Lokgeet Song lyrics : પ્રફુલ દવેએ ગાયેલું અને મેઘાણીની ગુજરાતી રચના ‘કસુંબીનો રંગ’માં રંગાઈ જાઓ અને જુઓ, સાંભળો તેની લિરીક્સ
Kasumbi no Rang Song Lyrics : આપણે ગુજરાતીમાં ગીતો આપણી ધરોહર રહ્યા છે. આજે આપણે પ્રફુલ દવેના સ્વરમાં આજે આપણે 'કસુંબીનો રંગ' ગીત માણશું.
કોઈ પણ વ્યક્તિ હોય, જ્યારે કામથી કે કોઈ અન્ય કારણોસર થોડો બ્રેક લેવા ઈચ્છે તો તે સોન્ગ સાંભળતા હોય છે. આજકાલ કોઈ પણ ભાષાના લોકો હોય, તેને બધી ભાષાના સોન્ગ સાંભળવા ગમે છે. જેમ કે, ગુજરાતી, પંજાબી, તેલુગુ, English ગીતો સાંભળતા હોય છે. આજે આપણે ગુજરાતી ગીતની લિરિક્સ એટલે કે તેના લખેલા શબ્દો જોઈશું. જેથી આપણે જે ખોટા ઉચ્ચારણ કરતાં હોય તેનાથી બચી શકીએ અને સાચા શબ્દોની સમજ આવે.
ગુજરાતના લોકોના મનપસંદ ગીતો માંથી એક ગીત એટલે ‘કસુંબીનો રંગ’. જેમાં ઘણાં રંગો જોવા મળશે. જેમ કે, શૌર્ય-બલિદાન, પ્રેમ વગેરે. આ ગીત રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી દ્વારા રચાયેલું છે. તેને ઘણાં લોકોએ સ્વરબદ્ધ કરેલું છે. તો તમે પણ આ ગીત સાંભળો, જુઓ અને શૌર્યના રંગમાં રંગાઈ જાઓ.
કસુંબીનો રંગ ગીતની લિરીક્સ
લાગ્યો કસુંબીનો રંગ – રાજ , મને લાગ્યો કસુંબીનો રંગ !
જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ; ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ. – રાજo
બહેનીના કંઠે નીતરતાં હાલરડાંમાં ઘોળ્યો કસુંબીનો રંગ; ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ ચોળ્યો કસુંબીનો રંગ. – રાજo
દુનિયાના વીરોનાં લીલા બલિદાનોમાં ભભક્યો કસુંબીનો રંગ; સાગરને પારે સ્વાધીનતાની કબરોમાં મહેક્યો કસુંબીનો રંગ. – રાજo
ભક્તોના તંબૂરથી ટપકેલો મસ્તીભર ચાખ્યો કસુંબીનો રંગ; વહાલી દિલદારાના પગની મેંદી પરથી ચૂમ્યો કસુંબીનો રંગ. – રાજo
નવલી દુનિયા કેરાં સ્વપ્નોમાં કવિઓએ ગાયો કસુંબીનો રંગ; મુક્તિને ક્યારે નિજ રક્તો રેડણહારે પાયો કસુંબીનો રંગ. – રાજo
પીડિતની આંસુડાધારે-હાહાકારે રેલ્યો કસુંબીનો રંગ; શહીદોના ધગધગતા નિઃશ્વાસે નિઃશ્વાસે સળગ્યો કસુંબીનો રંગ. – રાજo
ધરતીનાં ભૂખ્યાં કંગાલોને ગાલે છલકાયો કસુંબીનો રંગ; બિસ્મિલ બેટાઓની માતાને ભાલે મલકાયો કસુંબીનો રંગ. – રાજo
ઘોળી ઘોળી પ્યાલા ભરિયા : રંગીલાં હો ! પીજો કસુંબીનો રંગ; દોરંગા દેખીને ડરિયાં : ટેકીલાં હો ! લેજો કસુંબીનો રંગ ! – રાજo
રાજ , મને લાગ્યો કસુંબીનો રંગ – લાગ્યો કસુંબીનો રંગ.જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ; ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ. – રાજo
બહેનીના કંઠે નીતરતાં હાલરડાંમાં ઘોળ્યો કસુંબીનો રંગ; ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ ચોળ્યો કસુંબીનો રંગ. – રાજo
દુનિયાના વીરોનાં લીલા બલિદાનોમાં ભભક્યો કસુંબીનો રંગ; સાગરને પારે સ્વાધીનતાની કબરોમાં મહેક્યો કસુંબીનો રંગ. – રાજo
ભક્તોના તંબૂરથી ટપકેલો મસ્તીભર ચાખ્યો કસુંબીનો રંગ; વહાલી દિલદારાના પગની મેંદી પરથી ચૂમ્યો કસુંબીનો રંગ. – રાજo
નવલી દુનિયા કેરાં સ્વપ્નોમાં કવિઓએ ગાયો કસુંબીનો રંગ; મુક્તિને ક્યારે નિજ રક્તો રેડણહારે પાયો કસુંબીનો રંગ. – રાજo
પીડિતની આંસુડાધારે-હાહાકારે રેલ્યો કસુંબીનો રંગ; શહીદોના ધગધગતા નિઃશ્વાસે નિઃશ્વાસે સળગ્યો કસુંબીનો રંગ. – રાજo
ધરતીનાં ભૂખ્યાં કંગાલોને ગાલે છલકાયો કસુંબીનો રંગ; બિસ્મિલ બેટાઓની માતાને ભાલે મલકાયો કસુંબીનો રંગ. – રાજo
ઘોળી ઘોળી પ્યાલા ભરિયા : રંગીલાં હો ! પીજો કસુંબીનો રંગ; દોરંગા દેખીને ડરિયાં : ટેકીલાં હો ! લેજો કસુંબીનો રંગ ! – રાજo
રાજ , મને લાગ્યો કસુંબીનો રંગ – લાગ્યો કસુંબીનો રંગ.