ગુજરાતી ફિલ્મથી લઈ બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં દમદાર અભિનય કરનારી અરુણા ઈરાનીનો આજે જન્મદિવસ

‘ચડતી જવાની મેરી ચાલ મસ્તાની’ ગીતથી લોકોને દિવાના બનાવનાર અભિનેત્રી અરુણા ઈરાની (Aruna Irani) આજે 76 વર્ષની થઈ ગઈ છે. લગ્ન પછી કેટલાક દાયકાઓ સુધી તેણે પોતાનું જીવન ખાનગી રાખ્યું.

ગુજરાતી ફિલ્મથી લઈ બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં દમદાર અભિનય કરનારી અરુણા ઈરાનીનો આજે જન્મદિવસ
અરુણા ઈરાની 76 વર્ષની થઈImage Credit source: Instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 18, 2022 | 10:55 AM

Aruna Irani : આજે ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સિનિયર અભિનેત્રી અરુણા ઈરાની (Aruna Irani) નો જન્મદિવસ (Birthday) છે. ફિલ્મોમાં દમદાર અભિનય આપનાર અભિનેત્રીએ કેટલાક વર્ષો સુધી પોતાની લાઈફને પ્રાઈવેટ રાખે છે.તેની પ્રાઈવેટ લાઈફ વિશે ક્યારે પણ મીડિયામાં વાત કરી નથી પરંતુ અભિનેત્રીને કેટલાક વર્ષો પહેલા પોતાના પતિ ફિલ્મ નિર્માતા કુકૂ કોહલીની સાથે પોતાના સંબંધ વિશે કેટલાક રાજ ખોલ્યા હતા. અરુણા ઈરાનીએ કહ્યું કે, જ્યારે તે પહેલી વખત કુકૂ (Kuku Kohli)ને મળી ત્યારે તેની ખબર હતી કે, તેના લગ્ન થઈ ચૂક્યા છે અને તેના બાળકો પણ છે. ફિલ્મ નિર્માતા કુકૂ કોહલી અને અરુણા ઈરાનીએ વર્ષ 1990માં લગ્ન કર્યા હતા.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

પુરસ્કાર

ફિલ્મફેર બેસ્ટ સપોર્ટિંગ અભિનેત્રી પુરસ્કાર – જીત

1985 – પેટ પ્યાર ઔર પાપ (જાનકી)

1993 – બેટા (લક્ષ્મી દેવી)

ફિલ્મફેર બેસ્ટ સપોર્ટિંગ અભિનેત્રી પુરસ્કાર- નામાંકન

1972 કારવાં – નિશા

1974 બોબી – નિમા

1976 દો જૂઠ

1978 ખૂન પસીના – શાંતિમોહન શર્મા/શાંતિ “શન્નો” દેવી

1982 રોકી – કેથી ડિ’સોઝા

1995 સુહાગ – આશા આર. શર્મા

1976 કર્તવ્ય – ગાયત્રીદેવી સિંહ

1998 ગુલામ-એ-મુસ્તફા – ભાગ્યલક્ષ્મી દિક્ષિત

ફિલ્મફેર લાઇફટાઇમ એચિવમેન્ટ પુરસ્કાર (2012)

કેટલાક વર્ષોથી કરી રહી છે દર્શકોનું મનોરંજન

એક્ટિંગ કરિયરની વાત કરીએ તો અરુણા ઈરાનીએ 300થી વધુ ફિલ્મો અને કેટલાક ટેલીવિઝન શોમાં એક્ટિંગ કરી હતી. તેમણે 1961ની ગંગા જમુનાથી એક બાળ કલાકારના રુપમાં કરિયરથી શરુ કરી હતી. તે સમયે તેની ઉંમર માત્ર 9 વર્ષની હતી. આ ફિલ્મમાં તેણે હિરોઈન આઝરાના બાળપણનો રોલ કર્યો હતો.અરુણા ઈરાનીનો જન્મ મુંબઈમાં થયો હતો. તેણી 8 ભાઇ-બહેનોમાં સૌથી મોટા હતા. તેમણે દિગ્દર્શક કુકુ કોહલી સાથે લગ્ન કર્યા હતા. 1984માં તેણે પેટ પ્યાર ઔર પાપ માટે ફિલ્મફેર પુરસ્કાર જીત્યો હતો.

અરુણા અને કુકુના લગ્ન 1990માં થયા

જ્યારે તે 40 વર્ષની હતી. તેમના સંબંધોની શરૂઆતને યાદ કરતાં તેણીએ કહ્યું કે, તેમના સંબંધોની શરૂઆત તેમની ફિલ્મના સેટ પર ઘણા ઝઘડાઓથી થઈ હતી, પરંતુ ટૂંક સમયમાં જ બધું રોમાંસમાં ફેરવાઈ ગયું. તેણે કહ્યું કે, ફિલ્મ દરમિયાન, તે અન્ય તમામ કલાકારોને શૂટિંગ શરૂ કરવા માટે ત્યાં સુધી રાહ જોવડાવતો હતો, કે જ્યાં સુધી ધર્મેન્દ્ર શૂટીંગના સેટ પર ન આવી જાય. અને મને તેમના પર ખૂબ ગુસ્સો આવતો હતો કારણ કે તે સમયે હું બીજી કેટલીક ફિલ્મોમાં કામ કરી રહી હતી. હું તેમની પર ખૂબ નારાજ થઈ જતી અને તે મને દિલાસો આપતા હતા. તે સમયે ક્યારે પ્રેમ થઈ ગયો હું સમજી શકી નહીં.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">