol 12
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 10, 2021 | 1:00 PM

ઇન્ડિયન આઈડલ 12 (Indian Idol 12) છેલ્લા કેટલાક મહિનાઓથી વિવાદમાં ચાલી રહ્યો છે. શોને લઈને કેટલાક સિંગર્સ અને કેટલાક સ્પર્ધક મોટા ખુલાસા કરી ચૂક્યા છે. આ બધા વિવાદ વચ્ચે શોમાં એક સમયે જજ રહી ચૂકેલા જાવેદ અલીએ (Javed Ali) શોને લઈને એવી વાત કરી કે સૌ ચોંકી ગયા.

તમને જણાવી દઈએ કે જ્યારે કિશોર કુમારના પુત્ર અમિત કુમાર આ શો પર આવ્યા હતા. એ બાદ અમિતે આપેલા એક નિવેદનના કારણે સમગ્ર વિવાદ શરુ થયો હતો. અમિતે ત્યારે કહ્યું હતું કે તેમને શો પર સ્પર્ધકના ખોટા વખાણ કરવા કહેવામાં આવ્યું હતું. હવે આ વિશે જાવેદ અલીને પણ સવાલ પૂછવામાં આવ્યો હતો.

આ વિશે જાવેદ અલીએ ખાનગી સમાચાર સંસ્થા સાથે વાત કરતા કહ્યું કે, ‘જ્યારે મેં આ સાંભળ્યું ત્યારે હું ચોંકી ગયો. મારી સાથે ક્યારેય આવું નથી થયું. હું તો મારું સાચું જ મંતવ્ય આપતો હતો. મને તો કહેવામાં આવતું હતું કે ફેક ના બનશો. નહીંતર લોકોને ખ્યાલ આવી જશે કે તમે સાચું નથી બોલી રહ્યા.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

જો કે જાવેદ અલીએ આ વિશે વાત કરતા એમ પણ કહ્યું કે, ‘હું થોડા સમય પહેલા એક શો જજ કરી રહ્યો હતો. તેમાં એક સ્પર્શક માત્ર એટલા માટે જીત્યો કે તે તેની વાતોથી સૌને પ્રભાવિત કરી શકતો હતો. જો કે આ વ્યક્તિગત મત છે કે કોને વોટ આપવો કોને નહીં.’ જાવેદે આગળ જણાવ્યું કે ‘મને નથી લાગતું કોઈને આમાં વોટ આપવા માટે મજબુર કરવામાં આવતા હોય.’

જાવેદે શો વિશે વાત કરતા કહ્યું કે ‘મેં ઘણા શો જજ કર્યા છે. મને તો આવો કોઈ અનુભવ નથી થયો. જ્યારે સુનિધિના નિવેદન વિશે જાવેદને પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે કહ્યું કે, ‘આ વિચારવા જેવી વાત છે. કેમ કે હું નથી જાણતો આવું થયું છે કે નહીં. પણ મારી સાથે વું ક્યારેય થયું નથી.

તમને જણાવી દઈએ, સુનિધિએ કહ્યું હતું કે શો મેકર્સના હિસાબે આગળ લઇ જવો પડતો હતો, અને ખોટા વખાણ કરવાનું કહેવામાં આવતું હતું. તેથી તેણે શો છોડી દીધો.

જાવેદને પૂછવામાં આવ્યું કે તેમના મતે આ સિઝનનો વિજેતા કોણ હોઈ શકે? તો તેમણે કહ્યું, ‘તે કહેવું ખૂબ મુશ્કેલ છે, પરંતુ પવનદીપ રાજન, અરૂનિતા કાંજીલાલ, દાનિશ ખાન અને બીજા કેટલાક 1-2 સ્પર્ધકોમાંથી કોઈ વિજેતા થઈ શકે છે.’

આ પણ વાંચો: TMKOC: બબીતા જીની પોસ્ટ કર ટપુએ કરી એવી કોમેન્ટ કે લોકોએ બંનેના સંબંધ પર ઉઠાવ્યા સવાલ

આ પણ વાંચો: Video: જ્યારે આમિરને ગાંગુલીના ઘરમાં નહોતી મળી એન્ટ્રી, ગાર્ડે ગેટ પર જ રોકી લીધા હતા અભિનેતાને

Latest News Updates

ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
g clip-path="url(#clip0_868_265)">