Govinda Net Worth : કરોડોની સંપત્તિના માલિક છે ગોવિંદા, જાણો કોમેડી કિંગની નેટવર્થ વિશે

કોમેડીના કિંગ ગોવિંદાનો આજે જન્મદિવસ છે. ગોવિંદાએ પોતાના કરિયરમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. ત્યારે આજે અભિનેતાના જન્મદિવસ પર અમે તમને તેની કુલ સંપત્તિ વિશે જણાવીશુ.

Govinda Net Worth : કરોડોની સંપત્તિના માલિક છે ગોવિંદા, જાણો કોમેડી કિંગની નેટવર્થ વિશે
Govinda Net Worth
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 21, 2021 | 11:26 AM

Govinda Net Worth : બોલિવૂડ કોમેડીના કિંગ ગોવિંદાનો આજે જન્મદિવસ(Govinda Birthday) છે. ગોવિંદાએ હંમેશા પોતાની કોમેડી અને જબરદસ્ત અભિનયથી દર્શકોના દિલ જીત્યા છે. ભલે તેઓ ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દુર હોય પરંતુ આજે પણ ફેન્સતેની એક જલક જોવા માટે ઉત્સુક જોવા મળે છે.તેના ફિલ્મ કરિયર(Career)  દરમિયાન અભિનેતાએ અનેક ફિલ્મોમાં કામ કર્યુ છે.ત્યારે આજે ગોવિંદાના જન્મદિવસ પર અમે તમને તેમની કુલ સંપત્તિ (Net Worth) વિશે જણાવીશું.

અભિનેતાની કુલ નેટ વર્થ

caknowledgeના જણાવ્યા અનુસાર ગોવિંદાની નેટવર્થ 133 કરોડ છે. તમને જાણીને આશ્વર્ય થશે પણ તેની માસિક આવક 1 કરોડથી વધુ છે. જ્યારે એક વર્ષની આવક 10-12 કરોડ જેટલી છે. રિપોર્ટ્સ અનુસાર, ગોવિંદા એક ફિલ્મ માટે 5-6 કરોડ રૂપિયા લે છે. ઉપરાંત ગોવિંદા બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે 2 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

ગોવિંદાનું લક્ઝરી હાઉસ

ગોવિંદાનું મુંબઈમાં લક્ઝરી હાઉસ છે. caknowledge ના રિપોર્ટ અનુસાર તેમની પ્રોપર્ટીની કિંમત 16 કરોડ છે. ગોવિંદાની મુંબઈમાં 2 પ્રોપર્ટી છે. એક બંગલો જુહુમાં છે. આ સિવાય ગોવિંદા પાસે ઘણી પ્રોપર્ટી પણ છે.

કાર કલેક્શન

ગોવિંદા પાસે લક્ઝરી વાહનોમાં મિત્સુબિશી લાંસર, ફોર્ડ એન્ડેવર સહિત અન્ય ઘણી ગાડીઓ છે.

આ ફિલ્મોથી મળી ઓળખ

તમને જણાવી દઈએ કે,  ગોવિંદાએ પોતાના કરિયરમાં ફેમિલી, ડ્રામા, એક્શન, રોમેન્ટિક અને કોમેડી ફિલ્મોમાં કામ કર્યું છે.તેમની હિટ અને લોકપ્રિય ફિલ્મોમાં આંખે, રાજા બાબુ, કુલી નંબર 1, હીરો નંબર 1, હસીના માન જાયેગી, સાજન ચલે સસુરાલ, બડે મિયાં છોટે મિયાં,જિસ દેશમેં ગંગા રહેતા હૈ, અખિયોં સે ગોલી મારે, પાર્ટનર જેવી ફિલ્મનો સમાવેશ થાય છે.

આ ફિલ્મમાં જોવા મળશે ગોવિંદા 

ઉલ્લેખનીય છે કે, ગોવિંદા છેલ્લે રંગીલા રાજા ફિલ્મમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં ગોવિંદા ડબલ રોલમાં હતા. જોકે આ ફિલ્મ ફ્લોપ રહી હતી. હવે ગોવિંદા ફિલ્મ ‘ચશ્મા ચઢાકે’માં જોવા મળશે. આ ફિલ્મમાં ગોવિંદા સાથે શનાયા કૌર લીડ રોલમાં છે. ગોવિંદાની આ ફિલ્મની રિલીઝ થવાની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

આ પણ વાંચો : સુરતના હુનર હાટમાં જલસો : કાર્યક્રમના અંતિમ દિવસે ગઝલ સમ્રાટ પંકજ ઉધાસ સહિતના આ દિગ્ગજ સિંગરોએ રેલાવ્યા સૂર, જુઓ PHOTOS

આ પણ વાંચો : Birthday Special : અભિનેત્રી તમન્ના ભાટિયાનો આજે જન્મદિવસ, જાણો તમન્નાના જીવનની કેટલીક ખાસ વાતો

g clip-path="url(#clip0_868_265)">