AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આર્યન ખાનની કન્ટ્રોવર્સી બાદ ગૌરી ખાને શેર કરી પહેલી પોસ્ટ, ફેન્સે કહ્યું હવે શાહરુખ ખાન……….!

આર્યન ખાનની કન્ટ્રોવર્સીના કારણે શાહરૂખ ખાન અને તેની પત્ની ગૌરી ખાને ઘણા સમયથી સોશિયલ મીડિયાથી દુર રહ્યા હતા. ત્યારે હવે ગૌરી ખાને સોશિયલ મીડિયા પર પહેલી પોસ્ટ શેર કરી છે.

આર્યન ખાનની કન્ટ્રોવર્સી બાદ ગૌરી ખાને શેર કરી પહેલી પોસ્ટ, ફેન્સે કહ્યું હવે શાહરુખ ખાન..........!
Gauri khan shares first post after aryan controversy
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 16, 2021 | 12:47 PM
Share

Gauri Khan : શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન (Gauri Khan) સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે, પરંતુ ડ્રગ્સ કેસમાં પુત્ર આર્યન ખાનની(Aryan Khan)  ધરપકડ બાદ તેણે સોશિયલ મીડિયાથી અંતર બનાવી રાખ્યુ હતુ. તમને જણાવી દઈએ કે, ગૌરીએ છેલ્લી પોસ્ટ 1 ઓક્ટોબરના રોજ શેર કરી હતી. ત્યારે હાલ આર્યન જેલમાંથી બહાર આવ્યા બાદ ગૌરી ખાન કામ પર પરત ફરી છે. તેણે લાંબા સમય બાદ આ પોસ્ટ શેર કરીને માહિતી આપી છે.

ગૌરી ખાન એક ઇન્ટિરિયર ડિઝાઇનર છે અને તાજેતરમાં તે કામ પર પરત ફરી છે. તેણે સોશિયલ મીડિયા (Social Media) પર પોતાના નવા કોલાબ્રેશન વિશે પણ માહિતી આપી છે. તેમનો નવો પ્રોજેક્ટ ડિઝાઇનર્સ ફાલ્ગુની અને શેન પીકોક સાથે છે.

ગૌરીએ પોસ્ટ શેર કરીને લખ્યુ……..

ગૌરી ખાને પોતાની મીટિંગની એક ઝલક ચાહકોને બતાવી છે. તમને જણાવવુ રહ્યુ કે આ મીટિંગ હૈદરાબાદમાં (Hyderabad)થઈ હતી. શેર કરેલા વીડિયોમાં ગૌરી દ્વારા ડિઝાઇન કરાયેલા ફાલ્ગુની અને શેનના ​​હૈદરાબાદ સ્ટોરની ઝલક જોવા મળે છે. પોસ્ટ શેર કરતા ગૌરીએ લખ્યું કે, એક કોલાબ્રેશન જેમાં ડિઝાઇન ફેશન દ્વારા મળે છે. ગૌરીની પોસ્ટ પર ફેન્સ કોમેન્ટ કરી રહ્યા છે. એક ચાહકે કોમેન્ટ કરતા લખ્યું” હું ખૂબ જ ખુશ છું કે તમે વાપસી કરી રહ્યા છો અને આજે તમે એક નવી પોસ્ટ શેર કરી છે. હું તમારા અને તમારા પરિવાર માટે ખૂબ જ ખુશ છું.”

જુઓ વાયરલ પોસ્ટ

View this post on Instagram

A post shared by Gauri Khan (@gaurikhan)

ફેન્સ શાહરૂખના વાપસીની જોઈ રહ્યા છે રાહ

ગૌરી ખાને સોશિયલ મીડિયા પર વાપસી કરી છે પરંતુ શાહરૂખે (Shahrukh Khan) હજુ પણ અંતર જાળવી રાખ્યું છે. ગૌરીની પોસ્ટ પર ફેન્સ કોમેન્ટ કરીને શાહરૂખને વાપસી કરવાનું કહી રહ્યા છે. એક ફેન્સે લખ્યું મેમ, હવે શાહરૂખ સરને પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા માટે કહો. જ્યારે અન્ય એક ચાહકે લખ્યું..અમે શાહરૂખ સરની રાહ જોઈ રહ્યા છીએ.

