કોવિડથી સંક્રમિત એક્તા કપૂરે શેર કર્યો પોતાનો ક્વોરંટાઇન વીડિયો, ફેન્સ બોલ્યા – પોતાનું ધ્યાન રાખો

કોવિડથી સંક્રમિત એક્તા કપૂરે શેર કર્યો પોતાનો ક્વોરંટાઇન વીડિયો, ફેન્સ બોલ્યા - પોતાનું ધ્યાન રાખો
Ekta Kapoor shared her quarantine video

એકતા કપૂર કોવિડ પોઝિટિવ હોવાથી ઘરે ક્વોરેન્ટાઇન છે. આ દરમિયાન, તે તેના મનને સકારાત્મક રાખવા માટે ઘણા પ્રયાસ કરી રહી છે

TV9 GUJARATI

| Edited By: Bhavyata Gadkari

Jan 09, 2022 | 6:00 PM

એકતા કપૂર (Ekta Kapoor) થોડા દિવસો પહેલા કોવિડનો શિકાર બની હતી. તેણે પોતે સોશિયલ મીડિયા (Social Media) દ્વારા માહિતી આપી હતી કે તેનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યારથી, એકતા ઘરે ક્વોરેન્ટાઇન છે. પરંતુ હજુ સુધી એકતા સ્વસ્થ થઈ નથી અને તે હજુ પણ કોવિડ પોઝિટિવ છે. જો કે આ સમય દરમિયાન તે પોતાનું મન સકારાત્મક રાખવાનો પ્રયાસ કરી રહી છે.

એકતાએ તેનો એક વીડિયો શેર કર્યો છે જેમાં તે ક્યારેક સ્ટીમ લેતી જોવા મળે છે, ક્યારેક થર્મોમીટરથી તાવ ચેક કરતી જોવા મળે છે, તો ક્યારેક રૂમમાં કંટાળી જતી જોવા મળે છે. આ સાથે તેણે વીડિયોમાં એક ટેબલ પણ બતાવ્યું જેમાં ઘણી દવાઓ રાખવામાં આવી છે.

આ વીડિયોને શેર કરતા એકતાએ લખ્યું, જ્યારે તમે પોઝિટીવ હોવ તો તમારી પાસે સકારાત્મક રહેવા સિવાય કોઈ વિકલ્પ નથી. એકતાએ કિશોર કુમારના ગીત મુસાફિર હૂં યારોનો વીડિયો શેર કર્યો છે.

અગાઉ, કોવિડ વિશે માહિતી આપતા, એકતાએ લખ્યું હતું કે, તમામ સાવચેતી રાખવા છતાં, મારો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું અત્યારે સ્વસ્થ છું અને જેઓ તાજેતરમાં મારા સંપર્કમાં આવ્યા છે તેઓને કોરોના ટેસ્ટ કરાવવા વિનંતી કરું છું.

View this post on Instagram

A post shared by Erk❤️rek (@ektarkapoor)

એકતાની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો ટૂંક સમયમાં જ તેના પોપ્યુલર શો નાગીનની છઠ્ઠી સીઝન આવવાની છે. આ વખતે શો માટે રૂબીના દિલેક અને મૌની રોયનું નામ સામે આવ્યું છે. જો કે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

આ સિવાય એકતા ઘણી ફિલ્મોમાં પણ કામ કરી રહી છે. તે દો બારા અને એક વિલન રિટર્ન્સ ફિલ્મો પ્રોડ્યુસ કરી રહી છે. આ સાથે તે ફ્રેડી ફિલ્મ પણ લાવી રહી છે અને આ ફિલ્મમાં કાર્તિક આર્યન લીડ રોલમાં છે. એકતાએ કરીના કપૂર ખાન સાથે પણ કામ કર્યું છે. તે કરીના કપૂર ખાન સાથે એક ફિલ્મ પ્રોડ્યુસ કરી રહી છે.

આ પણ વાંચો –

શાહરુખ ખાનના બંગલાને ઉડાવી દેવાની ધમકી આપનાર વ્યક્તિની જબલપુરથી ધરપકડ કરાઇ, મહારાષ્ટ્ર પોલીસને આપી હતી ધમકી

આ પણ વાંચો –

Celebrities Covid 19 Update: સાઉથ એક્ટર વિષ્ણુ વિશાલ સહિત આ સેલેબ્સનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati