બિગ બોસમાં ધમાલ, નેહલ-બસીરે કરી ધક્કા મૂક્કી, મર્યાદા ભૂલીને કરેલો ઝઘડો જોઈને ચોંકી ઉઠ્યા ફેંસ
બિગ બોસ 19માં ફરી એકવાર બબાલ થવા પામી છે. બસીર અલી અને નેહલ ચુડાસમા હવે એકબીજાના મિત્રો મટીને દુશ્મન બની ગયા છે. બન્ને વચ્ચે હલવાને લઈને વચ્ચે ઉગ્ર લડાઈ થવા પામી છે. લડાઈ દરમિયાન, તેઓ એકબીજા પર ગુસ્સા તાડુકતા અને ધક્કો મારતો જોવા જોવા મળ્યા, અને પછી.

બિગ બોસ 19ના વીકેન્ડ કા વાર એપિસોડ પછી, ઘરનું વાતાવરણ ઘણું બગડ્યું છે. સલમાન ખાને બધાને અરીસો બતાવ્યા બાદ કેટલાક સભ્યો ચર્ચામાં રહેવા માટેના નુસખા અપનાવી રહ્યાં છે. આવી જ એક ઘટના નેહલ અને બસીર અલી વચ્ચે થવા પામી છે. બન્ને વચ્ચે હાઈ-વોલ્ટેજ લડાઈ થઈ છે. અત્યાર સુધી એક બીજાના ખાસ દોસ્ત રહેલા નેહલ અને બસીર વચ્ચે આટલી બધી ઉગ્ર દલીલ શા માટે થઈ? ચાલો જાણીએ…
નેહલ અને બસીર વચ્ચે ઝઘડો થયો
જો તમે બિગ બોસના ચાહક છો, તો તમને ખબર હશે કે બિગ બોસના સ્પર્ધકો ઘણીવાર ખોરાકને લઈને કે પછીને રસોડાના કામકાજને લઈને ઝઘડો કરે છે. નેહલ અને બસીર વચ્ચે પણ આવી જ ઘટના બની. બંને જણા હલવાને લઈને હાઈ-વોલ્ટેજ લડાઈમાં ઉતરી આવ્યા. વાત એટલી વધી ગઈ કે, એક તબક્કે બન્નેએ એકબીજાને ધક્કા માર્યા હતા.
બિગ બોસના શોને લગતો જે પ્રોમો વીડિયો સામે આવ્યો છે તેમાં, બસીર પોતાના માટે હલવાનુ બાઉલ ફ્રીજમાં રાખે છે. ફ્રિજમાં હલવો જોઈને નેહલ અને કુનિકા ચોંકી જાય છે. નેહલ પછી ઘરના કેપ્ટન ફરહાનાને કહે છે કે બસીરે તાન્યા માટે જેટલો હલવો બનાવ્યો હતો તેટલો જ પોતાના માટે તેણે ફ્રિજમાં રાખ્યો છે.
નેહલની આવી ટિપ્પણી પર, બસીર ગુસ્સામાં જવાબ આપે છે, “હું એ હલવો કાઢીને તને હમણાં જ આપીશ. આમા કોઈ મરી જતુ નથી.” નેહલને બસીરના આ શબ્દો ગમતા નથી. પછી તે બસીર પર ગુસ્સાથી બૂમ પાડે છે, “તારો શું મતલબ છે કે મરી રહી છે? તું મરી જા.”
નેહલની ટિપ્પણીથી બસીરને ભારે ગુસ્સો આવે છે. તે નેહલ પર બૂમ પાડે છે, “બકવાસ બંધ કર, ચૂપ રહે.” જવાબમાં, નેહલ ગુસ્સામાં જવાબ આપે છે, “તું ચોર છે.”
શું નેહલ અને બસીર વચ્ચે ઝઘડો થયો?
બસીર અને નેહલ બંને ગુસ્સાથી પોતાના પરનો કાબુ ગુમાવે છે. બંને એકબીજા પર શાબ્દિક હુમલો કરે છે તો સાથોસાથ એકબીજાને ધક્કો પણ મારે છે. જેના કારણે શારીરિક ઝઘડો થાય છે. ઘરના બાકીના સભ્યો નેહલ અને બસીરને રોકવા માટે દરમિયાનગીરી કરે છે.
View this post on Instagram
લડાઈ દરમિયાન બસીર અને નેહલને ખૂબ ગુસ્સે ભરાયાલા જોઈને ચાહકો ચોંકી ગયા. તેઓ આ ધમાલ વાળા એપિસોડની રાહ જોઈ રહ્યા છે. એ નોંધનીય છે કે, જ્યારથી નેહલ બિગબોસના ગુપ્ત રૂમમાંથી પાછી આવી છે, ત્યારથી તે સતત બસીરને નિશાન બનાવી રહી છે.
બિગબોસના સ્પર્ધકને લગતા કે પછી બિગબોસના એપિસોડને લગતા સમાચાર જાણવા માટે તમે અહીં ક્લિક કરો.