આ પણ વાંચો : મુન્નીનો મનમોહક અંદાજ : બજરંગી ભાઈજાનની મુન્નીએ ટિકટોક સ્ટાર જન્નત ઝુબેર સાથે લગાવ્યા ઠુમકા, જુઓ VIDEO

આ પણ વાંચો : TMKOC : ‘જેઠાલાલ’ એટલે દિલીપ જોશીની લાડલી નિયતિના સફેદ વાળ જોઈને ફેન્સ દંગ રહી ગયા, વાયરલ થઇ રહી છે તસ્વીર

કડવા પાટીદાર સમાજે પણ પણ એક મજબૂત બંધારણ બનાવવાની જરૂર- રૂપાલા
કડવા પાટીદાર સમાજે પણ પણ એક મજબૂત બંધારણ બનાવવાની જરૂર- રૂપાલા
MLA કેતન ઈનામદારનો વધુ એક ધડાકો, સંકલન બેઠકનો કર્યો બહિષ્કાર
MLA કેતન ઈનામદારનો વધુ એક ધડાકો, સંકલન બેઠકનો કર્યો બહિષ્કાર
સારંગપુરની જર્જરિત પાણીની ટાંકી પર આ રીતે ચડાવાયું JCB, જુઓ વીડિયો
સારંગપુરની જર્જરિત પાણીની ટાંકી પર આ રીતે ચડાવાયું JCB, જુઓ વીડિયો
દિશાએ લગ્ને પછી પોતાની હિમ્મત અને સાહસથી સપનું સાકાર કર્યું
દિશાએ લગ્ને પછી પોતાની હિમ્મત અને સાહસથી સપનું સાકાર કર્યું
ધુમ્મસને કારણે પંજાબમાં ગુજરાતીઓની કારને નડ્યો અકસ્માત
ધુમ્મસને કારણે પંજાબમાં ગુજરાતીઓની કારને નડ્યો અકસ્માત
નોર્થ ઈસ્ટની હસ્તકલાથી સજ્જ પ્રજાસત્તાક દિવસની આમંત્રણ પત્રિકા
નોર્થ ઈસ્ટની હસ્તકલાથી સજ્જ પ્રજાસત્તાક દિવસની આમંત્રણ પત્રિકા
આટકોટ દુષ્કર્મ કેસમાં આરોપીને ફાંસીની સજા, 39 દિવસમાં મળ્યો ન્યાય
આટકોટ દુષ્કર્મ કેસમાં આરોપીને ફાંસીની સજા, 39 દિવસમાં મળ્યો ન્યાય
કોણ છે પ્રાચી પોદ્દાર,જેણે સિમેન્ટ વેસ્ટમાંથી નવો વ્યવસાય શરૂ કર્યો ?
કોણ છે પ્રાચી પોદ્દાર,જેણે સિમેન્ટ વેસ્ટમાંથી નવો વ્યવસાય શરૂ કર્યો ?
આવી રીતે ઇન્ટિરીયર ડિઝાઇનના ક્ષેત્રમાં દીપા દેવરાજને બનાવી પોતાની ઓળખ
આવી રીતે ઇન્ટિરીયર ડિઝાઇનના ક્ષેત્રમાં દીપા દેવરાજને બનાવી પોતાની ઓળખ
રિમઝીમ સૈકિયા: મહિલા સશક્તિકરણ અને રાષ્ટ્રીય ઓળખના પ્રણેતા
રિમઝીમ સૈકિયા: મહિલા સશક્તિકરણ અને રાષ્ટ્રીય ઓળખના પ્રણેતા
g clip-path="url(#clip0_868_265)">