અમદાવાદ : ઐતિહાસિક ડ્રામા ફિલ્મ નાયિકા દેવીઃ ધ વોરિયર ક્વીનનું ટ્રેલર દર્શકો સમક્ષ રજુ થયું
આખા ટ્રેલરમાં ખુશી શાહ નાયિકા દેવી (Naika Devi) તરીકે આપણને મંત્રમુગ્ધ કરી રહી છે. ફિલ્મનો દરેક સીન અને દરેક ડાયલોગ તમને આકર્ષિત કરશે જ્યારે બંને કલાકારો તેમના પાત્રોમાં સંપૂર્ણ રીતે ડૂબેલા દેખાય છે.
ફિલ્મ “નાયિકાદેવી- ધ વોરિયર ક્વીન” (Naika Devi)દ્વારા પ્રથમવાર ગુજરાતી સિનેમામાં (Gujarati Film) હિસ્ટોરિકલ ડ્રામા બનાવવાનો પ્રયોગ થઇ રહ્યો છે. અમદાવાદના થલતેજ ખાતે ફિલ્મના ટ્રેલર લોન્ચનો (Trailer launch) કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જ્યાં ફિલ્મના કલાકારોએ મીડિયા સાથે વાતચીત કરી હતી. કાર્યક્રમમાં ફિલ્મના કલાકારો ખુશી શાહ, ચિરાગ જાની, મમતા સોની, જયેશ મોરે, ચેતન દહીયા ઉપસ્થિત રહ્યા હતા.
આ ફિલ્મ પાટણના રાણી “નાયિકાદેવી” ના જીવન પર આધારિત છે, જેમણે 12 મી સદીમાં મુહમ્મદ ઘોરીના પાટણ પરના આક્રમણનો હિંમતપૂર્વક સામનો કરી તેની સેનાને ધૂળ ચાટતી કરી હતી.
લાંબી પ્રતીક્ષા પછી, અ ટ્રી એન્ટરટેઇનમેન્ટ એ નાયિકા દેવી: ધ વોરિયર ક્વીન નું ટ્રેલર લોન્ચ કર્યુ અને ઇન્ટરનેટ પર તોફાન મચી ગયું. સૌથી વધુ રાહ જોવાતી આ ગુજરાતી પિરિયડ ફિલ્મમાં 12મી સદીની વાત છે. જેમાં ખુશી શાહ નિડર નાયિકા દેવી તરીકે અને ચંકી પાંડે શેતાની મુહમ્મદ ઘોરી તરીકે જોવા મળશે. ફિલ્મનું ટ્રેલર રાણીના જીવનના દરેક પાસાઓને ઉજાગર કરે છે.
આખા ટ્રેલરમાં ખુશી શાહ નાયિકા દેવી તરીકે આપણને મંત્રમુગ્ધ કરી રહી છે. ફિલ્મનો દરેક સીન અને દરેક ડાયલોગ તમને આકર્ષિત કરશે જ્યારે બંને કલાકારો તેમના પાત્રોમાં સંપૂર્ણ રીતે ડૂબેલા દેખાય છે. ક્રૂરતાથી ભરેલા યુદ્ધના દ્રશ્યો સંપૂર્ણ ટ્રેલર પર પ્રભુત્વ ધરાવે છે. ગુસબમ્પ્સ! એક એવો શબ્દ છે જે સમગ્ર ટ્રેલરને શ્રેષ્ઠ રીતે વર્ણવે છે.
ટ્રેલર રિલીઝ થતાની સાથે જ નિર્માતા ઉમેશ શર્માએ કહ્યું, “હવે સમય આવી ગયો છે પ્રતિષ્ઠિત નાયિકા દેવીની ગૌરવગાથાનો દર્શકો સમક્ષ રજુ કરવાનો જેઓ 12મી સદીની રાણી, માતા, વિધવા અને ભારતની પ્રથમ મહિલા યોદ્ધા હતી. અમે ભાગ્યશાળી છીએ કે અમને દર્શકોનો પ્રેમ અને સમર્થન મળ્યું. તમને બધાને સિનેમાઘરોમાં જોવાની આશા રાખીએ છીએ!”
નિપુણ દિગ્દર્શક, નીતિન જી કહે છે, “આ માત્ર કોઈ ફિલ્મ નથી. આ નાયિકા દેવીની નિર્ભયતાની વાર્તા છે અને દરેક કલાકારોએ આ ઇતિહાસને ફરીથી જીવંત બનાવવા માટે પોતાનું સર્વશ્રેષ્ઠ આપ્યું છે. અમે રોમાંચિત છીએ કે લોકો અમારા ટ્રેલરને પસંદ કરી રહ્યાં છે અને અમને આશા છે કે ફિલ્મને વધુ સારો પ્રતિસાદ મળશે.”
“આ ફિલ્મ મારા માટે બધું જ છે. મેં માત્ર પોશાક ધારણ નથી કર્યા , પરંતુ નાયિકા દેવીને સંપૂર્ણ ન્યાય આપવા માટે મેં મારું હૃદય રેડ્યું છે. ચાલો આપણે આ રાણીની યાત્રાને અપનાવીએ જે ગુજરાતનું ગૌરવ છે. તમારો સાથ અને હાજરી જ અમારા માટે બધું જ છે.” અભિનેત્રી ખુશી શાહે જણાવ્યું હતું.
નાયિકા દેવી: ધ વોરિયર ક્વીન ઉમેશ શર્મા દ્વારા નિર્મિત અને નીતિન જી દ્વારા દિગ્દર્શિત છે. આ ફિલ્મમાં જાણીતી પ્રતિભાશાળી અભિનેત્રી ખુશી શાહ, બોલિવૂડ સ્ટાર ચંકી પાંડે અને અન્ય શ્રેષ્ઠ કલાકારો છે. સંગીત પાર્થ ઠક્કરે આપ્યું છે અને ગીતો ચિરાગ ત્રિપાઠીએ લખ્યા છે. નાયિકા દેવી 6ઠ્ઠી મે, 2022ના રોજ અ ટ્રી એન્ટરટેઈનમેન્ટના લેબલ હેઠળ સિનેમાઘરોમાં આવશે.
આ પણ વાંચો :રણબીર કપૂર-આલિયા ભટ્ટની રિસેપ્શન પાર્ટીમાં શાહરૂખ-ગૌરી ખાનની ભવ્ય એન્ટ્રી, જુઓ વાયરલ વિડીયો
આ પણ વાંચો :Surat: સુરતમાં રેસ્ટોરન્ટની આડમાં ચાલી રહેલા કપલ બોક્સ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી