શું હાર્દિક પંડ્યાએ નતાશા સાથે કરી “ચીટિંગ”? અભિનેત્રીએ લાઈક કરી એવી પોસ્ટ કે થવા લાગી ચર્ચા
હાર્દિક પંડ્યા સાથે છૂટાછેડા બાદ પત્ની નતાશાને લોકો ટ્રોલ કરી રહ્યા હતા. જો કે, તાજેતરમાં અભિનેત્રીએ એક ચીટિંગ સંબંધિત પોસ્ટને લાઈક કરી છે જેનાથી હવે હાર્દિક પંડ્યા પર પ્રશ્નો ઉભા થયા છે

આ વર્ષ હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક માટે ખૂબ જ ખરાબ રહ્યું છે, કારણ કે હાર્દિક અને નતાશાના લગભગ 4 વર્ષ જૂના લગ્ન ગયા મહિને તૂટી ગયા હતા. તમને જણાવી દઈએ કે ઘણા સમયથી એવા અહેવાલો આવી રહ્યા હતા કે તેમના સંબંધોમાં બધુ બરાબર નથી અને હાલમાં જ વર્લ્ડ કપ જીત્યા બાદ ક્રિકેટરે પોતાના સોશ્યિલ મીડિયા પર ફેન્સ સાથે છૂટાછેડાના સમાચાર શેર કર્યા હતા. આવી સ્થિતિમાં, લોકો સોશિયલ મીડિયા પર હાર્દિક પંડ્યાનું જોરદાર સમર્થન કરી રહ્યા હતા અને તેની પૂર્વ પત્ની નતાશાને ગોલ્ડ ડિગર અને અન્ય ઘણી બાબતો કહીને ટ્રોલ કરી રહ્યા હતા. જો કે, તાજેતરમાં અભિનેત્રીએ એવી પોસ્ટ પર લાઈક કરી છે જેનાથી ઘણા પ્રશ્નો ઉભા થયા છે અને આ પોસ્ટ ‘ચીટિંગ’ સાથે સંબંધિત છે.
View this post on Instagram
હાર્દિકે નતાશા સાથે કરી ચીટિંગ?
ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા અને સર્બિયન મોડલ નતાશા સ્ટેનકોવિક અલગ થઈ ગયા છે અને તેઓ તેમના જીવન સાથે આગળ વધી રહ્યા છે. અભિનેત્રી લાંબા સમયથી તેના પુત્ર સાથે તેના વતનમાં છે અને ત્યાંથી ઘણી બધી તસવીરો શેર કરી રહી છે. ફરી એકવાર તેમના સંબંધો ચર્ચામાં આવ્યા છે અને તેનું કારણ નતાશા સ્ટેનકોવિક દ્વારા પસંદ કરાયેલ કેટલીક સોશિયલ મીડિયા પોસ્ટ છે જે બધી પોસ્ટ છેતરપિંડી, ટોક્સિસીટી અને ઈમોશનલી શોષણ જેવા ગંભીર મુદ્દાઓ વિશે વાત કરવામાં આવી છે. આવી સ્થિતિમાં તે પોસ્ટ પર નતાશાએ લાઈક કરી છે જે બાદથી ફરી સમાચારો એ ચર્ચાનું જોર પકડ્યું છે અને નતાશા સાથે હાર્દિકે ચીંટિગ કરી તેની પણ અટકળો ફેલાઈ રહી છે. તેમાથી એક પોસ્ટમાં શું કહ્યું છે જુઓ અહીં વીડિયો.
View this post on Instagram
નતાશાએ આ પોસ્ટ કરી લાઈક
વાસ્તવમાં, એક Reddit યુઝરે સોશિયલ મીડિયા પર જણાવ્યું છે કે નતાશાએ તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર ઘણી રીલ્સ પસંદ કરી છે જે છેતરપિંડી, ઝેર અને ભાવનાત્મક શોષણ જેવા સંવેદનશીલ મુદ્દાઓ પર આધારિત છે. આ યુઝર્સ તે રીલ્સના સ્ક્રીનશોટ પણ શેર કર્યા છે, જેમાંથી કેટલાક સંબંધોમાં રેડ ફ્લેગ અને માનસીક શોષણ વિશે વાત કરે છે. સ્ક્રીનશોટ શેર કરનાર યુઝરે કેપ્શન લખ્યું, ‘નતાશા સ્ટેનકોવિકને ચીટિંગ અને મેન્ટલી હેરેશમેન્ટ વિશેની રીલ પસંદ કરતી જોવી ખૂબ જ વિચિત્ર છે.’
નતાશા ભારતથી દૂર સર્બિયામાં
આ વીડિયો સામે આવતાની સાથે જ ઈન્ટરનેટ યુઝર્સે સોશિયલ મીડિયા પર કમેન્ટ કરવાનું શરૂ કરી દીધું હતું અને કપલના સંબંધો પર પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કર્યું હતું. તમને જણાવી દઈએ કે લોકો કહી રહ્યા છે કે અભિનેત્રી સાથે આવું બન્યું હશે અને લોકો તેનું જોરદાર સમર્થન કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે નતાશા સ્ટેનકોવિક ભારત છોડીને પોતાના દેશ સર્બિયા ગઈ છે અને તે પોતાના પુત્ર અગસ્ત્ય પંડ્યા સાથે ક્વોલિટી ટાઈમ વિતાવતી જોવા મળે છે.
