શાહરુખ ખાનના બંગલાને ઉડાવી દેવાની ધમકી આપનાર વ્યક્તિની જબલપુરથી ધરપકડ કરાઇ, મહારાષ્ટ્ર પોલીસને આપી હતી ધમકી
મહારાષ્ટ્ર પોલીસને નકલી કોલ કરનાર આરોપી જીતેશ ઠાકુરની જબલપુરમાં તેના ઘરેથી ધરપકડ કરી હતી. જીતેશ ઠાકુર સંજીવની નગર પોલીસ સ્ટેશન વિસ્તારના ગંગા નગર વિસ્તારમાં રહેતો હતો.
મધ્ય પ્રદેશની જબલપુર (Jabalpur, Madhya Pradesh ) પોલીસે અભિનેતા શાહરૂખ ખાનના (Shahrukh Khan) બંગલાને ઉડાવી દેવાની અને અન્ય ઘણી મહત્વપૂર્ણ જગ્યાઓ પર બ્લાસ્ટ (Blast) કરવાની ધમકી આપનાર વ્યક્તિની ધરપકડ કરી છે. જબલપુર પોલીસના જણાવ્યા અનુસાર યુવકે મહારાષ્ટ્ર પોલીસના કંટ્રોલ રૂમને ફોન કરીને મુંબઈના વિવિધ સ્થળોએ આતંકવાદી હુમલા અને બોમ્બ વિસ્ફોટની ધમકી આપી હતી. સંજીવની નગર પોલીસ સ્ટેશનના જણાવ્યા અનુસાર યુવકે 6 તારીખે કંટ્રોલ રૂમમાં ફોન કરીને પોલીસને ધમકી આપી હતી.
મહારાષ્ટ્ર પોલીસને નકલી કોલ કરનાર આરોપી જીતેશ ઠાકુરને જબલપુરના સંજીવની નગર પોલીસ સ્ટેશને તેના ઘરેથી ધરપકડ કરી હતી. જીતેશ ઠાકુર સંજીવની નગર પોલીસ સ્ટેશન વિસ્તારના ગંગા નગર વિસ્તારમાં રહેતો હતો. જાન્યુઆરી 6ના રોજ તેણે મહારાષ્ટ્ર પોલીસના કંટ્રોલ રૂમમાં કોલ કર્યો હતો. જેમાં આરોપીએ મહારાષ્ટ્ર પોલીસને જણાવ્યું હતું કે, આતંકવાદીઓ મુંબઈમાં શાહરૂખ ખાનના બંગલા અને રેલવે સ્ટેશન સહિત અનેક મહત્વપૂર્ણ સ્થળોએ બોમ્બ ધડાકા કરવાના છે.
જ્યારે મહારાષ્ટ્ર પોલીસે કંટ્રોલ રૂમમાં આવેલા આરોપી જીતેશ ઠાકુરના કોલને ટ્રેસ કર્યો તો તે જબલપુરનો નંબર નીકળ્યો. આ પછી મહારાષ્ટ્ર પોલીસે જબલપુર પોલીસનો સંપર્ક કર્યો. જે બાદ જબલપુર પોલીસ એલર્ટ પર આવી અને આરોપી યુવકની ગંગાનગર સ્થિત તેના ઘરેથી ધરપકડ કરી.
પોલીસે જણાવ્યું કે આરોપી યુવકે ભૂતકાળમાં ઘણી વખત સીએમ હેલ્પલાઈન અને ડાયલ હંડ્રેડ પર ફોન કરીને હેરાન કર્યા છે. દારૂ પીધા બાદ યુવક સીએમ હેલ્પલાઈન અને 100 નંબર પર ફેક કોલ કરે છે. પોલીસ આરોપી યુવક જીતેશ ઠાકુરને કોર્ટમાં રજૂ કરશે, ત્યારબાદ આરોપી જીતેશ ઠાકુર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો –
લગ્નને એક મહિનો પૂરો થવા પર કેટરીના કૈફે શેર કરી સુંદર સેલ્ફી, વિકી કૌશલ માટે લખી દીધી આ વાત
આ પણ વાંચો –
‘Bhool Bhulaiyaa 2’માં મંજુલિકાનું પાત્ર આ અભિનેત્રી ભજવશે, નિર્દેશક અનીસ બઝમીએ કરી પુષ્ટિ
આ પણ વાંચો –