ખરેખર ! ચેક બાઉન્સ કેસમાં જાણીતા ફિલ્મમેકરને એક વર્ષની સજા, જાણો શું છે મામલો ?

રાજકુમાર સંતોષીએ ફરિયાદી અનિલ જેઠાણી પાસેથી ફિલ્મો બનાવવા માટે મોટી રકમ લીધી હતી. આ રકમ પરત કરવાના બદલામાં અનિલ જેઠાણીને કુલ ત્રણ લાખ રૂપિયાના 3 અલગ-અલગ ચેક આપવામાં આવ્યા હતા. બાદમાં ખાતામાં પૈસા ન હોવાથી આ ત્રણેય ચેક બાઉન્સ થયા હતા.

ખરેખર ! ચેક બાઉન્સ કેસમાં જાણીતા ફિલ્મમેકરને એક વર્ષની સજા, જાણો શું છે મામલો ?
Filmmaker rajkumar santoshi (File Photo)
TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

Apr 04, 2022 | 7:15 AM

ચેક બાઉન્સ કેસમાં કોર્ટે બોલીવુડના(Bollywood)  ફિલ્મ નિર્માતા રાજકુમાર સંતોષીને (Rajkumar Santoshi) એક વર્ષની સજા ફટકારી છે. તેને બે અલગ-અલગ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, 22.5 લાખના ચેક બાઉન્સના કેસમાં (Cheque Bounce Case)  રાજકોટની એક કોર્ટતેને એક વર્ષની સજા ફટકારવામાં આવી છે. કોર્ટે ફરિયાદીને બે મહિનામાં ચેકની રકમ ચૂકવવાનો આદેશ પણ આપ્યો છે અને જો રાજકુમાર સંતોષી આમ કરવામાં નિષ્ફળ જશે તો તેને વધુ એક વર્ષની સજા થશે.આ સજા બાદ રાજકુમાર સંતોષીએ TOI સાથે વાત કરતા કહ્યું કે, તેમને સેલિબ્રિટી હોવાના કારણે સજા આપવામાં આવી રહી છે. રાજકુમાર સંતોષીએ અંદાજ અપના અપનાથી લઈને ઘાયલ, દામિની, ઘટક, ખાકી, લજ્જા, અજબ પ્રેમ કી ગઝબ કહાની સુધીની પચાસ સુપરહિટ ફિલ્મો બનાવી છે.

ફિલ્મો બનાવવા માટે મોટી રકમ ઉછીના લીધી હતી

મળતી માહિતી મુજબ રાજકુમાર સંતોષીએ ફરિયાદી અનિલ જેઠાણી પાસેથી ફિલ્મો બનાવવા માટે મોટી રકમ ઉછીના લીધી હતી. આ રકમ પરત કરવાના બદલામાં અનિલ જેઠાણીને કુલ ત્રણ લાખ રૂપિયાના ત્રણ અલગ-અલગ ચેક આપવામાં આવ્યા હતા. બાદમાં ખાતામાં પૈસા ન હોવાથી આ ત્રણેય ચેક બાઉન્સ થયા હતા. ફરિયાદીએ તેના વકીલ મારફત રાજકુમાર સંતોષીને કાનૂની નોટિસ આપી હતી. પરંતુ તેને રાજકુમાર સંતોષી તરફથી કોઈ જવાબ મળ્યો ન હતો. જે બાદ અનિલ જેઠાણીએ સંતોષી સામે કોર્ટમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ 17.5 લાખ અને 5 લાખની બે અલગ-અલગ ફોજદારી ફરિયાદ દાખલ કરી હતી.

રકમ પરત ન કરવા બદલ જેલની સજા !

આ સાથે ફરિયાદીએ આ મામલે હાઈકોર્ટ-સુપ્રિમ કોર્ટના નિર્ણયો રજૂ કર્યા હતા. જેને ધ્યાનમાં રાખીને મેજિસ્ટ્રેટ એનએચ વસાવેલીયાએ બોલિવૂડ ફિલ્મ નિર્માતા રાજકુમાર સંતોષીને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ દરેક કેસમાં એક વર્ષની કેદની સજા ફટકારી છે અને ફરિયાદીને વળતર તરીકે 60 દિવસમાં ચેકની રકમ ચૂકવવાનો આદેશ આપ્યો છે. જો હજુ પણ નિયત સમયે ફિલ્મમેકર પૈસા ચૂકવવામાં નિષ્ફળ જશે તો તેને વધુ એક વર્ષ માટે સજા થઈ શકે છે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો : યાદ છે આ વાત ?? કંગના રનૌતે એક સમયે રણબીર કપૂર અને દીપિકા પાદુકોણને કર્યા હતા ખૂબ જ ટ્રોલ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati