અમિતાભ બચ્ચને કહ્યું આપ પહેલે હમારા કામ દેખિયે, ગુજરાતી ફિલ્મ ‘ફક્ત મહિલાઓ માટે’ નું ટ્રેલર થયું લોન્ચ

અત્યાર સુધી અમિતાભ બચ્ચચને માત્ર આપણે ખુશ્બુ ગુજરાત કી કહીને ગુજરાતના પ્રવાસનને વેગ આપતા જોતા હતા. હવે બોલિવૂડના મહાનાયક ગુજરાતી ફિલ્મમાં ફ્કત મહિલાઓ માટેમાં (Fakt Mahilao Mate )પણ જોવા મળશે. ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ 19 ઓગસ્ટે રીલીઝ થઈ રહી છે.

અમિતાભ બચ્ચને કહ્યું આપ પહેલે હમારા કામ દેખિયે, ગુજરાતી ફિલ્મ 'ફક્ત મહિલાઓ માટે' નું ટ્રેલર થયું લોન્ચ
The trailer of Amitabh Bachchan starrer Gujarati film 'fakt mahilao Mate' has been launched
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 21, 2022 | 12:00 AM

ગુજરાતી ફિલ્મ (Gujarati Film ) ‘ફક્ત મહિલાઓ માટે’ (Fakt Mahilao Mate) માં ચિંતન પરીખ નામના 28 વર્ષીય મધ્યમ-વર્ગીય યવુકની વાત છે જે તેના જીવનમાં સતત મહિલાઓથી ઘેરાયેલો અને પરેશાન રહે છે. અંબાજી મંદિરની એક ભાગ્યશાળી સફર પર તે પ્રાર્થના કરે છે અને એવી શક્તિ માંગે છે જે તેને સ્ત્રીઓને સમજવામાં મદદ કરી શકે અને સદભાગ્યે તેની આ ઈચ્છા મંજૂર થાય છે.ગુજરાતી ફિલ્મ ‘ફક્ત મહિલાઓ માટે’ નું ટ્રેલર રીલીઝ થઈ ગયું છે અને આ ફિલ્મનું ટીઝર ટ્રેલર લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યું છે. સાથે જ લોકો કહી રહ્યા છે કે આ ગુજરાતી ભાષામાં બનેલ એક બેસ્ટ ફિલ્મ હશે. આ ફિલ્મના ટીઝરમાં દિક્ષા જોષી, યશ સોની, ભાવીની જાનિ અને પ્રશાંત બારોટ જેવાં કલાકારો જોવા મળે છે. અત્યાર સુધી અમિતાભ બચ્ચને માત્ર આપણે ખુશ્બુ ગુજરાત કી કહીને ગુજરાતના પ્રવાસનને વેગ આપતા જોતા હતા. હવે બોલિવૂડના મહાનાયક ગુજરાતી ફિલ્મમાં ફ્કત મહિલાઓ માટેમાં (Fakt Mahilao Mate ) પણ જોવા મળશે. ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ 19 ઓગસ્ટે રીલીઝ થઈ રહી છે.

અને અમિતાભ બચ્ચને કહ્યું પહેલે આપ હમારા કામ દેખિયે ફિલ્મના નિર્માતા આનંદ પંડિતે ફિલ્મ માટે જણાવ્યું હતું કે હું હંમેશા ગુજરાતી ભાષામાં કૌટુંબિક ફિલ્મો બનાવવા માંગતો હતો અને મારા મગજમાં આ માટે સૌથી પહેલું દમદાર નામ પહેલું નામ માત્ર અમિતાભ બચ્ચનનું આવ્યું હતું. હું ભાગ્યશાળી છું કે તેઓ માત્ર આ ફિલ્મમાં કેમિયો ભજવવા માટે જ નહીં, પરંતુ ફિલ્મની સ્ટોરીના વર્ણનમાં તેમનો જાદુઈ અવાજ આપવા માટે પણ સંમત થયા. મને આશ્ચર્ય તો આ વાતથી થાય છે કે જયારે મેં સૂચવ્યું કે અમે તેમના ભાગો ડબ કરી શકીએ, પરંતુ તેમણે ખૂબ જ નમ્રતાપૂર્વક કહ્યું, “આપ પહેલે હમારા કામ દેખીયે!” અને તેમણે સંપૂર્ણ ગુજરાતી શબ્દપ્રયોગ સાથે અવાજ રેકોર્ડ કર્યો. આ સૂચવે છે કે તેઓ તેમના કામ માં શોર્ટકટ નથી લેતા. હું ખૂબ જ ખુશ છું કે તેઓ ‘ફક્ત મહિલા માટે ‘નો એક ભાગ છે અને આ સાથે હું આ ફિલ્મનું ટ્રેલર રજૂ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છું કે મને આશા છે કે દર્શકોને આ ફિલ્મ ખરેખર કેટલી ખાસ છે તેની ઝલક આપશે. અમિતાભ બચ્ચને કહ્યું કે,’આનંદ જી અમારું કામ તો અમે જ કરીશું, તમે અમારું કામ જોઈ લો, જો સારું ન લાગે તો વોઈસ ઓવર કરાવી લેજો. તમારા આર્ટીસ્ટ પર ભરોસો રાખો, અમે તમને નિરાશ નહીં કરીએ.’ આનંદ પંડિતે ઉમેર્યું હતું કે, ‘અમિતાભ બચ્ચને સાચે કમાલ કરી બતાવ્યો હતો અને એમને ગુજરાતી લહેકો પકડી લીધો હતો અને માત્ર 45 મિનિટની અંદર એમને ડબિંગ પણ કર્યું.

તો નિર્માતા વૈશલ શાહ કહે છે કે આનંદ પંડિત સાથે આ ફિલ્મનું નિર્માણ કરીને હું ગૌરવ અનુભવી રહ્યો છું. મિસ્ટર અમિતાભ બચ્ચન સાથે તાજેતરની હિન્દી ફિલ્મ ચેહરે પછી, હવે આ ફિલ્મમાં મિસ્ટર બચ્ચને વાર્તાના વર્ણનમાં પોતાનો અવાજ આપ્યો છે અને તેણે કેમિયો પણ કર્યો છે. અમે 19મી ઑગસ્ટ ઉપર તહેવારના સમયે આ ફિલ્મ રિલીઝ કરી રહ્યાં છીએ, તેથી પરિવારો માટે આ એક મોટી ટ્રીટ હશે.” ફિલ્મના દિગ્દર્શક જય બોડાસે જણાવ્યું હતું કે મેં ક્યારેય વિચાર્યું નહોતું કે મારું બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન સાથે હશે, જોકે આ ફિલ્મમાં કૌટુંબિક મનોરંજનના તમામ પ્રકાર છે. અને આ પારિવારિક ફિલ્મ છે.

આ પણ વાંચો

ફિલ્મમાં અમિતાભ બચ્ચન, યશ સોની, દીક્ષા જોશી, તર્જની ભાડલા, કલ્પના ગાગડેકર, ભાવિની જાની, દીપ વૈદ્ય જોવા મળશે તો ફિલ્મનું સંગીત કેદાર અને ભાર્ગવે આપ્યું છે.

 

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">