લોકગાયક કિર્તીદાન ગઢવીએ વૃદ્ધાશ્રમમાં અનોખી રીતે ઉજવ્યો જન્મદિવસ, જુઓ તસ્વીરો

|

Feb 23, 2021 | 4:41 PM

કિર્તીદાન લોકગીતોને આગવી અદામાં રજુ કરીને યુવાનોના દિલ જીતવામાં માહિર છે. આજે તેમણે જન્મદિવસની ઉજવણી કરી હતી. પરંતુ ખાસ ઉજવણી તેઓએ ગઈ કાલે વૃદ્ધાશ્રમ ખાતે કરી હતી.

1 / 7
ગુજરાતના લોકગાયક કિર્તીદાન ગઢવી આજે તેમનો જન્મદિન ઉજવી રહ્યા છે. તેમનો જન્મ આણંદ જિલ્લાના વાલોળ ગામમાં 23  ફેબ્રુઆરી 1975 ના રોજ થયો હતો. તેમણે 12 ધોરણ પાસ કર્યા બાદ વલ્લભ વિદ્યાનગર ખાતે ખાનગી કોલેજમાં બીકોમનો અભ્યાસ કર્યો.

2 / 7
બાદમાં કિર્તીદાન ગઢવીએ MS યુનિવર્સિટીમાં ફેકલ્ટી ઓફ પરર્ફોમિંગ આર્ટ્સ ખાતે સંગીતની તાલીમ લીધી. આ તાલીમમાં તેઓ સંગીતના સૂર રાજેશ કેલકર, ભરતભાઇ મહંત, ઈશ્વરભાઈ પંડિત અને દ્વારકાનાથજી ભોંસલે જેવા સંગીત તજજ્ઞો પાસેથી શીખતા.

3 / 7
સંગીતની તાલીમ બાદ તેમણે સિંહોર ખાતે ધોળકિયા મ્યુઝિક કોલેજમાં નોકરી કરી. આ દરમિયાન ભાવનગર ખાતે તેઓની મુલાકાત સ્વ. ઇશ્વરદાનભાઇ ગઢવી સાથે થઇ હતી. ઈશ્વરભાઈ સાથે બે વર્ષ સુધી તેમણે અલગ અલગ જગ્યા પર ડાયરાના કાર્યક્રમ કર્યા હતા.

4 / 7
કિર્તીદાન ગઢવીના લગ્ન વર્ષ 2003 માં સોનલબેન સાથે થયા. બાદમાં તેઓ પરિવાર સહીત રાજકોટમાં વર્ષ 2006 માં સ્થાયી થયા. ત્યારે તેમનો મોટો પુત્ર કૃષ્ણ માત્ર 8 માસનો હતો. એવા સમયે પત્ની સોનલબેને ઘરની બધી જવાબદારીઓ સંભાળી અને સાથે સાથે કિર્તીદાન ગઢવીને સંગીત ક્ષેત્રે આગળ વધવા સહયોગ પૂરો પાડ્યો.

5 / 7
ગઈ કાલે એટલે કે 22 ફેબ્રુઆરીના રોજ કિર્તીદાન ગઢવીએ પરિવાર સહીત પોતાના પરી બર્થડેની ઉજવણી વૃદ્ધાશ્રમમાં આશીર્વાદ લઈને કરી હતી. સદભાવના વૃધ્ધાશ્રમ, રાજકોટ ખાતે તેમણે કેક કાપી હતી, વડીલો સાથે સંગીત માન્યું હતું અને તેમની સાથે ભોજન લીધું હતું.

6 / 7
આજે કિર્તીદાન ગઢવીએ પરિવાર સાથે તેમનો જન્મદિન ઉજવ્યો. જેના ફોટા કિર્તીદાન ગઢવીએ પોતાના સોશિયલ મીડિયામાં શેર કર્યા હતા. કિર્તીદાન ગઢવીના ચાહકોએ પણ તેમણે શુભેચ્છાઓ પાઠવી હતી.

7 / 7
કિર્તીદાન લોકગીતોને આગવી અદામાં રજુ કરીને યુવાનોના દિલ જીતવામાં માહિર છે. તેમના ગરબા, ગીતો, ભજન અને ડાયરાના સૂર દેશમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ રેલાય છે. કિર્તીદાન ગઢવીના દેશ વિદેશમાં ઘણા મોટા કાર્યક્રમો યોજાય છે.

Next Photo Gallery