શું તમને ઢીંચક પૂજા યાદ છે ? આ વખતે ‘ઢિંચક’ ગાયિકાએ તેના એક નવા વાયરલ ગીત સાથે કર્યું કમબેક
ઢીંચક પૂજા એક એવી સેલેબ્રિટી છે કે, જેને ક્યારેય પણ સમાચારોમાં આવવા માટે એકસ્ટ્રા એફોર્ટ કરવાની જરૂર જ પડતી નથી. તે હંમેશાથી નેટિઝન્સના ટ્રોલમાં જોવા મળતી રહે છે. મિમર્સ માટે ઢીંચક પૂજા એક મનપસંદ વ્યક્તિ રહી છે.

ઘણા સમયથી સોશિયલ મીડિયા પર એવી ચર્ચા ચાલી રહી હતી કે, સતત ટ્રોલિંગને કારણે યુટ્યુબ સેન્સેશન ઢિંચક પૂજાએ (Dhinchak Pooja) તેની સિંગિંગ કારકિર્દી છોડી રહી છે. પરંતુ આ વાતની ઢીંચક પૂજા પર કોઈ જ અસર થઈ નથી. તે તેની મ્યુઝિક કારકિર્દી છોડી નથી રહી, કારણ કે આા વખતે તે બીજા ફની ગીત સાથે પરત ફરી છે. સોશિયલ મીડિયા સેન્સેશન ઢિંચક પૂજા તેના ગીતો વડે નેટિઝન્સનું મનોરંજન કરવામાં ક્યારેય નિષ્ફળ જતી નથી. આ વખતે ‘ઢિંચક’ ગાયિકાએ હવે તેના એક નવા વાયરલ ગીત ‘મુઝે નહીં જાના સ્કૂલ’ સાથે કમબેક કર્યું છે. તેનું આા ગીત સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે.
ગીતમાં ગાયિકા ઢીંચક પૂજા ઊંટ પર બેસીને ‘મુઝે નહીં જાના સ્કૂલ, તો તુ કાહે ભેજે’ બોલતી જોઈ શકાય છે. આ ગીત શનિવારે (06/03/2022) તેની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પરથી અપલોડ કરવામાં આવ્યું હતું. તેના ગીતને અત્યાર સુધીમાં 80,000થી વધુ લોકો જોઈ ચૂક્યા છે. હાલમાં એવું જણાઈ રહ્યું છે કે, આ ગીત સોશિયલ મીડિયા પર નવો ટ્રેન્ડ સેટ કરી રહ્યું છે.
અગાઉ, તેણીએ ‘દિલોં કા શૂટર 2.0’ ગીત ગાયું હતું અને તેના માટે તે સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રોલ થઈ હતી. તેના આવા ફની ગીત માટે ઘણા લોકોએ તેની આકરી ટીકા કરી હતી. જો કે, અનેક ટીકાઓનો સામનો કરવા છતાં, તેના આ ગીતે સોશિયલ મીડિયા પર ખૂબ સનસનાટી ફેલાવી હતી.
આ પહેલા ઢીંચક પૂજા વિવાદાસ્પદ રિયાલિટી શો ‘બિગ બોસ 11’માં પણ નજર આવી ચૂકી છે. તેણી ‘બિગ બોસ 11’ના સૌથી વિવાદાસ્પદ સહભાગીઓમાંની એક હતી. ‘બિગ બોસ 11’ના સ્ટેજ પર તેણે હોસ્ટ સલમાન ખાન (Salman Khan) માટે ગીત ગાયું હતું.
જેઓ અજાણ છે કે ઢીંચક પૂજા કોણ છે, તો અમે તમને જણાવી દઈએ કે, ઢિંચક પૂજા તેના YouTube એકાઉન્ટ પર ‘દિલોં કા શૂટર’, ‘સ્વેગ વાલી ટોપી’, ‘ચેન્નઈ સુપર કિંગ્સ (CSK વિલ વિન) IPL2018’ જેવા વિવિધ વાયરલ ગીતો પોસ્ટ કર્યા પછી ઇન્ટરનેટ સેલિબ્રિટી બની ગઈ હતી. જેના કારણે સલમાન ખાને તેને ‘બિગ બોસ 11’ શોમાં સ્પર્ધક બનવા માટે આમંત્રણ આપ્યું હતું.
તમે તેને પ્રેમ કરો કે નફરત, પરંતુ ઢીંચક પૂજાને કોઈ જ ફરક પડતો નથી. ઢીંચક પૂજા વર્ષમાં અનેક વખત આવા ફની સોંગ્સ અપલોડ કરીને સતત સમાચારોમાં છવાયેલી રહે છે. આ નવા ગીત સાથે તે ફરીથી ચર્ચામાં જોવા મળી રહી છે.
આ પણ વાંચો – કેટરીના કૈફે અભિનેતા ધૈર્ય કારવા સાથે ફ્લર્ટ કરતી જોવા મળી, ચાહકોએ પતિ વિકી કૌશલને કર્યો ટ્રોલ
આ પણ વાંચો – આલિયા ભટ્ટે રણબીર કપૂર સાથે ઋષિ કપૂરની છેલ્લી ફિલ્મ ‘શર્માજી નમકીન’ નિહાળી, આપ્યું કંઈક આવું રીએક્શન